મનીષ સિસોદિયાની પાસે છે ભાજપની ઓફરનું કોલ રેકોર્ડિંગ, સમય આવવા પર કરશે જાહેર

|

Aug 22, 2022 | 4:54 PM

મનીષ સિસોદિયા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે એટલે સોમવારે ગુજરાતના પ્રવાસે છે. ગુજરાતમાં સિસોદિયાએ કેજરીવાલ સાથે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે ભાજપની કથિત ઓફર અંગે પણ વાત કરી હતી.

મનીષ સિસોદિયાની પાસે છે ભાજપની ઓફરનું કોલ રેકોર્ડિંગ, સમય આવવા પર કરશે જાહેર
Delhi DYCM Manish Sisodiya
Image Credit source: File Image

Follow us on

દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા(Manish Sisodia) રવિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે તેમને ભારતીય જનતા પાર્ટી (BJP) તરફથી ફોન આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે જો તેઓ આમ આદમી પાર્ટીને (AAP) છોડીને ભાજપમાં જોડાશે તો તેમને મુખ્યપ્રધાન બનાવવામાં આવશે. સિસોદિયાએ દાવો કર્યો છે કે તેમને ફોન કરનારાઓએ એમ પણ કહ્યું હતું કે આમ કરવાથી તેમની વિરુદ્ધ ED અને CBIના દરોડા બંધ થઈ જશે. તે જ સમયે, સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે મનીષ સિસોદિયા પાસે ભાજપ સાથેની આ વાતચીતનું કોલ રેકોર્ડિંગ છે. ઉપરાંત, સૂત્રોનું કહેવું છે કે સિસોદિયા જરૂર પડ્યે આ કોલ રેકોર્ડિંગ્સ જાહેર કરી શકે છે.

મનીષ સિસોદિયા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે એટલે સોમવારે ગુજરાતના પ્રવાસે છે. ગુજરાતમાં સિસોદિયાએ કેજરીવાલ સાથે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે ભાજપની કથિત ઓફર અંગે પણ વાત કરી હતી. પ્રેસ કોન્ફરન્સ પછી મનીષ સિસોદિયાએ બીજું ટ્વીટ કર્યું, જેમાં તેમણે ભાજપની આ કથિત ઓફર પર પોતાની પ્રતિક્રિયા પણ આપી. ટ્વીટમાં તેમણે કહ્યું કે “અરવિંદ કેજરીવાલ મારા રાજકીય ગુરુ છે, હું તેમને ક્યારેય દગો નહીં દઉં. હું સીએમ બનવા નથી આવ્યો, મારું સપનું છે, દેશના દરેક બાળકને સારું શિક્ષણ મળે તો જ ભારત નંબર વન દેશ બનશે. સમગ્ર દેશમાં આ કામ માત્ર કેજરીવાલ જ કરી શકે છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

મને બે ઓફર મોકલવામાં આવી હતી: મનીષ સિસોદિયા

તમને જણાવી દઈએ કે ગુજરાતમાં દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે સીબીઆઈના દરોડા પછી મને ભાજપ તરફથી ઓફર મળી હતી. ભાજપે મને બે ભાગમાં સંદેશ મોકલ્યો હતો. પહેલો મેસેજ હતો કે તમારા બધા કેસ ખતમ થઈ જશે, જ્યારે બીજો હતો કે આમ આદમી પાર્ટીને છોડીને તમને મુખ્યમંત્રી બનાવશે. અમારી પાસે સીએમ ઉમેદવારનો ચહેરો નથી. મનીષ સિસોદિયાએ કહ્યું કે મેં ભાજપના બંને મેસેજનો જવાબ આપ્યો છે. પહેલા મેં કહ્યું કે જ્યાં સુધી સીબીઆઈ કેસની વાત છે તો તે નકલી છે અને જો વાત મુખ્યમંત્રી બનાવવાની છે તો મારું સપનું મુખ્યમંત્રી બનવાનું નથી, બાળકોને ભણાવવાનું છે. હું કટ્ટર પ્રમાણિક છું, તેથી હું અરવિંદ કેજરીવાલની સાથે છું. અરવિંદ કેજરીવાલ મારા રાજકીય માર્ગદર્શક છે.

સિસોદિયા પર કાર્યવાહીથી સમાજમાં નારાજગી

તે જ સમયે અરવિંદ કેજરીવાલે કહ્યું કે જે વ્યક્તિએ દેશને શ્રેષ્ઠ શિક્ષણ મોડેલ આપ્યું તે મનીષ સિસોદિયા છે. તેમને ભારત રત્ન મળવો જોઈએ. મનીષ સિસોદિયા પર CBIની કાર્યવાહીથી સમાજના દરેક લોકો નારાજ છે. સમગ્ર મામલો ખોટો છે. અમે દિલ્હીની શિક્ષણ વ્યવસ્થાને અસર નહીં થવા દઈએ. અરવિંદ કેજરીવાલે કહ્યું કે ન તો હું ગુજરાતમાં વડાપ્રધાન બનવા આવ્યો છું અને ન તો મનીષ સિસોદિયા મુખ્યમંત્રી બનવા આવ્યા છે.

Next Article