ભારતની ગણતરી વિશ્વના ટોચના 25 સંરક્ષણ નિકાસકારોમાં, ટૂંક સમયમાં નંબર વન બનશે : રાજનાથ સિંહ

|

Dec 17, 2021 | 11:53 PM

રાજનાથ સિંહે કહ્યું કે NCCએ ​​આપણને ઘણી એવી મહાન હસ્તીઓ આપી છે, જેમણે દેશનું નામ આખી દુનિયામાં ઉંચું કર્યું છે. નેતાજી સુભાષ ચંદ્ર બોઝથી લઈને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ જી અને પૂર્વ રક્ષા મંત્રી મનોહર પર્રિકર જી એનસીસીમાં રહ્યા છે.

ભારતની ગણતરી વિશ્વના ટોચના 25 સંરક્ષણ નિકાસકારોમાં, ટૂંક સમયમાં નંબર વન બનશે :  રાજનાથ સિંહ
Defense Minister Rajnath Singh. (File Image)

Follow us on

ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે (Rajnath Singh) વિજય શ્રેણી અને સંસ્કૃતિઓના મહાસંગમ કાર્યક્રમને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, મને ખાતરી છે કે તમે કેડેટ્સ અને NCC અધિકારીઓ રાષ્ટ્ર નિર્માણ માટે સખત મહેનત કરી રહ્યા છો. અને આ સંસ્થાને વધુ ઉંચાઈઓ પર લઈ જઈ રહ્યા છો. તેમણે કહ્યું, “એકવાર એનસીસી કેડેટ,  હંમેશા એક એનસીસી કેડેટ રહેતા હોય છે. હું રક્ષા મંત્રી પહેલા એનસીસી કેડેટ છું.” રાજનાથ સિંહે કહ્યું કે NCCએ ​​આપણને ઘણી એવી મહાન હસ્તીઓ આપી છે, જેમણે દેશનું નામ આખી દુનિયામાં ઉંચું કર્યું છે.

નેતાજી સુભાષ ચંદ્ર બોઝથી લઈને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ જી અને પૂર્વ રક્ષા મંત્રી મનોહર પર્રિકર જી એનસીસીમાં રહ્યા છે.

ભારતની ગણતરી વિશ્વના ટોચના 25 સંરક્ષણ નિકાસકારોમાં 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

તેમણે કહ્યું, “એક સમય હતો જ્યારે ભારત સંપૂર્ણપણે સંરક્ષણ ઉત્પાદનોની આયાત પર નિર્ભર હતું. આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. ભારતની હવે વિશ્વના ટોચના 25 સંરક્ષણ નિકાસકારોમાં ગણના થાય છે. શસ્ત્રોના મામલે એક દિવસ ભારત વિશ્વનો સૌથી મોટો નિકાસકાર બની જશે.”

રાજનાથ સિંહે સાચા કેડેટનો અર્થ જણાવ્યો

રાજનાથ સિંહે કહ્યું, “સાચા કેડેટનો સાચો અર્થ શું છે, તો હું તે કહેવા માંગુ છું કે,

• કેડેટ એટલે હિંમત (courage),
• કેડેટ એટલે આત્મવિશ્વાસ (confidence),
• કેડેટ એટલે ક્ષમતા (capability),
• કેડેટ એટલે શાંતિ (calmness), વિશ્વસનીયતા (credibility), કરુણા (compassion) અને સહકાર ( Co-operation).

તેમણે કહ્યું, “તમે નવી ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ’ વિશે સાંભળ્યું જ હશે. આ નીતિ હેઠળ, આપણા બાળકો હવે વધુ સંપૂર્ણતા અને સુવિધાઓ સાથે તેમનો અભ્યાસ આગળ ધપાવી શકશે.”

આ પહેલા મંગળવારે રાજનાથ સિંહે કહ્યું હતું કે 1971ના યુદ્ધમાં પાકિસ્તાન (Pakistan)  સામે ભારતની જીત વિશ્વના ઈતિહાસની સૌથી મહત્વપૂર્ણ જીત છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનના 93 હજાર સૈનિકો ભારત સમક્ષ ઘૂંટણિયે પડવા માટે મજબૂર થયા હતા.

આ પણ વાંચો :  Maharashtra : શિવસેનાના આ ધારાસભ્યને અશ્લીલ વીડિયો કોલ દ્વારા કરવામાં આવ્યા બ્લેકમેલ, પોલીસે શરૂ કરી તપાસ

Next Article