Breaking News : આવી રહ્યું છે વાવાઝોડું! 19 નવેમ્બરે ધારણ કરશે અંતિ ગંભીર સ્વરૂપ, 60થી 70 કિમી પ્રતિ કલાક

Breaking News : આવી રહ્યું છે વાવાઝોડું! 19 નવેમ્બરે ધારણ કરશે અંતિ ગંભીર સ્વરૂપ, 60થી 70 કિમી પ્રતિ કલાક

| Updated on: Nov 16, 2026 | 8:53 PM

આગામી 20 દિવસમાં ત્રીજો ખતરો, એક નવું વાવાઝોડું સક્રિય થયું છે. 19 નવેમ્બરે તે અતિ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે, જેમાં 60-70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

છેલ્લા 20 દિવસમાં ત્રીજો વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે, જેમાં વધુ એક ચક્રવાતી સિસ્ટમ સક્રિય થઈ છે. બંગાળની ખાડીમાંથી ઉદ્ભવેલું આ વાવાઝોડું આગામી 24 કલાકમાં આગળ વધી શકે છે. હવામાન વિભાગના અનુમાન મુજબ, 19 નવેમ્બરના રોજ તે અતિ ગંભીર સ્વરૂપ ધારણ કરે તેવી સંભાવના છે.

જ્યારે આ વાવાઝોડું ત્રાટકશે, ત્યારે 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સેટેલાઇટ ઇમેજમાં પણ તેની તીવ્રતા સ્પષ્ટપણે જોઈ શકાય છે, જે દક્ષિણ ભારત સુધી તેની અસર દર્શાવે છે. આંધ્રપ્રદેશ અને યાનમના દરિયાકાંઠાના વિસ્તારોને આ વાવાઝોડું સીધી અસર કરી શકે છે.

ભૂતકાળમાં પણ આ જ દરિયાકાંઠા પર અર્ણવ વાવાઝોડું ટકરાયું હતું. તામિલનાડુમાં પણ તેની અસર જોવા મળી શકે છે. લોકોને સાવચેત રહેવા અને જરૂરી સાવચેતીના પગલાં લેવા અપીલ કરવામાં આવી છે.

શાળાઓની મંજૂરીના નિયમો બદલાયા, કોંગ્રેસથી લઈને સંચાલકો સુધી કેમ થયો વિરોધ?

Published on: Nov 16, 2026 08:53 PM
Follow Us
Loading...
Unable to load recommendations.