Delhi: NIA દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી, 15 ઓગસ્ટ પહેલા ISIS મોડ્યુલના એક આતંકવાદીની ધરપકડ

|

Aug 07, 2022 | 1:02 PM

NIA દ્વારા માહિતી આપવામાં આવી છે કે પકડાયેલા આ આતંકવાદીનું નામ મોહસીન અહેમદ છે. હાલમાં તે દિલ્હીના બાટલા હાઉસમાં રહેતો હતો અને તે બિહારનો રહેવાસી છે.

Delhi: NIA દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી, 15 ઓગસ્ટ પહેલા ISIS મોડ્યુલના એક આતંકવાદીની ધરપકડ
NIA

Follow us on

15 ઓગસ્ટ પહેલા નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ મોટી કાર્યવાહી કરતા આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટના (ISIS) એક આતંકીની (Terrorists) દિલ્હીથી ધરપકડ કરી હતી. NIA દ્વારા માહિતી આપવામાં આવી છે કે પકડાયેલા આ આતંકવાદીનું નામ મોહસીન અહેમદ છે. હાલમાં તે દિલ્હીના બાટલા હાઉસમાં રહેતો હતો અને તે બિહારનો રહેવાસી છે. NIAએ માહિતી આપી છે કે ધરપકડ કરાયેલ શંકાસ્પદ ISIS આતંકવાદી ઓનલાઈન અને જમીન પર ISIS સાથે સંબંધિત પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે. આ મામલામાં એનઆઈએ દ્વારા સ્વતઃ સંજ્ઞાન લઈને 25 જૂન, 2022ના રોજ કેસ નોંધવામાં આવ્યો હતો.

મોહસીન ISIS માટે ફંડ એકઠું કરતો હતો

NIAએ માહિતી આપી છે કે મોહસીન અહેમદ ઈસ્લામિક સ્ટેટનો સક્રિય આતંકવાદી છે. મોહસીન અહેમદ પર ભારતમાં ISISને ફંડિંગ કરવાનો આરોપ છે. આ કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે. મોહસીન દેશ-વિદેશમાંથી આતંકવાદી સંગઠન માટે ભંડોળ એકઠું કરતો હતો અને તેને ક્રિપ્ટોકરન્સી દ્વારા સીરિયા અને ISISના પ્રભાવ હેઠળના અન્ય દેશોમાં મોકલતો હતો. તે ISISને સમર્થન કરનારાઓ પાસેથી આ ફંડ લેતો હતો.

અલ કાયદાના આતંકવાદી વિરુદ્ધ ચાર્જશીટ

NIAએ અગાઉ 3 ઓગસ્ટે લખનૌની વિશેષ અદાલતમાં આતંકવાદી સંગઠન અલ કાયદાના કથિત સભ્ય વિરુદ્ધ પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી. આ સંદર્ભમાં, એવું કહેવામાં આવ્યું હતું કે મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લાના અરીબાગ-માચોવા વિસ્તારના રહેવાસી તૌહીદ અહેમદ શાહ વિરુદ્ધ લખનૌની વિશેષ NIA કોર્ટ સમક્ષ ભારતીય ઉપખંડમાં અલ કાયદા (AQIS) યુનિટ માટે લોકોની ભરતી કરવાના પ્રયાસના સંદર્ભમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ISISના ખોરાસન મોડ્યુલને ક્રેક ડાઉન કરવા માટે હાથ ધરાયું ઓપરેશન

અફઘાનિસ્તાનમાં અમેરિકાની પીછે હઠ બાદ નવી શાસન વ્યવસ્થા દરમિયાન ISISનું ખોરાસન મોડ્યુલ ખતરનાક છે અને પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISI દ્વારા ISISના ખોરાસન મોડ્યુલ થકી ભારતમાં ભાંગફોડની પ્રવૃત્તિઓ કરાવવાનું ષડ્યંત્ર છે. ઝફરી જવાહર દામૂડી ઉર્ફે અબુ હાજીર અલબદ્રી ISISના ખુરાસન નેટવર્કનો ભારત ખાતેનો મુખ્ય હેન્ડલર 1991માં કર્ણાટકના ભટકલમાં જન્મ્યો છે ઝફરી જવાહર દામૂડી ઉર્ફે અબુ હાજીર અલબદ્રી.

અલબદ્રી ISISના મુખપત્ર ‘વોઇસ ઓફ હિન્દ’ના એરેબિક લેખો અને સાહિત્યનું ઉર્દુમાં અનુવાદ કરાવતો હતો અને તેના દ્વારા બનાવવામાં આવેલ ટેલિગ્રામ ગ્રુપ અને ઈન્સ્ટાગ્રામ સાથે ગુજરાતના કેટલાક યુવકો જોડાયેલા હતા. આ તમામ લોકોના મોબાઇલ કોલ લોગ અને ઈન્ટરનેટ હિસ્ટ્રીની ચકાસણી કરવામાં આવશે. અલબદ્રીના મોબાઇલ કોલ અને સોશિયલ મીડિયા હિસ્ટ્રીની ચકાસણીનો સાયબર રિપોર્ટ બાદ NIA દ્વારા સ્થાનિક એજન્સીઓને સાથે રાખી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

Published On - 1:02 pm, Sun, 7 August 22

Next Article