Dawood Ibrahim ની બહેનનો બોડીગાર્ડ શરદ પવારની પાર્ટીનો કાર્યકર્તા, નવાબ મલિકે EDને આપેલા જવાબથી મચ્યો ખળભળાટ

|

May 25, 2022 | 8:24 AM

નવાબ મલિકે (ED) ની પૂછપરછમાં જણાવ્યું કે દાઉદની (Dawood ibrahim) બહેન હસીના પારકર (Haseena parkar) સાથે નાણાકીય વ્યવહાર કર્યો હતો. તેના ડ્રાઇવર સલીમને પણ 15 લાખ રૂપિયા આપ્યા હતા.

Dawood Ibrahim ની બહેનનો બોડીગાર્ડ શરદ પવારની પાર્ટીનો કાર્યકર્તા, નવાબ મલિકે EDને આપેલા જવાબથી મચ્યો ખળભળાટ
Nawab Malik's response to ED

Follow us on

પાકિસ્તાનમાંથી (Pakistan) મુંબઈના અંડરવર્લ્ડને ચલાવનારા ડોન ડાઉદ ઇબ્રાહિમની  (Dawood ibrahim) બહેન હસીના પારકરનો બોડીગાર્ડ અને ડ્રાઇવર સલીમ પટેલ શરદ પવારની પાર્ટી NCPનો સક્રિય કાર્યકર્તા છે. મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિકે ઇડીની પૂછપરછમાં જણાવ્યું હતું કે વર્ષ 2002થી તેઓ સલીમ પટેલને જાણતા હતા તે એનસીપીનો કાર્યકર્તા હતો અને એનસીપીના તત્કાલિન મુંબઈ અધ્યક્ષ ચંદ્રકાંત ત્રિપાઠીના નેતૃત્વમાં કામ કરી રહ્યો હતો. નવાબ મલિકે (ED) ની પૂછપરછમાં જણાવ્યું કે દાઉદની (Dawood ibrahim)બહેન હસીના પારકર (Haseena parkar) સાથે નાણાકીય વ્યવહાર કર્યો હતો. તેના ડ્રાઇવર સલીમને પણ 15 લાકત રૂપિયા આપ્યા હતા.

નવાબ મલિકે ઇડીને જણાવ્યું કે તે સમયે તેઓએ સલીમ પટેલ સાથે કુર્લાના ગોવાવાળા કંપાઉન્ડની જમીનનો સોદો કર્યો હતો. તે સમયે તેમને સલીમ પટેલ વિશે વધારે જાણકારી નહોતી. આ સોદામાં નવાબ મલિકના ભાઈ અસલમ મલિકની મોટી ભૂમિકા રહી હતી. નવાબ મલિકે ઇડીની પૂછપરછમાં જણાવ્યું કે વર્ષ 2005માં તેમને સલીમ પટેલ વિશે લોકોને પૂછ્યું હતું તે સમયે પણ સલીમના ગુનાઇત પૃષ્ઠ ભૂમિ અંગે માહિતી મળી નોહતી. પછી તેમને ખબર પડી કે સલીમ પટેલ દાઉદ ઇબ્રાહિમની બહેન હસીના પારકરનો ઘણો નજીકનો માણસ છે અને હસીના પારકર આર્થિક લેવડ દેવડ તેના દ્વારા જ કરતી હતી.

નવાબ મલિકે આપ્યા હતા હસીના પારકરને 15 લાખ રૂપિયા

મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિકે જણાવ્યું હતું કે હસીના પારકરના આ નજીકના શખ્સ સલીમ પટેલને તેમણે 15 લાખ રૂપિયા આપ્યા હતા. દાઉદ ઇબ્રાહિમથી સંબંધિત જમીનની લેવડ દેવડમાં સામેલ બીજા આરોપી સરદાર શાહ વલી ખાનને નવાબ મલિકે સોદાની અવેજમાં 5 લાખ રૂપિયા આપ્યાની વાત સ્વીકારી હતી. હસીના પારકરને કેશમાં 5 લાખ રૂપિયા અને ચેકના માધ્યમથી 5 લાખ રૂપિયા આપ્યાની વાત પણ સ્વીકારી હતી. નવાબ મલિકે ઇડીને જણાવ્યું હતું કે આ નાણાં તેમણે તેમના દીકરા ફરાઝ મલિક અને ભાઈ અસલમ મલિકની સામે જ આપ્યા હતા.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

શું છે આખો મુદ્દો?

નવાબ મલિક પર આરોપ છે કે તેમણે મુંબઇના કુર્લામાં દાઉડ ઇબ્રાહિમ સંબંધિત લોકો સાથે અને મુંબઈ બ્લાસ્ટના આરોપી સાથે જમીનનો સોદો કર્યો છે. તેમણે 300 કરોડથી વધારે કિંમતની જમીન કોડીના ભાવે ખરીદી હતી. આ જમીન વાસ્તવમાં મુનીરા પ્લબંરના નામે હતી. જમીનના માલિક પર દબાણ ઉભુ કરીને હસીના પારકરના ખાસ માણસ સલીમ પટેલ તથા સરદાર શાહ વલી ખાનના નામ પર પાવર ઓફ એર્ટની ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ 30 લાખ રૂપિયામાં સોદો નક્કી કરવામાં આવ્યો હતો. તેમાં 20 લાખ રૂપિયાની કિંમત આપી દેવામાં આવી હતી, પંરતુ અસલ જમીન માલિકને એક પૈસો પણ આપવામાં આવ્યો નહોતો.

સોદાની અવેજમાં જે નાણાં હસીના પારકરને આપવામાં આવ્યા ત્યાર બાદ વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસના ઝણાવ્યા પ્રમાણે મુંબઇમાં ત્રણ ધ઼ડાકા થયા હતા. એટલે કે જમીનમાંથી મેળવેલા નાણાં ડી કંપનીના ટેરર ફડિંગના ઉપયોગ માટે લેવામાં આવ્યા હતા.

દાઉદ ઇબ્રાહિમ કનેક્શનના કારણે બીજેપી સતત નવાબ મલિકના રાજીનામાંની માંગણી કરી રહી છે. પરંતુ એનસીપીએ નવાબ મલિકનું રાજીનામું કોર્ટના અંતિમ નિર્ણય સુધી લેવાનો ઇન્કાર કર્યો છે.

Published On - 8:12 am, Wed, 25 May 22

Next Article