CRPFના જવાનોએ પૂરમાં તણાઈ રહેલી કિશોરીનો બચાવ્યો જીવ, CRPFએ સોશિયલ મીડિયા પર શેર કર્યો બહાદૂરીનો VIDEO, જોઈને તમને પણ જવાનો પર ગર્વ થશે

|

Jul 16, 2019 | 6:39 AM

જમ્મુ-કાશ્મીરમાં CRPFના જવાને 14 વર્ષની કિશોરીનો જીવ બચાવ્યો છે. જેનો VIDEO CRPFએ ટ્વીટ કરીને જવાનોની બહાદૂરીને બીરદાવી છે. હાલમાં આ VIDEO સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. VIDEOમાં જોઈ શકાય છે કે- એક કિશોરી પૂરમાં તણાઈ રહી છે. તે સમય દરમિયાન CRPFના કેટલાક જવાનો ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. જેમાંથી કોન્સ્ટેબલ એમજી નાયડૂ કિશોરીને […]

CRPFના જવાનોએ પૂરમાં તણાઈ રહેલી કિશોરીનો બચાવ્યો જીવ, CRPFએ સોશિયલ મીડિયા પર શેર કર્યો બહાદૂરીનો VIDEO, જોઈને તમને પણ જવાનો પર ગર્વ થશે

Follow us on

જમ્મુ-કાશ્મીરમાં CRPFના જવાને 14 વર્ષની કિશોરીનો જીવ બચાવ્યો છે. જેનો VIDEO CRPFએ ટ્વીટ કરીને જવાનોની બહાદૂરીને બીરદાવી છે. હાલમાં આ VIDEO સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. VIDEOમાં જોઈ શકાય છે કે- એક કિશોરી પૂરમાં તણાઈ રહી છે. તે સમય દરમિયાન CRPFના કેટલાક જવાનો ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. જેમાંથી કોન્સ્ટેબલ એમજી નાયડૂ કિશોરીને તણાતી જોઈને દોડતા દોડતા નદીમાં ઝંપલાવે છે.

તેમની પાછળ કોન્સ્ટેબલ એન. ઉપેન્દ્ર પણ દોડે છે. અને ગણતરીની સેકન્ડોમાં જ કિશોરીને પૂરમાંથી તણાતી બચાવી લે છે. જો થોડું પણ મોડું થયું હોત તો, બાજી હાથમાંથી જતી રહી હોત. બાળકી તણાઈ ગઈ હોત. પરંતુ જવાનોની બહાદૂરી અને સતર્કતાના કારણે આજે આ બાળકી સલામત છે. 23 સેકન્ડનો આ વીડિયો શેર કરતા CRPFએ કેપ્શનમાં લખ્યું છે કે- 176ના કોન્સ્ટેબલ એમજી નાયડૂ અને કોન્સ્ટેબલ ઉપેન્દ્ર 14 વર્ષની બાળકીને નદીમાં ડૂબતા બચાવી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

બહાદૂર લોકો બે વખત નથી વિચારતા અને કૂદી જાય છે. બેજોડ વીરતા અને ટીમ સ્પીરીટથી કાશ્મીરમાં એક જિંદગી બચાવી. આ VIDEO હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થતા દિગ્ગજો પણ આ જવાનોના વખાણ કરી રહ્યા છે. કારણ કે હાથમાં કોઈ સલામતી સાધન નહોતું કે શરીર પર લાઈફ જેકેટ પણ નહોતું છતા ક્ષણવારનો વિચાર કર્યા વિના આ બહાદૂર જવાનો તણાતી બાળકીને જોઈને પાણીમાં કૂદી પડે છે. જે ભારતીય જવાનોનો જુસ્સો કેટલો દમદાર છે, તે દર્શાવે છે. આ દ્રશ્યો જ કહે છે કે ભારતીય જવાનોની બહાદૂરી હંમેશા બિરદાવવાને લાયક હોય છે. આવા વીર જવાનો દેશનું ગૌરવ છે.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article