CRPF જવાને 7 વાર કર્યું હવામાં ફાયરિંગ, 8મી વખત પોતાની જાતને મારી ગોળી

|

Jan 07, 2023 | 9:06 AM

7 વાર હવામાં ફાયરિંગ કર્યા બાદ પોતાની જાતની ગોળી મારનાર જવાનની ઓળખ અમિત કુમાર સિંહ તરીકે થઈ છે. પોલીસે જણાવ્યું કે, હજુ સુધી આ ઘટના વિશે વધારે જાણકારી મળી નથી, પરંતુ એવી આશંકા છે કે પરિવારમાં વિવાદને કારણે જવાને આ પગલું ભર્યું હોઈ શકે છે.

CRPF જવાને 7 વાર કર્યું હવામાં ફાયરિંગ, 8મી વખત પોતાની જાતને મારી ગોળી
પ્રતીકાત્મક ફોટો

Follow us on

ઝારખંડના ચાઈબાસામાં એક CRPF જવાને પોતાની જાતને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. જવાને પહેલા હવામાં 7 વાર ગોળીબાર કર્યા અને આઠમું ફાયરિંગ પોતાની જાત પર કર્યું હતું. મળતી માહિતી મુજબ ઘટનાસ્થળે જ જવાનનું મોત નીપજ્યું હતું. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી, જવાનના મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. આ ઘટના ચાઈબાસાના ગોઈલકેરાના અરહસા ગામમાં આવેલા CRPFની 60મી બટાલિયનનો છે.

મૃતક જવાનની ઓળખ અમિત કુમાર સિંહ તરીકે થઈ છે. પોલીસે જણાવ્યું કે હજુ સુધી આ ઘટનાના વિશે કોઈ ચોક્કસ માહિતી મળી નથી, પરંતુ એવી આશંકા છે કે પરિવારના વિવાદને કારણે જવાને આ પગલું ભર્યું હોઈ શકે છે. હાલ પોલીસે સંબંધીઓ અને અધિકારીઓના નિવેદનના આધારે ઘટનાની તપાસ શરૂ કરી છે. CRPFની 60મી બટાલિયનના કમાન્ડન્ટ આનંદ જેરાઈએ આ ઘટનાની પુષ્ટિ કરી જણાવ્યું કે આત્મહત્યાના કારણની તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ પ્રાથમિક માહિતી અનુસાર, પારિવારિક વિવાદને કારણે જવાને મોતને વ્હાલુ કર્યું છે.

ઝારખંડમાં ફરજ બજાવતો હતો જવાન

ગુરુવારે રાત્રે જવાન અમિત કુમાર સિંહને ઝારખંડની સંત્રી ડ્યુટી પર ફરજમાં હતો. ચાર્જ સંભાળ્યાના થોડા સમય બાદ તેણે પહેલા હવામાં સાત ગોળી ચલાવી હતી, જ્યારે આઠમી ગોળી પોતાના પર ચલાવી હતી. જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ફાયરિંગનો અવાજ સાંભળીને અન્ય જવાનો બહાર આવ્યા અને જોયું કે જવાન અમિત લોહીથી લથપથ જમીન પર પડેલો હતો.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

જવાન મુળ જમ્મુના ડોગરાનો રહેવાસી

કમાન્ડરના જણાવ્યા મુજબ, જવાન અમિતને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. તેમણે જણાવ્યું કે આ ઘટનાની જાણકારી જવાનના પરિવારજનોને આપવામાં આવી છે. તે મૂળ જમ્મુના ડોગરાના લોસો પડવા ગામનો રહેવાસી હતો. કયા કારણે જવાને આત્મહત્યા કરી તે પોલીસની તપાસ પૂર્ણ થયા બાદ જ જાણી શકાશે.

Next Article