જોધપુરના 10 વિસ્તારમાં કરફ્યુ, CM અશોક ગેહલોતે બોલાવી બેઠક, દોષિતો સામે પગલાં ભરવા ગજેન્દ્રસિંહે ઉચ્ચારી ચેતવણી

|

May 03, 2022 | 5:09 PM

રાજસ્થાનના જોધપુરમાં આવતીકાલ બુધવાર સુધી ઘણા વિસ્તારોમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. ઈદના અવસર પર થયેલા તોફાન બાદ તણાવને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. કુલ 10 પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.

જોધપુરના 10 વિસ્તારમાં કરફ્યુ, CM અશોક ગેહલોતે બોલાવી બેઠક, દોષિતો સામે પગલાં ભરવા ગજેન્દ્રસિંહે ઉચ્ચારી ચેતવણી
Curfew in 10 police station areas of Jodhpur

Follow us on

રાજસ્થાનના જોધપુરમાં (Jodhpur ) જલોરી ગેટ ચોક ખાતે ઈદની નમાઝ દરમિયાન થયેલી અથડામણ બાદ, તણાવને જોતા, આવતીકાલ બુધવાર સુધી 10 પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્ફ્યુ (Curfew) લાદી દેવામાં આવ્યો છે. આ સાથે જ મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે (Ashok Gehlot)આ મામલે બેઠક બોલાવી છે. દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ ઘટના અંગે રિપોર્ટ માંગ્યો છે. જ્યારે સાંસદ ગજેન્દ્ર સિંહ શેખાવતે (Gajendra Singh Shekhawat) વહીવટીતંત્રને ચેતવણી આપી છે કે જો આ ઘટનામાં કોઈ પગલાં લેવામાં નહીં આવે તો તેઓ જોધપુરના જલોરી ગેટ પર વિરોધ પ્રદર્શન કરશે.

આ વિસ્તારોમાં કર્ફ્યુ લાદી દેવાયો

પોલીસ ડેપ્યુટી કમિશનર રાજકુમાર ચૌધરીએ જાહેર કરેલા આદેશ અનુસાર જોધપુર કમિશનરેટના પૂર્વ જિલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉદયમંદિર, સદર કોતવાલી, સદર બજાર, નાગોરી ગેટ, ખંડા ફાલસામાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત જિલ્લા પશ્ચિમના પ્રતાપનગર, પ્રતાપનગર સદર, દેવનગર, સુરસાગર અને સરદારપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ કર્ફ્યુ લાદવાના આદેશો કરવામાં આવ્યા છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે આ વિસ્તારોમાં આજે મંગળવાર બપોરે 1 વાગ્યાથી આવતીકાલે બુધવારે મધરાત 12 સુધી કર્ફ્યુ ચાલુ રહેશે. આ મુજબ કોઈ પણ વ્યક્તિ પરવાનગી પત્ર વિના પોતાના ઘરની બહાર નહીં નિકળી શકે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે પરિસ્થિતિને જોતા કર્ફ્યુની અવધિ પણ વધારી શકાય છે. આ પહેલા મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે આ ઘટના પર પ્રતિક્રિયા આપી હતી અને તેને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું હતું. તેમણે દરેકને શાંતિ જાળવવાની અપીલ પણ કરી હતી.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

ધાર્મિક ધ્વજ ફરકાવવા પર વિવાદનો ભય

અત્રે ઉલ્લેખનીય છે કે, જોધપુર શહેરના જલોરી ગેટ ચોક પર સોમવારે રાત્રે હંગામો થયો હતો. એવું માનવામાં આવે છે કે આ વિવાદ ધાર્મિક ધ્વજને હટાવવાને લઈને થયો છે. આ પછી જિલ્લામાં ઈન્ટરનેટ સેવા આગામી આદેશ સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. ઘટના વિશે જણાવવામાં આવી રહ્યું છે કે નાની વાત પર થયેલી દલીલ બાદમાં મારામારીમાં ફેરવાઈ ગઈ. સોમવારે રાત્રે જલોરી ગેટ ચોક પર સ્વાતંત્ર્ય સેનાની બાલ મુકુંદ બિસ્સાની પ્રતિમા પર ધ્વજ અને ઈદના બેનરો ઈન્ટરસેક્શન સર્કલ પર લગાવવામાં આવતા વિવાદ સર્જાયો હતો. આ સિવાય રોષે ભરાયેલા લોકો ઈદની નમાજ માટે જલોરી ગેટ ચાર રસ્તા સુધી લાઉડસ્પીકર લગાવવા માટે એકઠા થયા હતા.

Next Article