Cyclone Tauktae: TV9gujarati.com પર જાતે ચેક કરો Cyclone નું લાઇવ વિન્ડ ડિરેક્શન

|

May 15, 2021 | 4:44 PM

TV9gujarati.com Cyclone Tauktae પર બારીકાઇથી નજર રાખી રહ્યું છે. તેમજ વાવાઝોડા અંગેની દરેક માહિતી પળે પળ અપડેટ કરી રહ્યું છે. તેમજ તમે પણ આ માહિતી અને લાઈવ વિન્ડ ડિરેક્શન અમારી સાથે Windy.com ના લાઇવ ડિરેક્શનથી જોઇ શકો છો.

Cyclone Tauktae: TV9gujarati.com પર જાતે ચેક કરો Cyclone નું લાઇવ વિન્ડ ડિરેક્શન
Windy Screenshot ( File Photo )

Follow us on

Cyclone Tauktae વાવાઝોડું ધીરે ધીરે ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. તેમજ વાવાઝોડું જેમ જેમ આગળ વધી રહ્યું છે તેમ તેમ રાજ્યના દરિયાકાંઠે અને તેના આસપાસના પ્રભાવિત વિસ્તારમાં લોકોની ચિંતા વધી રહી છે. તેવા સમયે TV9gujarati.com આ સમગ્ર ઘટનાક્રમ પર બારીકાઇથી નજર રાખી રહ્યું છે. તેમજ વાવાઝોડા અંગેની દરેક માહિતી પળે પળ અપડેટ કરી રહ્યું છે. તેમજ તમે પણ આ માહિતી અને લાઈવ વિન્ડ ડિરેક્શન અમારી સાથે Windy.com ના લાઇવ વિન્ડ  ડિરેક્શનથી જોઇ શકો છો. તેમજ તમે જાતે પણ આ Cyclone Tauktae  ની ગતિ દિશા અને લોકેશન જાણી શકો છો.

Windy.com નો કેવી રીતે ઉપયોગ કરશો

લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ

જેમાં તમે Windy.com પર વચ્ચે કિલક કરશો તો નીચે  પ્લે બટન જોવા મળશે તેની પર ક્લિક કરવાથી  અને તમને વાવાઝોડાની ગતિ અને દિશા જોવા મળશે
જ્યારે તમે Windy.com પર જમણી બાજુ ઉપર (+ ) નિશાની પર ક્લિક કરશો તો તમને તે નજીકના લોકેશન દેખાડશે
જ્યારે તમે Windy.com પર જમણી બાજુ ઉપર( -) નિશાની પર ક્લિક કરશો તમને ઓરિજિનલ અથવા દૂર લોકેશન જોવા મળશે.

18 મેના રોજ ગુજરાતના દરિયા કિનારે ત્રાટકે તેવી સંભાવના 

ગુજરાત પર અરબી સમુદ્રમાં સક્રિય થયેલાCyclone Tauktae નું સંકટ તોળાઈ રહ્યું છે.. આગામી 24 કલાકમાં વાવાઝોડું વધુ મજબૂત બનશે અને ગુજરાતના દરિયા કિનારા તરફ આગળ વધશે. હાલમાં તે દક્ષિણ અને દક્ષિણ પૂર્વ વેરાવળથી 920 કિલોમીટર દૂર છે. જે 18 મેના રોજ ગુજરાતના દરિયા કિનારે ત્રાટકશે.

વોવઝોડાનાં પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. વાવાઝોડાની અસરથી દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. 15 અને 16 તારીખે ભારે વરસાદની આગાહી કરાઈ છે. 15 અને 16 મેએ લક્ષદ્વીપ ટાપુ, કેરળ, તામિલનાડુ, કર્ણાટક, ગોવામાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે ગુજરાતમાં આ વાવાઝોડાની અસરથી 17, 18 અને 19 મેના ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

તૌકતે વાવાઝોડાની આગાહી પગલે તેમજ અરબી સમુદ્રમાં ઉઠેલા લો પ્રેશરના કારણે બંદરો પર સર્તકતા જોવા મળી રહી છે. આ સાથે જ વિવિધ બંદરો પર વિવિધ બંદરો પર સિગ્નલ લગાડવામાં આવ્યા છે. તો બીજી તરફ તૌક્તે વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્રમાં NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે.

NDRFની 2 ટીમ અમરેલી, 1 ટીમ ભાવનગર, 2 ટીમ ગીર સોમનાથ, 2 ટીમ પોરબંદર,2 ટીમ દેવભૂમિ દ્રારકા, 2 ટીમ જામનગર, 2 ટીમ રાજકોટ અને 2 ટીમ કચ્છ પહોંચશે. રાજકોટ એરપોર્ટ પર અલગ અલગ રાજ્યોમાંથી ટીમ પહોંચશે.

આ પણ વાંચો : Cyclone Tauktae Tracker and Updates: 6 કલાકમાં ગંભીર સ્વરૂપમાં આવી જશે તૌકતે, જુઓ ક્યાંથી આવી રહ્યું છે અને ક્યાં છે હાલમાં વાવાઝોડુ LIVE

Published On - 4:37 pm, Sat, 15 May 21

Next Article