TMC માં જોડાયા કીર્તિ આઝાદ, કહ્યું- હવે હું મમતા બેનર્જીના નેતૃત્વમાં નિવૃત્ત થઈશ, અશોક તંવર પણ તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા

|

Nov 23, 2021 | 7:44 PM

કીર્તિ આઝાદે કહ્યું, દેશને એવા નેતાની જરૂર છે જે દેશને સાચી દિશામાં લઈ જાય. દેશમાં આજે વિભાજનની રાજનીતિ ચાલી રહી છે. હું મમતા બેનર્જીના નેતૃત્વમાં કામ કરવા માંગુ છું. મમતા પાસે દેશને સાચી દિશામાં લઈ જવાની ક્ષમતા છે.

TMC માં જોડાયા કીર્તિ આઝાદ, કહ્યું- હવે હું મમતા બેનર્જીના નેતૃત્વમાં નિવૃત્ત થઈશ, અશોક તંવર પણ તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા
Mamata Banerjee - Kirti Azad

Follow us on

કોંગ્રેસના (Congress) નેતા અને પૂર્વ સાંસદ કીર્તિ આઝાદ તૃણમૂલ કોંગ્રેસમાં (TMC) જોડાયા. તેમની સાથે હરિયાણા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અશોક તંવર પણ ટીએમસીમાં જોડાયા હતા. કીર્તિ આઝાદ કોંગ્રેસ પહેલા ભાજપમાં હતા અને 2014ની લોકસભા ચૂંટણીમાં સંસદમાં પહોંચ્યા હતા. પરંતુ પક્ષ વિરોધી ગતિવિધિઓને કારણે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. 2018માં તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા.

અશોક તંવર હરિયાણા કોંગ્રેસના અધ્યક્ષ હતા. 2019ની હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં, અશોક તંવરે ટિકિટની વહેંચણીમાં પૈસાની લેવડદેવડનો આરોપ લગાવ્યા બાદ પાર્ટી છોડી દીધી હતી. આ વર્ષે ફેબ્રુઆરીમાં તેણે ‘અપના ભારત મોરચા’ નામની પાર્ટી બનાવી.

મમતા પાસે દેશને સાચી દિશામાં લઈ જવાની ક્ષમતા
કીર્તિ આઝાદે (Kirti Azad) ઔપચારિક રીતે ટીએમસીનું સભ્યપદ સ્વીકારતા કહ્યું, હું હવે દીદીના નેતૃત્વમાં નિવૃત્ત થઈશ. દીદીએ જમીન પર ઉતરીને રાજકારણની લડાઈ લડી છે. હું એક ખેલાડી છું, મારી કોઈ જાતિ નથી, મારો કોઈ ધર્મ નથી. દેશની એકતા અને અખંડિતતા જાળવવા હું દીદી સાથે લડીશ.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

તેમણે આગળ કહ્યું, દેશને એવા નેતાની જરૂર છે જે દેશને સાચી દિશામાં લઈ જાય. દેશમાં આજે વિભાજનની રાજનીતિ ચાલી રહી છે. હું મમતા બેનર્જીના (Mamata Banerjee) નેતૃત્વમાં કામ કરવા માંગુ છું. મમતા પાસે દેશને સાચી દિશામાં લઈ જવાની ક્ષમતા છે.

પૂર્વ JDU નેતા પવન વર્મા TMC માં જોડાયા
કીર્તિ આઝાદ અને અશોક તંવર પહેલાં પૂર્વ JDU નેતા અને રાજ્યસભા સાંસદ પવન વર્મા TMC માં જોડાયા. તેઓ મમતા બેનર્જીની હાજરીમાં ટીએમસીમાં જોડાયા હતા. આ દરમિયાન પવન વર્માએ કહ્યું કે, બંગાળમાં મમતા બેનર્જી જે રીતે કામ કરી રહી છે તે જોતા મેં ટીએમસીમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. જણાવી દઈએ કે પવન વર્મા સીએમ નીતિશ કુમારના સલાહકાર રહી ચૂક્યા છે, 2020માં તેમને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. તે સતત CAAનો વિરોધ કરી રહ્યા હતા, જ્યારે JDU CAAને ટેકો આપી રહી હતી.

 

આ પણ વાંચો : ખેડૂત નેતા રાકેશ ટિકૈતનો આરોપ, સરકાર ખેડૂતોમાં ભાગલા પાડવાનો પ્રયાસ કરી રહી છે, MSP પર ગેરંટી કાયદાની માગ પર અડગ

આ પણ વાંચો : પંજાબમાં કેજરીવાલે કહ્યું- કોંગ્રેસના 25 ધારાસભ્યો અને ત્રણ સાંસદ AAPમાં જોડાવા તૈયાર, પરંતુ અમારે તેમનો કચરો નથી જોઈતો

Next Article