DELHI : બીટિંગ રીટ્રીટ દરમિયાન મિલેટ્રી બેન્ડની ધુને જીત્યું હિન્દુસ્તાનનું દિલ, જુઓ તસ્વીરો

|

Jan 30, 2021 | 7:27 AM

DELHI : બીટિંગ રીટ્રીટ(Beating Retreat)કાર્યક્રમ દરમિયાન પાકિસ્તાન સામેના 1971ના યુદ્ધમાં ભારતની જીતના 50 વર્ષ પુરા થવાના અવસર પર વિશેષ ધૂન 'સ્વર્ણિમ વિજય'ને પણ સામેલ કરવામાં આવી.

DELHI : બીટિંગ રીટ્રીટ દરમિયાન મિલેટ્રી બેન્ડની ધુને જીત્યું હિન્દુસ્તાનનું દિલ, જુઓ તસ્વીરો
DELHI - Beating Retreat

Follow us on

DELHI ના વિજય ચોકમાં બીટિંગ રીટ્રીટ કાર્યક્રમ સાથે શક્રવારે ગણતંત્ર દિવસ સમરોહ સંપન્ન થયો. કાર્યક્રમ દરમિયાન પાકિસ્તાન સામેના 1971ના યુદ્ધમાં ભારતની જીતના 50 વર્ષ પુરા થવાના અવસર પર વિશેષ ધૂન ‘સ્વર્ણિમ વિજય’ને પણ સામેલ કરવામાં આવી. આ વર્ષના બીટિંગ રીટ્રીટ કાર્યક્રમમાં 15 મિલેટ્રી બેન્ડ અને એટલી જ સંખ્યામાં પાઈપ અને ડ્રમ બેન્ડ પણ સામેલ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત નૌસેના, વાયુસેના અને કેન્દ્રીય શસસ્ત્ર પોલીસ દળ (CAPF)ના એક એક બેન્ડ પણ સામેલ કરવામ આવ્યા હતા.

ઐતિહાસિક વિજય ચોક પર 26 સંગીત કાર્યક્રમોએ દર્શકોનું મન મોહી લીધું. સૌથી પહેલા એક બેન્ડ ‘સ્વર્ણિમ વિજય’ની થીમ સાથે રજૂ થયું. આ પાકિસ્તાન સામેના 1971ના યુદ્ધમાં ભારતની જીતના 50 વર્ષ પુરા થવાના અવસર પર વિશેષ ધૂન હતી. આ યુદ્ધ બાદ જ બાંગ્લાદેશનું નિર્માણ થયું.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

બીટિંગ રીટ્રીટ સદીઓ જૂની સૈન્ય પરંપરા છે. આ વર્ષના બીટિંગ રીટ્રીટ સમારોહમાં IEC ટ્રેનીંગ કોલેજ અને કેન્દ્રના લેફ્ટીનેન્ટ કર્નલ ગીરીશકુમાર મુખ્ય સંચાલક હતા. બીટિંગ રીટ્રીટ સમારોહનું સમાપન લોકપ્રિય ‘સારે જહાં સે અચ્છા’ ધૂનની સાથે થયું. આ ધુને ત્યાં ઉપસ્થિત તમામ દર્શકોનું મન મોહી લીધું. બીટિંગ રીટ્રીટ કાર્યક્રમ પૂર્ણ થાય બાદ સુરક્ષાદળોએ તિરંગા ઝંડાને નીચે ઉતાર્યો.

Next Article