Shocking : જમ્મુ-કાશ્મીરમાં સાથીદારો પર ફાયરિંગ કરીને જવાને કરી આત્મહત્યા, કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ
જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) ઉધમપુર જિલ્લામાં ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસની 8 મી બટાલિયનના એક કોન્સ્ટેબલે તેના સાથીદારો પર ફાયરિંગ કર્યું, જેમાં ત્રણ જવાનો ઈજાગ્રસ્ત થયા છે.
જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) ઉધમપુર જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસની 8મી બટાલિયનના એક કોન્સ્ટેબલે(CRPF ) તેના સાથીદારો પર ફાયરિંગ (Firing) કર્યું. આ હુમલામાં તેના ત્રણ સાથી ઘાયલ થયા છે. નવાઈની વાત એ છે કે સાથીઓ પર ગોળીબાર કર્યા બાદ જવાને પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. ઘાયલ જવાનોને હોસ્પિટલમાં (Hospital) દાખલ કરવામાં આવ્યા છે.જો કે રાહતની વાત એ છે કે તમામ ઘાયલ જવાન ખતરાની બહાર છે. આ મામલે હાલ કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો (Court of Inquiry) આદેશ આપવામાં આવ્યો છે.
CRPF જવાને ફાયરિંગ બાદ આત્મહત્યા કરતા ખળભળાટ
તમને જણાવી દઈએ કે, ગયા અઠવાડિયે રાજસ્થાનના જોધપુર શહેરમાં એક જવાન દ્વારા પોતાને ગોળી મારવાની ઘટના પણ નોંધવામાં આવી હતી, જ્યાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના જવાને સીઆરપીએફ તાલીમ કેન્દ્રમાં કથિત રીતે તેના ક્વાર્ટર્સમાં પોતાને ગોળી મારી હતી.આ માહિતી જોધપુર પોલીસ કમિશનર રવિ દત્ત ગૌરે આપી હતી.તેમણે જણાવ્યુ હતુ કે, “સીઆરપીએફના એક જવાન નરેશે, તેના ક્વાર્ટરમાં તેની રાઇફલથી પોતાને ગોળી મારી હતી.”
જવાને હવામાં ફાયરિંગ કર્યું અને પોતાને ક્વાર્ટરમાં બંધ કરી દીધો
મળતી માહિતી મુજબ નરેશે હવામાં ફાયરિંગ કર્યું હતું અને પછી પરિવાર સાથે ક્વાર્ટરમાં (CRPF Quarter) બંધ થઈ ગયો હતો. આ દરમિયાન સીઆરપીએફ અધિકારીઓએ પણ નરેશને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળ થઈ શક્યા નહીં. કારવારના એસએચઓ કૈલાશ દાનના જણાવ્યા અનુસાર નરેશની પત્ની અને છ વર્ષની પુત્રી પણ ક્વાર્ટરમાં ઘટના દરમિયાન હાજર હતી.જો કે તે બંને પણ સુરક્ષિત છે.પોલીસ હાલ શા માટે આત્મહત્યા કરી અને અન્ય જવાન પર ફાયરિંગ કેમ કર્યું ? આ માટે કોઈ અંગત વિખવાદ છે કે કેમ ? આ તમામ સવાલોના જવાબ મેળવવા પ્રયાસ કરી રહી છે.બીજી તરફ ઘટનાને પગલે કોર્ટ ઓફ ઈન્કવાયરીના પણ આદેશ આપવામાં આવ્યા છે.