Robert Vadra Challan : દિલ્હી પોલીસે પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાનું ચલણ કાપ્યું, જાણો શું હતું કારણ

|

Jun 25, 2021 | 12:19 AM

Robert Vadra Challan : રોબર્ટ વાડ્રાને બેજવાબદારી અને જોખમી રીતે વાહન ચલાવવા બદલ ચલણ કાપ્યું છે અને દંડ ફટકાર્યો છે.

Robert Vadra Challan :  દિલ્હી પોલીસે પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાનું ચલણ કાપ્યું, જાણો શું હતું કારણ
FILE PHOTO

Follow us on

Robert Vadra Challan : દિલ્હીમાં દક્ષિણ પૂર્વી જિલ્લા પોલીસે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના ઉદ્યોગપતિ પતિ રોબર્ટ વાડ્રાને બેજવાબદારીપૂર્વક બેજવાબદારી અને જોખમી રીતે વાહન ચલાવવા બદલ ચલણ કાપ્યું છે અને દંડ ફટકાર્યો છે. આ મામલો જાણીતા વ્યક્તિત્વ સાથે સંબંધિત છે, તેથી ચલણની આ ઘટના મીડિયામાં ચર્ચામાં છે.

મોટર વ્હીકલ એક્ટ કલમ 184 હેઠળ કપાયું ચલણ
દિલ્હી પોલીસે 25 જૂન ગુરુવારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાને બેજવાબદારીપૂર્વક અને જોખમી રીતે વાહન ચલાવવા બદલ દંડ કર્યો છે. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે રોબર્ટ વાડ્રા (Robert Vadra) ના વાહનનું આ ચલણ મોટર વાહન અધિનિયમની કલમ 184 હેઠળ જોખમી રીતે વાહન ચલાવવાનાના ગુનામાં આપવામાં આવ્યું છે.

દિલ્હી પોલીસે કહ્યું કે રોબર્ટ વાડ્રા (Robert Vadra) બુધવારે સવારે પોતાના સુરક્ષા કર્મચારીઓ સાથે ઓફિસ જઈ રહ્યા હાટ. અચાનક તેમની કારે બ્રેક મારી હતી, જેના કારણે પાછળથી આવી રહેલી કારે તેમની કારને ટક્કર મારી હતી. આ કારણે મોટર વ્હીકલ એક્ટની કલમ 184 હેઠળ ચલણ કાપવામાં આવ્યું છે. કરવામાં આવી છે.

કાર મુકીને જ ઓફીસ જતા રહ્યાં રોબર્ટ વાડ્રા
આ ઘટનાની પુષ્ટિ કરતાં અધિક પોલીસ કમિશનર સુરેન્દ્ર ચૌધરીએ જણાવ્યું હતું કે બુધવારે સવારે રોબર્ટ વાડ્રા (Robert Vadra) પોતાની કાર અને સુરક્ષા વાહનોનો કાફલો લઇને તેમની ઓફિસ જઈ રહ્યા હતા.આ દરમિયાન તેમની કારે અચાનક બ્રેક મારતા પાછળનો સિક્યુરિટીની કાર તેમની કાર સાથે ટકરાઈ ગઈ. રોબર્ટ વાડ્રા ઘટનાસ્થળે જ કર મુકી ઓફીસ જતા રહ્યા હતા. આ દરમિયાન સ્થળ પર હાજર ટ્રાફિક અને હઝરત નિઝામુદ્દીન પોલીસ મથકે તેમની કારના આધારે તેમનું ચલણ (Robert Vadra Challan) કાપ્યું.

આ પણ વાંચો : Israel Embassy Blast : દિલ્હી પોલીસે કારગીલથી 4 શંકાસ્પદ વિદ્યાર્થીઓની ધરપકડ કરી

આ પણ વાંચો : સચિન પાયલટે 50-60 ફોનકોલ કર્યા પણ રાહુલ અને પ્રિયંકાએ કોલ રિસીવ ન કર્યા

Published On - 12:00 am, Fri, 25 June 21

Next Article