દેશના 12 રાજ્યોમાં થઈ શકે છે ‘અંધારું’! કોલસાની અછત હશે વીજળી સંકટનું કારણ, સરકારને અપાઈ ચેતવણી
દેશના 12 રાજ્યોમાં અંધકાર છવાઈ જવાનો ખતરો ઉભો થવા લાગ્યો છે. તેની પાછળનું કારણ એ છે કે, દેશમાં કોલસાનો સ્ટોક ઘટી રહ્યો છે. હકીકતમાં ઓલ ઈન્ડિયા પાવર એન્જિનિયર્સ ફેડરેશન (AIPEF) એ કેન્દ્ર અને રાજ્ય સરકારોનું ધ્યાન ઘરેલું થર્મલ પાવર પ્લાન્ટ્સ માટે કોલસાની કટોકટી ભંડાર ઘટવા તરફ દોર્યું છે.
Energy Crisis in India: દેશના 12 રાજ્યોમાં અંધકાર છવાઈ જવાનો ખતરો (Energy Crisis in India) ઉભો થવા લાગ્યો છે. તેની પાછળનું કારણ એ છે કે, દેશમાં કોલસાનો સ્ટોક ઘટી રહ્યો છે. હકીકતમાં ઓલ ઈન્ડિયા પાવર એન્જિનિયર્સ ફેડરેશન (AIPEF) એ કેન્દ્ર અને રાજ્ય સરકારોનું ધ્યાન ઘરેલું થર્મલ પાવર પ્લાન્ટ્સ માટે કોલસાની કટોકટી ભંડાર ઘટવા તરફ દોર્યું છે. તેણે 12 રાજ્યોમાં ઉર્જા સંકટની ચેતવણી આપી છે. ફેડરેશનના પ્રમુખ શૈલેન્દ્ર દુબેએ જણાવ્યું હતું કે ઉર્જા ઉત્પન્ન કરવા માટે થર્મલ પાવર યુનિટમાં આગ લગાડવા માટે કોલસાના ઓછા સ્ટોકને કારણે સંકટ વધુ વકરી શકે છે. સરકારે પણ તાજેતરમાં આ ઉર્જા સંકટનો સ્વીકાર કર્યો હતો.
શૈલેન્દ્ર દુબેએ કહ્યું, ગત વર્ષે ઓક્ટોબર બાદ ફરી એકવાર 12 રાજ્યોમાં કોલસાનું સંકટ જોવા મળી રહ્યું છે. એપ્રિલના પ્રથમ પખવાડિયામાં ઘરેલું વીજળીની માંગ મહિનાની 38 વર્ષની ઊંચી સપાટીએ પહોંચી હતી. ગયા વર્ષે ઓક્ટોબરમાં પાવર શોર્ટફોલ 1.1 ટકા હતો, જે આ વર્ષે એપ્રિલમાં વધીને 1.4 ટકા થયો છે. તેમણે સરકારને વિનંતી કરી કે વીજ કટોકટી ટાળવા માટે થર્મલ પાવર સ્ટેશનોમાં કોલસાના ભંડારને ફરી ભરવા માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ.
તાપમાન વધવાથી વીજળીની માંગ વધશે
AIPEFએ કહ્યું કે, કોલસાની અછતને કારણે થર્મલ પાવર જનરેશનને અસર થશે. ગત વર્ષે ઓક્ટોબરમાં પણ આવું થઈ ચૂક્યું છે. ઉત્તર પ્રદેશમાં વીજળીની માંગ 21,000 મેગાવોટ પર પહોંચી ગઈ છે, જ્યારે ત્યાં 19,000-20,000 મેગાવોટ સપ્લાય કરવામાં આવી રહી છે. ફેડરેશનના પ્રમુખે કહ્યું, જો કે, યુપી રાજ્ય વિદ્યુત ઉત્પદન નિગમ દ્વારા સંચાલિત થર્મલ પાવર પ્લાન્ટ્સમાં કોલસાની કોઈ ગંભીર કટોકટી નથી. તેમનો અનામત સ્ટોક પ્રમાણભૂત ધોરણોના માત્ર 26 ટકા છે. જેમ જેમ તાપમાન વધશે તેમ તેમ વીજળીની માંગમાં પણ વધારો થશે જેના કારણે પરિસ્થિતિ મુશ્કેલ બની શકે છે.
સરકારે તેમને સંકટ પાછળનું કારણ જણાવ્યું
શૈલેન્દ્ર દુબેએ કહ્યું કે, આ સ્થિતિ પાછળનું કારણ મેનેજમેન્ટની દૂરંદેશીનો અભાવ છે. તેમણે કહ્યું કે, ગયા વર્ષે ઓક્ટોબરમાં કોલસાની અછતને કારણે પરિચા થર્મલ પાવર સ્ટેશન બંધ કરવું પડ્યું હતું. કેન્દ્રીય ઉર્જા મંત્રી આર.કે. સિંહે કોલસાની કટોકટી માટે રૂસો-યુક્રેન યુદ્ધને કારણે આયાતી કોલસાના ભાવમાં ભારે વધારો જવાબદાર ગણાવ્યો છે. તે જ સમયે, તેમણે કહ્યું છે કે, પાવર સ્ટેશનો સુધી કોલસો લઈ જવા માટે ટ્રેનોની અછત પણ સંકટનું કારણ છે. થર્મલ પાવર સ્ટેશનોને કોલસો સપ્લાય કરવા માટે દેશમાં 453 કોચની જરૂર છે, જ્યારે એપ્રિલના પ્રથમ સપ્તાહમાં માત્ર 379 કોચ ઉપલબ્ધ હતા.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો