Delhi : PM Modi ના મુખ્ય સલાહકાર PK Sinha એ આપ્યું રાજીનામું

|

Mar 16, 2021 | 3:52 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Modi) મુખ્ય સલાહકાર પી.કે. સિન્હા ((PK Sinha, Principal Advisor to PM)) એ અંગત કારણો જણાવીને મંગળવારે અચાનક રાજીનામું આપ્યું હતું.

Delhi : PM Modi ના મુખ્ય સલાહકાર PK Sinha એ આપ્યું રાજીનામું
PK Sinha, Ex.Principal Advisor to PM

Follow us on

Delhi : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Modi) મુખ્ય સલાહકાર પી.કે. સિન્હા ((PK Sinha, Principal Advisor to PM)) એ અંગત કારણો જણાવીને મંગળવારે અચાનક રાજીનામું આપ્યું હતું. રાજીનામામાં તેમણે ગઈકાલથી તેને અમલી જાહેર કર્યો છે. કેબિનેટ સચિવના પદ પરથી નિવૃત્ત થયા પછી, તેઓને વડાપ્રધાનના મુખ્ય સલાહકાર પદે નિમવામાં આવ્યા હતા. PK Sinha ને 11 સપ્ટેમ્બર 2019 ના રોજ વડાપ્રધાનના પ્રિન્સિપલ એડવાઈઝર (PK Sinha, Principal Advisor to PM) તરીકે નિમવામાં આવ્યા હતા.

સિન્હાએ 13 જૂન, 2015 થી 30 ઓગસ્ટ, 2019 સુધી કેબિનેટ સચિવ તરીકે સેવા આપી હતી. તેઓ 1977 બેચના ઉત્તર પ્રદેશ કેડરના ભારતીય વહીવટી સેવા અધિકારી રહી ચૂક્યા છે. સિંહા તેમની કારકિર્દી દરમિયાન, પાવર અને શિપિંગ મંત્રાલયોમાં સચિવ તરીકે ફરજ બજાવી છે. તેમણે પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયમાં વિશેષ સચિવ તરીકે પણ કામ કર્યું છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

તેમણે દિલ્હી યુનિવર્સિટીના સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતક થયા. આ પછી તેણે દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સથી ઇકોનોમિક્સમાં અનુસ્નાતકની પરીક્ષા પાસ કરી. બાદમાં, તેમની સેવા દરમિયાન, તેમણે જાહેર વહીવટમાં અનુસ્નાતક ડિપ્લોમા અને સામાજિક વિજ્ઞાનમાં એમ.ફિલ પણ કર્યું છે. ભારતીય વહીવટી સેવાના તેમના લાંબા કાર્યકાળ દરમિયાન સિન્હાએ ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારમાં વિવિધ હોદ્દા પર કામ કર્યું છે.

Next Article