
Operation Sindoor : ભારતીય સેનાએ ઘરમાં ઘૂસીને મારવાના ભાગરૂપે આજે રાત્રે 1.30 કલાકે બહાદૂરીપૂર્વક હાથ ધરેલ ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો. ભારતે માત્ર 25 મિનિટમાં 9 આતંકવાદી ઠેકાણાઓના 21 સ્થળોએ હુમલો કર્યો. આમાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે.
લશ્કર-એ-તૈયબાના મુખ્ય મથક મુરીદકે ખાતે આતંકવાદીઓના અંતિમ સંસ્કારમાં પાકિસ્તાની સેના જોડાઈ હતી. સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે, પાકિસ્તાનની સેનાના અધિકારીઓની સાથે સાથે, આતંકવાદીઓના અંતિમ સંસ્કારમાં લશ્કર-એ-તૈયબાના કમાન્ડર અબ્દુલ રઉફ પણ હાજર હતા. આ સમય દરમિયાન, પાકિસ્તાની સૈન્ય અધિકારીઓ આતંકવાદીઓની અંતિમ સંસ્કાર સમયે હાથ જોડીને અને માથું ઝૂકાવેલા જોવા મળ્યા. આતંકવાદીઓ પ્રત્યે પાકિસ્તાની સેનાનું આ દર્દ, તેમનો સાચા ચહેરાની સાથે તેમની સાચી ઓળખ સાબિત કરે છે.
વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ, કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ સાથે ઓપરેશન સિંદૂર પર પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. વિક્રમ મિશ્રીએ કહ્યું કે પહેલગામ આતંકી હુમલો, જમ્મુ અને કાશ્મીરમાં સામાન્ય સ્થિતિ પાછી લાવવાના પ્રયાસને નબળો પાડવાના ઈરાદા રૂપે કરાયો હતો. પહેલગામમાં થયેલો હુમલો પાશવી હતો, જેમાં પીડિતોને ખૂબ જ નજીકથી અને તેમના પરિવારોની આંખ સામે માથામાં ગોળી મારી દેવામાં આવી હતી.
કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂરમાં 9 આતંકવાદી છાવણીઓનો નાશ કરવામાં આવ્યો હતો. આ આતંકવાદી ઠેકાણાઓની પસંદગી અધિકૃત ગુપ્ત માહિતી અને સરહદ પારના આતંકવાદમાં આતંકીઓની સંડોવણીના આધારે કરવામાં આવી હતી. ઓપરેશન સિંદૂર દરમિયાન, પાકિસ્તાનમાં કોઈપણ લશ્કરી મથકને નિશાન બનાવવામાં આવી ન હતી. વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે કહ્યું કે, ભારત પાકિસ્તાનના કોઈપણ દુરાચારનો સામનો કરવા માટે તૈયાર છે.
7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એરસ્ટ્રાઈક અંગેના વધારે સમાચાર માટે અમારા ટોપિકને ક્લિક કરો.
Published On - 6:22 pm, Wed, 7 May 25