મૂસેવાલાની હત્યા અંગે દિલ્હી પોલીસનો મોટો ખુલાસો, પ્લાનિંગ સાથે કરાઇ હતી હત્યા

|

Jun 08, 2022 | 9:46 PM

મૂસેવાલા (Sidhu Moosewala) હત્યા અંગે દિલ્હી પોલીસે મોટો ખુલાસો કર્યો છે. પોલીસે જણાવ્યું કે લોરેન્સ બિશ્નોઈ હત્યાનો માસ્ટરમાઈન્ડ છે. તેણે કહ્યું કે હત્યા પ્લાનિંગ સાથે કરવામાં આવી હતી.

મૂસેવાલાની હત્યા અંગે દિલ્હી પોલીસનો મોટો ખુલાસો, પ્લાનિંગ સાથે કરાઇ હતી હત્યા
Moose wala

Follow us on

મુસેવાલાની (Sidhu Moosewala) હત્યા મામલે દિલ્હી પોલીસે મોટો ખુલાસો કર્યો છે. પોલીસે જણાવ્યું કે લોરેન્સ બિશ્નોઈ હત્યાનો માસ્ટરમાઈન્ડ છે. તેણે કહ્યું કે હત્યા પ્લાનિંગ સાથે કરવામાં આવી હતી. દિલ્હી પોલીસના (Delhi Police) સ્પેશિયલ સીપી એચજીએસ ધાલીવાલે બુધવારે મુસેવાલા હત્યા કેસમાં લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ કર્યા બાદ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે દિલ્હી પોલીસે કુલ 5 આરોપીઓની ઓળખ કરી લીધી છે. તેણે કહ્યું કે મુસેવાલાની હત્યા સંપૂર્ણ પ્લાનિંગ હેઠળ કરવામાં આવી છે અને લોરેન્સ બિશ્નોઈ આ હત્યાનો માસ્ટરમાઈન્ડ છે. દિલ્હી પોલીસે જણાવ્યું કે સિદ્ધેશ હીરામલની ધરપકડ કરવામાં આવી છે. સિદ્ધેશ હીરામલ શૂટર્સની નજીકનો વ્યક્તિ છે.

પોલીસ લાંબા સમયથી લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ કરી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ, મુસેવાલાની હત્યાની યોજના ઘણા સમય પહેલા ઘડવામાં આવી હતી. જે બાદ સુયોજિત પ્લાનના આધારે હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, લોરેન્સ બિશ્નોઈએ હત્યા કેસમાં મુખ્ય ભૂમિકા ભજવી છે, જ્યારે શૂટર્સનો નજીકનો કહેવાતો સિદ્ધેશ હીરામલ પણ આ કેસમાં એક્ટિવ હતો.

પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની 29 મેના રોજ અજાણ્યા બદમાશો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અગાઉ, દિલ્હી પોલીસના એક અધિકારીએ કહ્યું હતું કે, ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ આર્મ્સ એક્ટ સંબંધિત કેસમાં દિલ્હી પોલીસની કસ્ટડીમાં છે અને શુક્રવારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તેને પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યા અંગે પણ પૂછપરછ કરવામાં આવી હતી, જોકે તેણે મૂઝવાલાની હત્યામાં સામેલ તેના સહયોગીઓના નામ જાહેર કર્યા ન હતા, પરંતુ તેણે સ્વીકાર્યું હતું કે તેને ગાયક સાથે સખત દુશ્મનાવટ હતી.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

પિતાએ કહ્યું- ખબર નહીં દીકરાનો શું વાંક હતો

પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાના પિતા બલકૌર સિંહે બુધવારે કહ્યું કે તેઓ હજુ પણ સમજી શક્યા નથી કે તેમના પુત્રનો શું દોષ હતો જેના કારણે તેની હત્યા થઈ. માણસાના મુસા ગામમાં યોજાયેલા ભોગ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.

સિંહે કહ્યું કે તેમનો પરિવાર બરબાદ થઈ ગયો છે પરંતુ તેઓ નથી ઈચ્છતા કે અન્ય કોઈ પરિવારને આવુ દુઃખ થાય. તેમણે કહ્યું, મને હજુ પણ ખબર નથી કે મારા પુત્રનો શું વાંક હતો. તેની સામે ક્યારેય કોઈએ ફરિયાદ નોંધાવી ન હતી.

તેણે કહ્યું કે તેના પુત્રએ ક્યારેય કોઈની સાથે ખોટું કર્યું નથી. આ કેસના ગુનેગારો સામે થનારી કાર્યવાહીનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે તેઓ માને છે કે સરકારને  થોડો સમય આપવો જોઈએ . સિંહે કહ્યું, “જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારો પરિવાર  ન્યાયની લડત ચાલુ જ રાખશે. “

Next Article