Delhi Corona Update : દિલ્હીમાં કોરોનાથી આંશિક રાહત, 24 કલાકમાં 12,527 કેસ, 24 લોકોના મોત, રોજિદા કેસમાં 31 ટકાનો ઘટાડો

|

Jan 17, 2022 | 8:03 PM

આરોગ્ય વિભાગના અહેવાલ મુજબ છેલ્લા 24 કલાકમાં 18,340 દર્દીઓ સાજા થયા છે. દિલ્હીની હોસ્પિટલમાં દાખલ દર્દીઓની કુલ સંખ્યા 2784 છે.

Delhi Corona Update : દિલ્હીમાં કોરોનાથી આંશિક રાહત, 24 કલાકમાં 12,527 કેસ, 24 લોકોના મોત, રોજિદા કેસમાં 31 ટકાનો ઘટાડો
દિલ્લીમાં કોરોનાના કેસમાં આંશિક રાહત (સાંકેતિક તસવીર)

Follow us on

દેશની રાજધાની દિલ્હીમાં (Delhi) છેલ્લા 24 કલાકમાં કોવિડના (Covid) 12,527 નવા કેસ નોંધાયા છે. જ્યારે 24 દર્દીઓના મોત થયા છે. કોરોનાના સક્રિય કેસ ઘટીને 83,982 થઈ ગયા છે. જ્યારે કોરોનાનો સકારાત્મકતા દર વધીને 27.99 ટકા થઈ ગયો છે.

દિલ્લીના આરોગ્ય વિભાગના અહેવાલ મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 18,340 દર્દીઓ સાજા પણ થયા છે. દિલ્હીની વિવિધ હોસ્પિટલમાં દાખલ કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા 2784 છે. દિલ્હીની હોસ્પિટલોમાં ઓક્સિજન બેડ પર 909 અને વેન્ટિલેટર પર 140 દર્દીઓ છે. દિલ્હીમાં કોરોનાના કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યા 34958 થવા પામી છે.

રવિવારે આરોગ્ય વિભાગે કહ્યું હતુ કે છેલ્લા એક દિવસમાં 65,621 સેમ્પલની તપાસમાં 27.87 ટકા એટલે કે 18,286 સેમ્પલ કોરોના સંક્રમિત જોવા મળ્યા છે. આ દરમિયાન 28 દર્દીઓના મોત થયા છે. જ્યારે, 21,846 દર્દીઓને પણ રજા આપવામાં આવી છે.

ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

ગુજરાતમાં 12 હજારથી વઘુ કેસ
ગુજરાતમાં આજે 17 જાન્યુઆરીના રોજ કોરોનાના નવા 12,835 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના લીધે પાંચ લોકોએ જીવ ગુમાવ્યો છે. આજે 5984 દદીઓ સાજા થયા છે. આ સાથે ગુજરાત રાજયનો રીકવરી રેટ 91.42 ટકા જેટલો થયો છે.

કેરળમાં કોરોનાના 22946 નવા કેસ
કેરળમાં કોરોનાના 22946 નવા કેસ નોંધાયા છે. જ્યારે 5290 લોકો સાજા થયા છે. આ સિવાય છેલ્લા કેટલાક દિવસોમાં 18 લોકોના મોત થયા છે, કેન્દ્ર સરકારની નવી માર્ગદર્શિકા અનુસાર, અન્ય વધુ 54 મૃત્યુ નોંધાયા છે. આ સાથે, કેરળ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 50,904 પર પહોંચી ગયો છે. જ્યારે સક્રિય કેસની સંખ્યા વધીને 131458 થઈ ગઈ છે.

આંધ્રપ્રદેશમાં કોરોનાના 4108 નવા કેસ
આંધ્રપ્રદેશમાં કોરોનાના 4108 નવા કેસ નોંધાયા છે. જ્યારે 696 લોકો સાજા થયા છે. આ સાથે આંધ્રપ્રદેશ રાજ્યમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા વધીને 30182 થઈ ગઈ છે.

આ પણ વાંચોઃ

Corona Vaccine on Omicron: ઓમિક્રોન પર આવી રહી પહેલી સ્વદેશી વેક્સીન, મહારાષ્ટ્રમાં પુણેમાં થઈ રહી છે તૈયારી

આ પણ વાંચોઃ

Corona Cases in Surat: બપોર સુધી શહેરમાં 880 કેસો નોંધાયા, 15 દિવસમાં સ્થિતિ પડશે થાળે: નિષ્ણાંત

Next Article