Cyclone Jawad: આંધ્ર પ્રદેશમાં 54 હજાર લોકોનું સ્થળાંતર, NDRF-SDRFની 16 ટીમ ખડેપગે

|

Dec 04, 2021 | 7:52 AM

અમરાવતી હવામાન વિભાગના નિર્દેશક સ્ટેલા સેમ્યુઅલે (Amravati Meteorological Department Director Stella Samuel) જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાક દરમિયાન તે ફરી ઉત્તર, ઉત્તરપૂર્વ તરફ આગળ વધીને ઓડિશાના દરિયાકાંઠે આગળ વધે તેવી શક્યતા છે.

Cyclone Jawad: આંધ્ર પ્રદેશમાં 54 હજાર લોકોનું સ્થળાંતર, NDRF-SDRFની 16 ટીમ ખડેપગે
Cyclone Jawad

Follow us on

Cyclone Jawad: ચક્રવાત જવાદ શનિવારે ઉત્તર આંધ્ર પ્રદેશ (Andhra Pradesh) માં પહોંચવાની સંભાવના વચ્ચે, રાજ્ય સરકારે ત્રણ જિલ્લામાંથી 54,008 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા છે. જ્યારે ઓડિશામાં ચક્રવાતને ધ્યાનમાં રાખીને, 19 જિલ્લાઓમાં શાળા અને જાહેર શિક્ષણ વિભાગ સાથે જોડાયેલ તમામ સરકારી, અનુદાનિત અને ખાનગી શાળાઓ આજે બંધ રહેશે.

રેસ્ક્યુ ટીમે આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાંથી 15,755 લોકોને, વિઝિયાનગરમમાંથી 1,700 અને વિશાખાપટ્ટનમમાંથી 36,553 લોકોને બચાવ્યા છે. ઉપરાંત, સરકારે શાળાઓ અને કોમ્યુનિટી હોલમાં 197 રાહત શિબિરોની સ્થાપના કરી છે. નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ (NDRF) ની 11 ટીમો તૈનાત કરવામાં આવી છે, જ્યારે રાજ્ય આપત્તિ રાહત દળ (SDRF)ની 5 ટીમો અને કોસ્ટ ગાર્ડની 6 ટીમો તૈનાત કરવામાં આવી છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આંધ્રપ્રદેશમાં 197 રાહત શિબિરો
આંધ્ર પ્રદેશ સરકારે શાળાઓ અને કોમ્યુનિટી હોલમાં 197 રાહત શિબિરોની સ્થાપના કરી છે. ગ્રામ સચિવ અને જિલ્લા કલેક્ટર કચેરી રાતોરાત કામ કરશે. બે હેલિકોપ્ટરને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. કોઈપણ અણધારી પરિસ્થિતિને પહોંચી વળવા માટે એક કરોડ રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે.

ઓડિશામાં ચક્રવાતને જોતા મોટા પાયે તૈયારીઓ કરવામાં આવી છે. ઓડિશામાં ચક્રવાતને ધ્યાનમાં રાખીને, 19 જિલ્લાઓમાં શાળા અને સામૂહિક શિક્ષણ વિભાગ સાથે જોડાયેલ તમામ સરકારી, અનુદાનિત અને ખાનગી શાળાઓ આજે બંધ રહેશે.

હવામાન વિભાગ પાસે ઉપલબ્ધ માહિતી અનુસાર, 130 વર્ષ બાદ ડિસેમ્બરમાં ઘણા ચક્રવાત ઓડિશાના દરિયાકાંઠે ત્રાટકી રહ્યા છે. હવામાન વિભાગનું કહેવું છે કે જ્યારથી હવામાન વિભાગે ડેટા રાખવાનું શરૂ કર્યું છે ત્યારથી ડિસેમ્બરમાં વધારે ચક્રવાત નથી થયું. ચક્રવાત છેલ્લે 130 વર્ષ પહેલા ડિસેમ્બરમાં 1891માં ઓડિશાના દરિયાકાંઠે અથડાયું હતું. અને તે પછી તેની નોંધ કરવામાં આવી ન હતી.

100ની ઝડપે પવન ફૂંકાશેઃ હવામાન વિભાગ
ચક્રવાત જવાદની ગંભીરતા વિશે અમરાવતી હવામાન વિભાગના નિર્દેશક સ્ટેલા સેમ્યુઅલે (Amravati Meteorological Department Director Stella Samuel) જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાક દરમિયાન તે ફરી ઉત્તર, ઉત્તરપૂર્વ તરફ આગળ વધીને ઓડિશાના દરિયાકાંઠે આગળ વધે તેવી શક્યતા છે. તેમજ પવનની સતત ગતિ 80 થી 90 કિમી પ્રતિ કલાકની રહેશે. તે મહત્તમ 100 કિમી પ્રતિ કલાકની ઝડપે જાય તેવી શક્યતા છે. ભારે પવનને કારણે વૃક્ષો અને વીજ થાંભલા ધરાશાયી થવાની સંભાવના છે.

હવામાન વિભાગે ચેતવણી આપી છે કે નીચાણવાળા વિસ્તારોના લોકોએ સલામત સ્થળે રહેવું જોઈએ. ચક્રવાતી વાવાઝોડાને કારણે લોકોએ સલામત સ્થળોએ રહેવું જોઈએ કારણ કે તે લેન્ડફોલ (Land Fall) થવાની સંભાવના છે.

સ્ટેલા સેમ્યુઅલે એમ પણ જણાવ્યું હતું કે ચક્રવાતી વાવાઝોડાને કારણે, ઉત્તર કોસ્ટલ આંધ્ર પ્રદેશમાં મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. બંગાળની ખાડી પર પવનની ઝડપ 90 થી 100 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની સંભાવના હોવાથી માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવે છે.

બંગાળની પશ્ચિમ મધ્ય ખાડી પરનું ચક્રવાતી તોફાન ‘જવાદ’ છેલ્લા 6 કલાક દરમિયાન 9 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રહ્યું હતું અને ગઈકાલે રાત્રે 11.30 વાગ્યે પશ્ચિમ-મધ્ય ખાડી પર કેન્દ્રિત થયું હતું. તે આજે સવાર સુધીમાં ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને ઉત્તર આંધ્ર પ્રદેશ-દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠેથી પશ્ચિમ બંગાળની ખાડી પહોંચે તેવી સંભાવના છે.

ત્યારપછી, તે ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ વળે, રવિવારની બપોરના સુમારે ઓડિશાના કિનારે પુરી સુધી પહોંચે અને ધીમે ધીમે નબળું પડવાની સંભાવના છે. ત્યારપછી, તે ઓડિશાના કિનારે ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ પશ્ચિમ બંગાળના કિનારા તરફ આગળ વધે અને વધુ નબળું પડે તેવી શક્યતા છે.

આ પણ વાંચો: Global Hunger Index: સરકારે સંસદમાં કહ્યું ગ્લોબલ હંગર ઈન્ડેક્સ ભારતનું સાચું ચિત્ર બતાવતું નથી, માપવાના પરિમાણ ખોટા

આ પણ વાંચો: Video : આર્ટિસ્ટે પેપર પર એવી કલાકારી કરી કે વીડિયો થયો વાયરલ, ટેલેન્ટ જોઈને યુઝર્સ મોઢામાં આંગળા નાખી ગયા !

Next Article