AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajnath Singh on POK: “વગર કઈ પણ કરે ભારતમાં આવી જશે POK”….રક્ષા મંત્રી રાજનાથ સિંહેના નિવેદને પાકિસ્તાનની ઉડાવી ઉંઘ

રાજનાથ સિંહ એકવાર ફરી પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે પાકિસ્તાન તેની પોતાની સ્થાનિક સમસ્યાઓ પર વધુ ધ્યાન આપે તો સારું. ભારત અને ભારતની બાબતોમાં દખલગીરી કરવાની કોઈ જરુર નથી.

Rajnath Singh on POK: વગર કઈ પણ કરે ભારતમાં આવી જશે POK....રક્ષા મંત્રી રાજનાથ સિંહેના નિવેદને પાકિસ્તાનની ઉડાવી ઉંઘ
Defense Minister Rajnath Singh
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2023 | 9:34 AM
Share

રક્ષા મંત્રી રાજનાથ સિંહ ગઈકાલે જમ્મુ- કશ્મીરમાં હતા ત્યારે તેમણે જમ્મુની યુનિવર્સિટીમાં સુરક્ષા સંમેલનમાં પાકિસ્તાની ઝાટકણી કાઢી હતી. રાજનાથ સિંહ આ દરમિયાન એકવાર ફરી પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે પાકિસ્તાન તેની પોતાની સ્થાનિક સમસ્યાઓ પર વધુ ધ્યાન આપે તો સારું. ભારત અને ભારતની બાબતોમાં દખલગીરી કરવાની કોઈ જરુર નથી. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે પાકિસ્તાનની સ્થિતિને જોતા એમ લાગે છે કે ભારતે પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર પાછું મેળવવા માટે હવે વધુ મહેનત કરવાની કોઈ જરૂર નથી.

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે પીઓકે એટલે કે ને ભારત પરત લાવવા માટે આ પહેલા પણ ઘણી વખત અનેક નેતાઓએ પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા છે જો કે રાજનાથ સિંહે પણ આ મુદ્દે અનેકવાર અવાજ ઉઠાવ્યો છે. ત્યારે રક્ષા મંત્રી રાજનાથ સિંહ ઉપરાંત કેન્દ્રીય ગૃહ મંત્રીએ પણ પીઓકેને લઈને પોતાનું નિવેદન આપ્યું છે. અમિત શાહે કહ્યું કે પીઓકેનો અર્થ માત્ર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર નથી પણ અક્સાઈ ચીન પણ છે. ત્યારે આ મુદ્દે રાજનાથ સિંહે પણ મેટા નિવેદન આપ્યા છે.

પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ખરાબ

રાજનાથ સિંહે જમ્મુની યુનિવર્સીટીમાં કહ્યુ હતુ કે પાકિસ્તાનની દુર્દશા જાણીતી છે. પાકિસ્તાન માત્ર રાજકીય રીતે જ અસ્થિર નથી, પરંતુ તેની અર્થવ્યવસ્થા પણ હવે કથડી ગઈ ગઈ છે. પાકિસ્તાને પોતાની અર્થવ્યવસ્થાને સુધારવા માટે ઘણા પ્રયત્નો કરવા પડશે. પાકની હાલત એવી છે તે 50 વર્ષમાં સૌથી વધુ મોંઘવારી દર સાથે ઝઝૂમી રહ્યું છે. કદાચ તેના જ કારણે ત્યાંની લોકો ગરીબીમાં ધકેલાયા છે. તેમજ મોઘવારી આસમાન આંબી રહી છે અનેક વસ્તુમાં મોટો ભાવ વધારો પર જોવા મળી રહ્યો છે. ત્યારે કિંમતો વચ્ચે લોકો પરનો બોજ ઓછો કરવા માટે, સરકારે એપ્રિલમાં મફત લોટ આપવાની ફરજ પડી હતી જેમાં પણ નાસભાગ મચી ગઈ હતી.

પાકિસ્તાનની સરકારને હવે અન્ય દેશોની મદદ પર નિર્ભર છે બાહ્ય સહાય પર પાક માટે જરુરી બની ગઈ છે અને દેશ નાદારીના જોખમમાં મૂકાયો છે. આર્થિક મોડલ વિદેશી લોન પર ખૂબ આધાર રાખે છે, ત્યારે આગામી વર્ષોમાં પાકિસ્તાને લગભગ $80 મિલિયનનું દેવું ચૂકવવાના પડકારનો સામનો કરવો પડશે.

370 બાદ જમ્મુ કશ્મીરમાં વિકાસની ગતી વધી

રાજનાથ સિંહે પોતાના નિવેદનમાં એક મહત્વની વાત કહી કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના લોકો ભારતીય કાશ્મીરનો વિકાસ અને લોકોમાં સમૃદ્ધિ પરત જોઈ રહ્યા છે અને આ જ કારણ છે કે ત્યાંના લોકો પણ પાકિસ્તાનના ક્ષય અને સેનાના આતંકવાદને સમર્થન આપી રહ્યા છે. ISI. નીતિને લઈને ચિંતિત છે. જમ્મુ અને કાશ્મીરમાં માથાદીઠ વાર્ષિક આવક 13812 રૂપિયા છે જ્યારે દૈનિક આવક 460 રૂપિયા છે. જો કે આ દર 197616 ની રાષ્ટ્રીય સરેરાશ આવક કરતા ઓછો છે, પરંતુ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની તુલનામાં, ત્યાંથી સ્થિતિ ઘણી સારી દેખાય છે.

પાકિસ્તાનમાં પીઓકેની અર્થવ્યવસ્થાનો અંદાજ લગાવી શકાય છે જેની રાષ્ટ્રીય સરેરાશ આવક 1,28,547 છે. પીઓકેના લોકો સતત જોઈ રહ્યા છે કે કલમ 370 નાબૂદ થયા પછી જમ્મુ-કાશ્મીરમાં વિકાસની ગતિ કેટલી ઝડપથી વધી છે. લોકોનું જીવન બદલાઈ ગયું છે. આવી સ્થિતિમાં પીઓકેના લોકોમાં પાકિસ્તાન પ્રત્યે કોઈ આકર્ષણ બાકી નથી.

PoKના ઘણા નેતાઓએ ભારતમાં જોડાવા તૈયાર

પાકિસ્તાન પર વધી રહેલા દેવાથી ત્યાંના લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે. પીઓકેમાં રહેતા ત્યાંના લોકો પાકિસ્તાન સરકાર સામે બળવો કરે છે. પાકિસ્તાનમાં ગમે તેટલી સરકાર હોય, પીઓકેની સ્થિતિમાં સુધારો થતો નથી. અને આ જ કારણ છે કે માત્ર PoKના સામાન્ય લોકો જ નહીં પરંતુ ત્યાંના ઘણા નેતાઓ પણ પાકિસ્તાનના કબજામાંથી આઝાદી ઈચ્છે છે. તાજેતરમાં ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાન સરકાર વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને ભારત પાસે મદદની માંગ કરવામાં આવી હતી. પીઓકેના લોકોનું કહેવું છે કે વર્તમાન શાહબાઝ સરકાર તેમની સાથે ભેદભાવ કરી રહી છે. જેની સામે લોકો દરરોજ સરઘસ કાઢે છે.

પરિસ્થિતિને જોતા, યુએસએની ડેલવેર યુનિવર્સિટીના પ્રોફેસર મુક્તદાર ખાને પાકિસ્તાન સરકારને આડે હાથ લીધી હતી અને કહ્યું હતું કે ભારતે હુમલો કરીને સમગ્ર જમ્મુ-કાશ્મીરને પોતાની સરહદમાં ભેળવી દેવું જોઈએ.

પીઓકેના એકીકરણની માંગ

સમગ્ર જમ્મુ-કાશ્મીરને એક કરવા માટે માત્ર પીઓકેમાં જ નહીં પરંતુ ભારતીય કાશ્મીરમાં પણ અવાજ ઉઠાવવામાં આવ્યો છે. અને આ અવાજ ઘણા સમયથી ઉઠી રહ્યો છે. કેન્દ્રીય રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહ પહેલા જ કહી ચુક્યા છે કે પીઓકેને આઝાદ કરવાનો અને તેને ભારતમાં સામેલ કરવાનો સમય આવી ગયો છે. સુબ્રમણ્યમ સ્વામીએ એમ પણ કહ્યું છે કે યુએનમાં પંડિત જવાહરલાલ નેહરુના પ્રસ્તાવને પાછો ખેંચીને પીઓકેને પરત લઈ શકાય છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">