Delhi Omicron Case: દિલ્હીમાં ઓમિક્રોનની એન્ટ્રી, તાન્ઝાનિયાના એક મુસાફરમાં કોરોનાના ખતરનાક વેરિયન્ટની પુષ્ટિ

|

Dec 05, 2021 | 12:25 PM

દેશમાં હવે 5 ઓમિક્રોન કેસ છે. જેમાં કર્ણાટકમાં 2, ગુજરાતમાં 1, મુંબઈમાં 1 અને દિલ્હીમાં 1 કેસનો સમાવેશ થાય છે. કર્ણાટકમાં મળી આવેલા દર્દીઓની ઉંમર 66 અને 46 વર્ષ છે

Delhi Omicron Case: દિલ્હીમાં ઓમિક્રોનની એન્ટ્રી, તાન્ઝાનિયાના એક મુસાફરમાં કોરોનાના ખતરનાક વેરિયન્ટની પુષ્ટિ
પ્રતિકાત્મક ફોટો

Follow us on

Delhi Omicron Case: દિલ્હીમાં  ઓમિક્રોનનો પ્રથમ પોઝિટિવ દર્દી મળી આવ્યો છે (First Case of Omicron in Delhi). મળતી માહિતી મુજબ, આ મુસાફર તાન્ઝાનિયા (Tanzania) થી દિલ્હી (Delhi)આવ્યો હતો. કોરોના સંક્રમિત દર્દી કે જેમાં ઓમિક્રોન વેરિઅન્ટની પુષ્ટિ થઈ છે તે 37 વર્ષનો પુરુષ છે. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે 12 સંક્રમિત દર્દીઓના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા, જેમાંથી એક દર્દીના રિપોર્ટમાં ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron Variant) જોવા મળ્યો છે.

મંત્રીએ કહ્યું કે જેઓ બહારથી આવી રહ્યા છે તેમની તપાસ કરવામાં આવી રહી છે. એલએનજેપીમાં અત્યાર સુધીમાં 17 પોઝિટિવ દર્દીઓ દાખલ છે, 6 તેમના સંપર્કો છે. 12 લોકોની જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવી હતી, જેમાંથી 1 ઓમિક્રોનનો દર્દી હોવાનું જણાય છે. કાલે ફાઈલ રિપોર્ટ આવશે. આપણે કહી શકીએ કે દિલ્હીમાં પ્રથમ ઓમિક્રોન કેસ છે.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

આ સાથે, દેશમાં હવે 5 ઓમિક્રોન કેસ છે. જેમાં કર્ણાટકમાં 2, ગુજરાતમાં 1, મુંબઈમાં 1 અને દિલ્હીમાં 1 કેસનો સમાવેશ થાય છે. કર્ણાટકમાં મળી આવેલા દર્દીઓની ઉંમર 66 અને 46 વર્ષ છે. બંનેમાં હળવા લક્ષણો છે અને બંને દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા હતા. ગુજરાતમાં પણ શનિવારે 72 વર્ષના દર્દીમાં ઓમિક્રોન વેરિઅન્ટની પુષ્ટિ થઈ છે. આ દર્દી ઝિમ્બાબ્વેથી પરત ફર્યો હતો. તે જ સમયે, મુંબઈમાં, દક્ષિણ આફ્રિકા અને દુબઈથી આવેલા એક વ્યક્તિમાં ઓમિક્રોનથી ચેપ લાગ્યો છે.

LNJP હોસ્પિટલમાં 15 શંકાસ્પદ દર્દીઓ દાખલ
અધિકારીઓએ જણાવ્યું કે આ 15 શંકાસ્પદ દર્દીઓને એલએનજેપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમાંથી 9 કોરોના પોઝિટિવ છે. જ્યારે બાકીના 6માં ગળામાં દુખાવો અને તાવ જેવા લક્ષણો છે. ગયા અઠવાડિયે જ દિલ્હી સરકારે એલએનજેપી હોસ્પિટલને ઓમિક્રોન સંક્રમિતની સારવાર માટે આરક્ષિત કરી હતી.

શુક્રવાર સુધીમાં હોસ્પિટલમાં દાખલ શંકાસ્પદ દર્દીઓની સંખ્યા 12 હતી. હવે તે વધીને 15 થઈ ગઈ છે. LNJPના મેડિકલ ડિરેક્ટર ડૉ. સુરેશ કુમારે જણાવ્યું કે જે ત્રણ નવા દર્દીઓ મળી આવ્યા છે તે બધા યુકેથી પરત ફર્યા છે. માહિતી અનુસાર, કેન્દ્ર સરકારે યુકે, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, ચીન, બોત્સ્વાના, ન્યુઝીલેન્ડ, મોરેશિયસ, સિંગાપોર, ઝિમ્બાબ્વે, ઇઝરાયેલ અને હોંગકોંગને ઉચ્ચ જોખમી દેશોની યાદીમાં મૂક્યા છે.

આ સાથે આ દેશોમાંથી આવતા પ્રવાસીઓ માટે RTPCR ટેસ્ટ જરૂરી છે. પરિણામ આવ્યા બાદ જ આ મુસાફરોને એરપોર્ટ છોડવા દેવામાં આવે છે. આ સિવાય અન્ય દેશોમાંથી આવતા મુસાફરોની પણ એરપોર્ટ પર તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Volcano Eruption: ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટતા તબાહીના દ્રશ્યો સર્જાયા, 13 ના મોત અને 98 લોકો ઘાયલ

આ પણ વાંચો: સાવધાનઃ ​​આખો દિવસ કોમ્પ્યુટર પર કામ કરવું ક્યાંક બની ન જાય ટ્રિગર ફિંગર્સનું કારણ, જાણો તેનો ઉપાય

Published On - 12:20 pm, Sun, 5 December 21

Next Article