DELHI: ઈઝરાયેલ દુતાવાસ પાસે ધડાકા બાદ ઝાડીઓમાંથી મળ્યો IED, પોલીસે CCTVના આધારે તપાસ શરૂ કરી

|

Jan 29, 2021 | 9:55 PM

DELHI POLICEના સૂત્રોના જણાવ્યા મુજબ એપીજે અબ્દુલ કલામ રોડ પર ઈઝરાયેલ દુતાવાસ પાસે થયેલા ધડાકા બાદ ઝાડીઓમાંથી IED મળ્યો છે.

DELHI: ઈઝરાયેલ દુતાવાસ પાસે ધડાકા બાદ ઝાડીઓમાંથી મળ્યો IED, પોલીસે CCTVના આધારે તપાસ શરૂ કરી

Follow us on

DELHI POLICEના સૂત્રોના જણાવ્યા મુજબ એપીજે અબ્દુલ કલામ રોડ પર ઈઝરાયેલ દુતાવાસ પાસે થયેલા ધડાકા બાદ ઝાડીઓમાંથી IED મળ્યો છે. આ IED બોમ્બને ચાલુ કારમાંથી ફેંકવામાં આવ્યો છે. પોલીસ આજુબાજુના CCTV કેમેરાના ફૂટેજ તપાસી રહી છે. ઈઝરાયેલ દુતાવાસ પાસે થયેલા ધડાકા પાછળ અસામાજિક તત્વો હોવાની આશંકા છે. જલ્દી જ આ ઘટના પાછળના અસામાજિક તત્વોને ઝડપી લેવામાં આવશે. મળતી જણકારી પ્રમાણે હજી સુધી વાયર કે ટાઈમર જેવું કાઈ મળ્યું નથી, માત્ર બોલ-બેરીંગ મળ્યા છે.

 

ઈઝરાયેલ દુતાવાસ પાસે થયેલા ધડાકામાં ત્રણ કારના કાચ તૂટ્યા છે. ઈઝરાયેલના દુતાવાસ તરફથી નિવેદન જાહેર કરવામાં આવ્યું છે કે ઈઝરાયેલ દુતાવાસ પાસે IED બ્લાસ્ટ થયો છે, આ બ્લાસ્ટમાં ઈઝરાયેલ દુતાવાસના કોઈ કર્મચારી કે અધિકારી ઘાયલ થયા નથી અને સાથે જ દુતાવાસને બિલ્ડીંગને પણ કોઈ પ્રકારનું નુકસાન થયું નથી. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે દિલ્હી પોલીસ કમિશ્નર સાથે આ બ્લાસ્ટ અંગે વાતચીત કરી જાણકારી મેળવી છે. આ સાથે જ ઈન્ટેલીજન્સ અધિકારીઓએ પણ આ મામલે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે વાતચીત કરી છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

ઈઝરાયેલ દુતાવાસ પાસે થયેલા IED બ્લાસ્ટ બાદ દિલ્હી પોલીસ ઝીણવટભરી તપાસ કરી રહી છે. દિલ્હી પોલીસે સમગ્ર વિસ્તારને કવર કરી લીધો છે. અહીં લોકોની અવર-જવર બંધ કરવામાં આવી છે. આ ધડાકાનું સ્થાન ઈઝરાયેલ દુતાવાસથી થોડે દુર ઝીન્દાલ હાઉસ સામે છે. ફાયર બ્રિગેડ અનુસાર બરાબર પોણા છ વાગ્યે કોલ આવ્યો હતો અને આ ધડાકાના સમાચાર આપવામાં આવ્યા હતા.

 

આ પણ વાંચો: હરિયાણાના 14 જિલ્લામાં 30 જાન્યુઆરી સુધી મોબાઈલ ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ

Next Article