Delhi: યમુના નદીના જળસ્તરમાં સતત વધારો, પૂરના કારણે દિલ્હીની સ્થિતિ વધુ ખરાબ થઈ, જુઓ Video
યમુનાના જળસ્તરનો 45 વર્ષનો રેકોર્ડ તોડી ચૂક્યો છે. યમુના નદી કાંઠાના વિસ્તારોમાં ફરી પાણી વળ્યા છે. નદી કાંઠાના વિસ્તારમાં પાણી ભરાતા NDRFએ મોરચો સંભાળ્યો છે. અત્યાર સુધી 16500 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
દિલ્હીમાં (Delhi) યમુનાનું જળસ્તર સતત વધી રહ્યું છે. આજે સવારે 11 વાગ્યા સુધીમાં યમુનાનું જળસ્તર 208.57 પર પહોંચી ગયું છે. આવી સ્થિતિમાં રાજધાનીના નીચાણવાળા વિસ્તારોમાંથી પૂરનું સંકટ હજુ સંપૂર્ણપણે ટળ્યું નથી. જણાવી દઈએ કે, યમુનાના (Yamuna) જળસ્તરનો 45 વર્ષનો રેકોર્ડ તોડી ચૂક્યો છે. યમુના નદી કાંઠાના વિસ્તારોમાં ફરી પાણી વળ્યા છે. નદી કાંઠાના વિસ્તારમાં પાણી ભરાતા NDRFએ મોરચો સંભાળ્યો છે. અત્યાર સુધી 16500 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
દર કલાકે છોડાઈ રહ્યું છે 1થી 2 લાખ ક્યુસેક પાણી
તંત્ર દ્વારા લોકોને સુરક્ષિત સ્થળે જતા રહેવા સૂચના આપવામાં આવી છે. દિલ્લીના આઉટર રિંગ રોડ પર યમુનાના પાણી ભરાયા છે. ચંગીરામ અખાડા, મોનેસ્ટ્રી માર્કેટ અને લોખંડના પુલ પાસે પાણી ભરાયા છે. દિલ્હીના પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્કૂલો બંધ કરવામાં આવી છે. હરિયાણાના હથિનીકુંડ બેરેજમાંથી યમુનામાં પાણી છોડાઈ રહ્યું છે. દર કલાકે 1થી 2 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.
દિલ્હીમાં અનેક રૂટ ડાયવર્ટ કરાયા
યમુના નદીનું જળસ્તર વધવાને કારણે દિલ્હીમાં ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે. દિલ્હી ટ્રાફિક પોલીસે શાહદરાથી ISBT, કાશ્મીરી ગેટથી સીલમપુર ટી-પોઈન્ટ થઈને કેશવ ચોક-કરકરડૂમા કોર્ટ-રોડ નંબર 57-NH-24 તરફ ટ્રાફિક ડાયવર્ટ કર્યો છે.
Traffic Alert Due to the rising water levels of Yamuna river, the traffic coming from Shahdara on GT road towards ISBT, Kashmere Gate has been diverted from Seelampur T-point via Keshav Chowk – Karkardooma Court – Road No. 57- NH-24.
Commuters are advised to plan their journey…
— Delhi Traffic Police (@dtptraffic) July 13, 2023
આ પણ વાંચો : Hathinikund Barrage: જેના દરવાજા ખુલતા જ દિલ્લીમાં આવે છે પૂર, જાણો હથિનીકુંડ બેરેજની સંપૂર્ણ વિગત
દિલ્હીના મેટ્રો સ્ટેશન પર પ્રવેશ બંધ
દિલ્હીમાં પૂરના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. ગુરુવારે સવારે શહેરમાં પાણી વધવાને કારણે યમુના બેંક મેટ્રો સ્ટેશન પર એન્ટ્રી-એક્ઝિટ બંધ કરી દેવામાં આવી છે. દિલ્હી મેટ્રો દ્વારા જણાવવામાં આવ્યું છે કે યમુના નદીના જળસ્તર વધવાને કારણે યમુના બેંક મેટ્રો સ્ટેશન પર એન્ટ્રી-એક્ઝિટ બંધ કરી દેવામાં આવી છે. જોકે મેટ્રોની બ્લુ લાઇન સામાન્ય રીતે કામ કરી રહી છે.