ખેડૂતો સામે ‘રસ્તા ખોલો’ આંદોલન, દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે ખોલવા માટે આમ્રપાલી ગામના લોકો રસ્તા પર ઉતર્યા

|

Nov 28, 2021 | 5:54 PM

આમ્રપાલીમાં લગભગ 5 હજાર લોકો રહે છે. આ તમામનું કહેવું છે કે તેઓ ખેડૂતોના વિરોધી નથી. તેમનું કહેવું છે કે જ્યારે સરકારે કૃષિ કાયદાઓ પાછા ખેંચી લીધા છે ત્યારે ખેડૂતોએ પણ સામાન્ય લોકોની સમસ્યાને સમજવી જોઈએ.

ખેડૂતો સામે રસ્તા ખોલો આંદોલન, દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે ખોલવા માટે આમ્રપાલી ગામના લોકો રસ્તા પર ઉતર્યા
Protest Against Farmers

Follow us on

ખેડૂતોના આંદોલનના (Farmer Protest) કારણે બંધ થયેલા રસ્તાઓ ખોલવા માટે વધુ એક આંદોલન શરૂ થયું છે. નેશનલ હાઈવે પરના આમ્રપાલી ગામના લોકોએ બંધ રસ્તાઓ સામે ધરણાં (Protest Against Farmers) કર્યા. ગામના લોકોએ ‘રસ્તા ખોલો’ આંદોલન શરૂ કર્યું છે. દિલ્હી-મેરઠ એક્સપ્રેસવે, NH-9 ખેડૂતોના આંદોલનને કારણે એક વર્ષથી વધુ સમયથી બંધ છે. જેના કારણે દિલ્હીથી નોઈડા અને ગાઝિયાબાદના લોકો માટે દિલ્હી જવું એક મોટી સમસ્યા બની ગયું છે. જેના કારણે નોકરી કરતા લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

માર્ગ બંધ થવાના કારણે શ્રમજીવી લોકોને થોડી મિનિટોની મુસાફરી માટે દરરોજ કલાકો સુધી ટ્રાફિક જામનો સામનો કરવો પડે છે. આમ્રપાલી ગામના લોકોએ બંધ કરાયેલો રસ્તો ફરીથી ખોલવા માટે વિરોધ શરૂ કર્યો છે. ખેડૂતો (Farmers) અને સામાન્ય લોકો વચ્ચે કોઈ સંઘર્ષ ન થાય તે માટે પોલીસ પહેલેથી જ સતર્ક છે. ખેડૂતો વિરોધ સ્થળે જાય તે પહેલા જ પોલીસે સ્થાનિક લોકોને અટકાવ્યા હતા. આ પછી, સ્થાનિક લોકોએ પોલીસ અને ખેડૂતો સુધી પહોંચવા માટે ગાઝિયાબાદ પોલીસને એક પત્ર આપ્યો છે.

ખેડૂતોને રસ્તો ખોલવા અપીલ
જણાવી દઈએ કે આમ્રપાલી સોસાયટીમાં લગભગ 5 હજાર લોકો રહે છે. આ તમામનું કહેવું છે કે તેઓ ખેડૂતોના વિરોધી નથી. તેમનું કહેવું છે કે જ્યારે સરકારે કૃષિ કાયદાઓ (Farm Laws) પાછા ખેંચી લીધા છે ત્યારે ખેડૂતોએ પણ સામાન્ય લોકોની સમસ્યાને સમજવી જોઈએ. તેમણે જનતા માટે રસ્તો ખોલવો જોઈએ. એક વર્ષથી વધુ સમયથી ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. ખેડૂતોએ દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે બંધ કરી દીધો છે. જેના કારણે લોકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેને લઈને સ્થાનિક લોકોમાં ભારે નારાજગી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

NH-24ની સાથે NH-9 પણ બંધ
આંદોલનને કારણે ખેડૂતોએ યુપીથી દિલ્હી જતો રસ્તો બ્લોક કરી દીધો છે. NH-24ની સાથે NH-9 પણ એક વર્ષથી બંધ છે. જેના કારણે નોકરીમાં સૌથી વધુ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. હવે તેઓને મિનિટોની મુસાફરી માટે કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાવું પડે છે, જેના કારણે તે ખૂબ જ પરેશાન છે. આ જ કારણ છે કે લોકોનો રોષ ફાટી નીકળ્યો છે અને તેઓ ખેડૂતો વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા છે.

 

આ પણ વાંચો : કોંગ્રેસની સર્વપક્ષીય બેઠકમાં જોડાવાનો TMC એ કર્યો ઈનકાર, અધીર રંજન ચૌધરીએ કહ્યું- બેઠકમાં સામેલ થવું કે નહીં તેનો નિર્ણય તેમના પર

આ પણ વાંચો : સર્વપક્ષીય બેઠકમાં વડાપ્રધાન મોદી હાજર ન રહ્યા, 31 પક્ષોના નેતાઓએ હાજરી આપી, વિપક્ષે પેગાસસ વિવાદ સહિત અનેક મુદ્દે ચર્ચાની કરી માગ

Next Article