શું હવે ભારતમાં પણ મૃત્યુ દંડની સજા પામેલા કેદીને ફાંસીના બદલે ઘાતક ઈંજેક્શનથી મોત અપાશે? સુપ્રીમ કોર્ટમાં શું થઈ દલીલો?- વાંચો
સુપ્રીમ કોર્ટે મૃત્યુદંડની સજા પામેલા કેદીઓને ફાંસીની સજાના સ્થાને જીવલેણ ઇન્જેક્શનનો ઉપયોગ કરવાના સરકારના વિરોધ પર સવાલ ઉઠાવ્યા છે. કોર્ટે કહ્યું કે સરકાર સમય સાથે પરિવર્તન લાવવા તૈયાર નથી. મૃત્યુદંડને ઘાતક ઇન્જેક્શન અથવા અન્ય પદ્ધતિઓથી બદલવાની માંગ કરતી જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન આ મુદ્દો ઉભો થયો. કોર્ટે સરકારને પૂછ્યું કે તે આ વિકલ્પ કેમ આપી શકતી નથી.

આ કેસ હાલ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે, જ્યાં એક અરજદારે મૃત્યુદંડની સજા પદ્ધતિ બદલવાની માંગ કરી છે. અરજદારે ફાંસીની જગ્યાએ ઘાતક ઇન્જેક્શન, ફાયરિંગ સ્ક્વોડ, ઇલેક્ટ્રિક ખુરશી અથવા ગેસ ચેમ્બર જેવી પદ્ધતિઓનો ઉપયોગ કરવાના વિકલ્પ સૂચવ્યા છે. અરજદારની દલીલ છે કે આ પદ્ધતિ દ્વારા થોડી મિનિટોમાં જ ગુનેદારનું મોત થઈ જાય છે જ્યારે ફાંસીમાં ઘણો સમય લાગે છે અને આ પદ્ધતિ ઘણી ક્રુર અને પીડાદાયક છે. અરજદારના વકીલ, ઋષિ મલ્હોત્રાએ કોર્ટને જણાવ્યું હતું કે, “ઓછામાં ઓછો ગુનેગાર કેદીને એ પસંદગીનો અધિકાર તો મળવો જોઈએ કે તે ફાંસી ઈચ્ચે છે કે ઘાતક ઈંજેક્શન? ઘાતક ઇન્જેક્શન ઝડપી, માનવીય અને સભ્ય છે, જ્યારે ફાંસી ક્રૂર, બર્બર અને લાંબી ચાલનારી પ્રોસેસ છે.” તેમણે એ પણ સૂચવ્યુ કે સેનામાં આવા વિકલ્પો આપવામાં આવે છે. જો કે, સરકારે તેના જવાબમાં કહ્યું, “આવા...
