AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi Corona Update : દિલ્હીમાં કોરોનાના રેકોર્ડબ્રેક 17 હજારથી વધુ નવા કેસ, 15 એપ્રિલે કેજરીવાલની LG સાથે મહત્વની બેઠક

Delhi Corona Update : દિલ્હીમાં કોરોનાના વધતા જતા સંક્રમણને કારણે મહારાષ્ટ્ર અને રાજસ્થાનની જેમ નાઈટ કર્ફ્યુ લાગી શકે છે.

Delhi Corona Update : દિલ્હીમાં કોરોનાના રેકોર્ડબ્રેક 17 હજારથી વધુ નવા કેસ, 15 એપ્રિલે કેજરીવાલની LG સાથે મહત્વની બેઠક
PHOTO SOURCE : ANI
| Updated on: Apr 14, 2021 | 10:20 PM
Share

Delhi Corona Update : મહારાષ્ટ્ર પછી દિલ્હીમાં કોરોના વાયરસના કેસો પણ રોજ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. દિલ્હીમાં કરોનાના રેકોર્ડબ્રેક 17 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. દેશની રાજધાનીમાં વધી રહેલા કોરોના વાયરસના કેસોએ કેજરીવાલ સરકારનું ટેન્શન વધાર્યું છે. 15 એપ્રિલે મુખ્યપ્રધાન કેજરીવાલ LG સાથે મહત્વની બેઠક કરવાના છે.

17,282 નવા કેસ, 104 મૃત્યુ 14 એપ્રિલે છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાના રેકોર્ડબ્રેક કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં, 17,282 નવા કેસ નોંધાયા છે. જ્યારે 104 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. મંગળવારે રાજ્યમાં 13,468 નવા કેસ નોંધાયા છે. 30 નવેમ્બર પછી કોરોના દર્દીઓના મોતની આ સૌથી વધુ સંખ્યા છે. 30 નવેમ્બરના રોજ, 108 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. 13 એપ્રિલ મંગળવારે રાજ્યમાં 13,468 નવા કેસ નોંધાયા છે. 30 નવેમ્બર પછી કોરોના દર્દીઓના મોતની આ સૌથી વધુ સંખ્યા છે. 30 નવેમ્બરના રોજ 108 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા.દિલ્હીમાં પોઝિટિવિટી રેટ લગભગ 16 ટકા જેટલો વધી ગયો છે.દિલ્હીમાં પહેલીવાર સક્રિય દર્દીઓની સંખ્યા 50,000ને વટાવી ગઈ છે.

CM કેજરીવાલ-ઉપરાજ્યપાલણ મહત્વની બેઠક દિલ્હીમાં વધી રહેલા કોરોના સંક્રમણ અંગે મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ 15 એપ્રિલે સવારે 11 વાગ્યે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર સાથે સમીક્ષા બેઠક કરશે અને રાજ્યમાં વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા કરશે. દિલ્હીમાં વધતા જતા કોરોના સંક્રમણને લઈને આ બેઠક મહત્વની માનવામાં આવી રહી છે. દિલ્હીમાં કોરોનાના વધતા જતા સંક્રમણને કારણે મહારાષ્ટ્ર અને રાજસ્થાનની જેમ નાઈટ કર્ફ્યુ લાગી શકે છે. ઉપરાજ્યપાલ સાથે બેઠક કર્યા બાદ મુખ્યપ્રધાન કેજરીવાલ 12 વાગ્યે કોરોનાની વર્તમાન પરિસ્થિતિ અંગે આરોગ્યપ્રધાન, મુખ્યસચિવ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે પણ બેઠક કરશે.

હોટલોને હોસ્પિટલો સાથે જોડાઈ દિલ્હીમાં કોરોના દર્દીઓને વધુ સારી અને તાત્કાલિક સારવાર આપવા માટે બેન્ક્વેટ હોલ અને હોટલોને ઘણી હોસ્પિટલો સાથે જોડવામાં આવી છે, જેનાથી બેડની સંખ્યામાં વધારો થાય અને કોવિડ દર્દીઓ માટે સારવાર માટે દાખલ થવામાં મુશ્કેલી ન આવે. હળવા લક્ષણોવાળા દર્દીઓને બેંક્વેટ હોલમાં અને હોસ્પિટલમાં ગંભીર દર્દીઓની સારવાર કરવામાં આવશે. 23 હોસ્પિટલોને હોટલ અને બેન્ક્વેટ હોલ્સ સાથે જોડવામાં આવી છે.

દિલ્હીમાં ICU બેડની ભારે અછત દિલ્હીમાં ICU બેડ સુવિધાઓવાળી વેન્ટિલેટર સહિતની 94 કોવિડ-19 હોસ્પિટલોમાંથી 69 હોસ્પિટલ્સમાં તમામ ICU બેડ ભરાયા છે અને ફક્ત 79 ICU બેડ ખાલી છે. બુધવારે સત્તાવાર એપ્લિકેશનમાં અપાયેલા આંકડામાં આ માહિતી સામે આવી છે. દિલ્હી કોરોના એપ્લિકેશન મુજબ બપોરે 2 વાગ્યા સુધીમાં 110 માંથી 75 હોસ્પિટલમાં કોવિડ-19 ICUના બધા બેડ વેન્ટિલેટર વગરના હતાં. (Delhi Corona Update)

દિલ્હી બ્લાસ્ટની તપાસ NIA ને સોંપાઈ
દિલ્હી બ્લાસ્ટની તપાસ NIA ને સોંપાઈ
મોરબીમાં પોલીસે હોટલ અને ગેસ્ટહાઉસમાં ચેકિંગ હાથ ધર્યું
મોરબીમાં પોલીસે હોટલ અને ગેસ્ટહાઉસમાં ચેકિંગ હાથ ધર્યું
દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વધારાઇ, મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ એલર્ટ પર
દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વધારાઇ, મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ એલર્ટ પર
દિલ્હી બ્લાસ્ટ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ !
દિલ્હી બ્લાસ્ટ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ !
આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?
આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?
કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
g clip-path="url(#clip0_868_265)">