મૂસેવાલાની હત્યા અંગે દિલ્હી પોલીસનો મોટો ખુલાસો, લોરેન્સ બિશ્નોઈ છે માસ્ટરમાઇન્ડ, પ્લાનિંગ સાથે હત્યાને આપ્યો અંજામ

|

Jun 09, 2022 | 7:00 AM

મૂસેવાલા પર દિલ્હી પોલીસે (Delhi Police) મોટો ખુલાસો કર્યો છે. પોલીસે જણાવ્યું કે લોરેન્સ બિશ્નોઈ(Lawrence Bishnoi ) હત્યાનો માસ્ટરમાઈન્ડ છે. તેણે કહ્યું કે હત્યા પ્લાનિંગ સાથે કરવામાં આવી હતી.

મૂસેવાલાની હત્યા અંગે દિલ્હી પોલીસનો મોટો ખુલાસો, લોરેન્સ બિશ્નોઈ છે માસ્ટરમાઇન્ડ, પ્લાનિંગ સાથે હત્યાને આપ્યો અંજામ
Delhi Police's big revelation about Musewala's murder

Follow us on

મુસેવાલાની હત્યા (Moosewala Murder) મામલે દિલ્હી પોલીસે (Delhi Police)મોટો ખુલાસો કર્યો છે. પોલીસે જણાવ્યું કે લોરેન્સ બિશ્નોઈ હત્યા(Lawrence Bishnoi ) નો માસ્ટરમાઈન્ડ છે. તેણે કહ્યું કે હત્યા પ્લાનિંગ સાથે કરવામાં આવી હતી. દિલ્હી પોલીસના સ્પેશિયલ સીપી એચજીએસ ધાલીવાલે બુધવારે મૂઝવાલા હત્યા કેસમાં લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ કર્યા બાદ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે દિલ્હી પોલીસે કુલ 5 આરોપીઓની ઓળખ કરી લીધી છે. તેણે કહ્યું કે મુસેવાલાની હત્યા સંપૂર્ણ પ્લાનિંગ હેઠળ કરવામાં આવી છે અને લોરેન્સ બિશ્નોઈ આ હત્યાનો માસ્ટરમાઈન્ડ છે. દિલ્હી પોલીસે જણાવ્યું કે સિદ્ધેશ હીરામલની ધરપકડ કરવામાં આવી છે. સિદ્ધેશ હીરામલ શૂટર્સનો નજીક હોવાનું મનાય છે. 

પોલીસ લાંબા સમયથી લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, મુસેવાલાની હત્યાની યોજના ઘણા સમય પહેલા ઘડવામાં આવી હતી. જે બાદ સુયોજિત પ્લાનના આધારે હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, લોરેન્સ બિશ્નોઈએ હત્યા કેસમાં મુખ્ય ભૂમિકા ભજવી છે, જ્યારે શૂટર્સનો નજીકનો કહેવાતો સિદ્ધેશ હીરામલ પણ આ કેસમાં સક્રિય હતો. 

પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની 29 મેના રોજ અજાણ્યા બદમાશોએ ગોળી મારીને હત્યા કરી હતી. અગાઉ, દિલ્હી પોલીસના એક અધિકારીએ કહ્યું હતું કે, ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ આર્મ્સ એક્ટ સંબંધિત કેસમાં દિલ્હી પોલીસની કસ્ટડીમાં છે અને શુક્રવારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યા અંગે પણ તેની પૂછપરછ કરવામાં આવી હતી, જોકે તેણે મૂસેવાલાની હત્યામાં સામેલ તેના સહયોગીઓના નામ જાહેર કર્યા ન હતા. 

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

પિતાએ કહ્યું- ખબર નહીં દીકરાનો શું વાંક હતો

પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાના પિતા બલકૌર સિંહે બુધવારે કહ્યું કે તેઓ હજુ પણ સમજી શક્યા નથી કે તેમના પુત્રનો શું દોષ હતો જેના કારણે તેમની હત્યા થઈ. માણસાના મુસા ગામમાં યોજાયેલા ભોગ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. સિંહે કહ્યું કે તેમનો પરિવાર બરબાદ થઈ ગયો છે પરંતુ તેઓ નથી ઈચ્છતા કે અન્ય કોઈ પરિવારને આવુ દુઃખ થાય. તેણે કહ્યું, મને હજુ પણ ખબર નથી કે મારા પુત્રનો શું વાંક હતો. તેની સામે ક્યારેય કોઈએ ફરિયાદ નોંધાવી ન હતી. તેણે કહ્યું કે તેના પુત્રએ ક્યારેય કોઈની સાથે ખોટું કર્યું નથી. આ કેસના ગુનેગારો સામે થનારી કાર્યવાહીનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે તેઓ માને છે કે સરકારે થોડો સમય આપવો જોઈએ કારણ કે સમય લાગે છે. સિંહે કહ્યું, “જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે (પરિવાર) આરામ કરીશું નહીં.” 

મુંબઈ પોલીસે લોરેન્સ બિશ્નોઈની પણ પૂછપરછ કરી 

મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચની એક ટીમે ફિલ્મ લેખક સલીમ ખાન અને તેમના પુત્ર અભિનેતા સલમાન ખાનને ધમકીભર્યા પત્રો મોકલવાના સંબંધમાં દિલ્હીમાં લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ કરી હતી. પોલીસ સૂત્રોએ આ અંગે માહિતી આપી હતી. મુંબઈ પોલીસે સલીમ ખાન અને સલમાન ખાનના નિવેદનો નોંધ્યા છે અને બાંદ્રા ઉપનગરમાં અભિનેતાના નિવાસસ્થાને સુરક્ષા વધારી દેવામાં આવી છે. પોલીસે સલમાનના બે અંગરક્ષકોના નિવેદન પણ નોંધ્યા છે.

Next Article