AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monsoon : તબાહીનો મંજર ! હિમાચલમાં 31 તો પંજાબ-હરિયાણામાં 15ના મોત, ભૂસ્ખલનમાં અનેક ઘરો ધરાશાયી

દિલ્હીમાં યમુના નદી ખતરાના નિશાનને પાર કરી ગઈ છે. જેના કારણે રાષ્ટ્રીય રાજધાનીમાં પૂરનો ખતરો છે. યમુના નદીનું સ્તર 206 મીટરને વટાવી ગયું છે. જૂના રેલવે બ્રિજ પર વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. યમુનાનું પાણી લોકોના ઘરોમાં ઘુસી રહ્યું છે

Monsoon : તબાહીનો મંજર ! હિમાચલમાં 31 તો પંજાબ-હરિયાણામાં 15ના મોત, ભૂસ્ખલનમાં અનેક ઘરો ધરાશાયી
devastation of rain
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2023 | 9:44 AM
Share

Monsoon: સમગ્ર દેશમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ઘણા રાજ્યમાં વરસાદ અને વાદળ ફાટતા ભારે તબાહી સર્જાઈ છે. વરસાદ, પૂર અને ભૂસ્ખલનથી દિલ્હીથી હિમાચલ સુધી તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જ્યારે દિલ્હીમાં યમુના નદીનું પાણી ઉભરાઈ રહ્યું છે, ત્યારે હિમાચલ પ્રદેશ, પંજાબ, જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ સહિત સમગ્ર ઉત્તર ભારતમાં સ્થિતિ ગંભીર છે.

હિમાચલમાં તબાહી

ખાસ કરીને હિમાચલમાં વરસાદી આફતના કારણે 80 લોકોના મોત થયા છે. તેમાં માર્ગ અકસ્માતને કારણે થયેલા મૃત્યુનો પણ સમાવેશ થાય છે. વરસાદ અને ભૂસ્ખલનના કારણે 31 લોકોના મોત થયા છે. વરસાદ અને પૂરના કારણે 470 પશુઓ પણ મૃત્યુ પામ્યા છે. અત્યાર સુધીમાં ચોમાસામાં 100 મકાનો સંપૂર્ણપણે નાશ પામ્યા છે જ્યારે 350 મકાનોને નુકસાન થયું છે. આ બધાની વચ્ચે 10 લોકો હજુ પણ ગુમ છે, જેમની શોધખોળ ચાલી રહી છે.

દિલ્હી, યમુનામાં પૂરનો ખતરો

દિલ્હીમાં યમુના નદી ખતરાના નિશાનને પાર કરી ગઈ છે. જેના કારણે રાષ્ટ્રીય રાજધાનીમાં પૂરનો ખતરો છે. યમુના નદીનું સ્તર 206 મીટરને વટાવી ગયું છે. જૂના રેલવે બ્રિજ પર વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. યમુનાનું પાણી લોકોના ઘરોમાં ઘુસી રહ્યા છે. યમુના કિનારે રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. મંગળવારે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને લોકોને મદદની ખાતરી આપી હતી. વરસાદના કારણે દિલ્હીના ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે.

પંજાબ-હરિયાણામાં વરસાદને કારણે 15ના મોત

પંજાબ અને હરિયાણામાં વરસાદ અને પૂરના કારણે 15 લોકોના મોત થયા છે. પંજાબમાં 8 લોકોના મોત થયા છે જ્યારે હરિયાણામાં 7 લોકોએ જીવ ગુમાવ્યા છે. ચંદીગઢ, મોહાલી સહિત પંજાબના ઘણા વિસ્તારોમાં પૂરનો કહેર છે. ભારે વરસાદ બાદ સોમવારે ઘણી ટ્રેનો રદ કરવામાં આવી હતી જ્યારે ઘણી ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે પંજાબ અને હરિયાણામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદનો કહેર ચાલુ છે. બંને રાજ્યોમાંથી આવા ઘણા વીડિયો સામે આવ્યા છે જેમાં ક્યાંક ગાડીઓ વહેતી જોવા મળે છે તો ક્યાંક સોસાયટીઓમાં બોટ ફરતી જોવા મળે છે.

પંજાબમાં, પટિયાલા, રૂપનગર, મોહાલી અને ફતેહગઢ સાહિબ જિલ્લામાંથી 9000 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા. પંજાબમાં NDRFની 15 ટીમો અને SDRFની બે ટીમો તૈનાત કરવામાં આવી છે.

કેદારનાથ યાત્રા રોકી દેવામાં આવી

ઉત્તરાખંડમાં સતત ભારે વરસાદને કારણે કેદારનાથ યાત્રા રોકી દેવામાં આવી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને મુસાફરોને સોનપ્રયાગ અને ગૌરીકુંડમાં રોકી દેવામાં આવ્યા છે.

ઉત્તર ભારતમાં ત્રણ દિવસથી વરસાદ ચાલુ છે

તમને જણાવી દઈએ કે સમગ્ર ઉત્તર ભારતમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. હિમાચલમાં 31 લોકોના મોત થયા છે. તે જ સમયે, ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે 9 લોકોના મોત થયા છે જ્યારે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને પંજાબમાં પણ મૃત્યુના અહેવાલ છે. ભારે વરસાદને કારણે નદી નાળાઓ ઉભરાઈ રહ્યા છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
g clip-path="url(#clip0_868_265)">