Covishield: હવે રાજ્ય સરકારને વેક્સિન મળશે 300 રૂપિયામાં, આદર પુનાવાલાએ કરી જાહેરાત

|

Apr 28, 2021 | 6:47 PM

સિરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા (Serum Institute of India) હવે રાજ્ય સરકારોને ઓછા ભાવમાં વેક્સિન આપશે. કંપનીઓ રાજ્ય સરકાર પાસે એક ડોઝના 300 રૂપિયા લેવાનો નિર્ણય લીધો છે.

Covishield: હવે રાજ્ય સરકારને વેક્સિન મળશે 300 રૂપિયામાં, આદર પુનાવાલાએ કરી જાહેરાત

Follow us on

સિરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા (Serum Institute of India) હવે રાજ્ય સરકારોને ઓછા ભાવમાં વેક્સિન આપશે. કંપનીઓ રાજ્ય સરકાર પાસે એક ડોઝના 300 રૂપિયા લેવાનો નિર્ણય લીધો છે. સિરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયાના ચીફ એક્ઝીક્યુટિવ ઓફિસર આદર પુનાવાલાએ ટ્વિટ કરીને આ વિશે માહિતી આપી છે. સિરમ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા કે જે દેશની સૌથી મોટી વેક્સિન બનાવતી કંપની છે, તેણે પહેલા રાજય સરકાર માટે 400 અને ખાનગી હોસ્પિટલો માટે 600 રૂપિયા પર ડોઝનો ભાવ નક્કી કર્યો હતો.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

 

તમને જણાવી દઈએ કે ભારતમાં બે વેક્સિનને મંજૂરી આપવામાં આવી હતી, જેમાંથી એક હતી સિરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયાની કોવિશિલ્ડ અને બીજી ભારત બાયોટેકની કોવેક્સિન (Covaxin). કોવેક્સિનના ભાવની વાત કરવામાં આવે તો રાજ્ય સરકારને તે 600 રૂપિયા અને ખાનગી હોસ્પિટલને 1,200 રૂપિયાના દરે આપવામાં આવે છે.

 

ભારતમાં હાલની કોરોનાની સ્થિતી જોતા વેક્સિનેશન વધારવુ ખૂબ જ જરૂરી જણાય રહ્યુ છે. જેના માટે સરકારે 1લી મેથી 18 વર્ષથી ઉપરના લોકો માટે વેક્સિનેશનનો નિર્ણય લીધો છે. તેવામાં સિરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયાના આ નિર્ણયથી સરકાર અને લોકો માટે વેક્સિન લેવુ સરળ બનશે અને જલદીથી જલદી વધુ લોકોને વેક્સિન આપી શકાશે.

 

રાજયો પાસે છે 1 કરોડથી વધારે વેક્સીનનાં ડોઝ

કોરોના વાયરસથી બચવા માટે વેક્સીનના બે ડોઝ લેવા ખૂબ જ જરુરી છે. આ કારણથી કેન્દ્ર સરકારે કહ્યું કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ પાસે અત્યારે 1 કરોડથી વધારે વેક્સીન છે. જ્યારે આવનારા દિવસોમાં 80 લાખથી વધારે ડોઝ તેમને આપવામાં આવશે.

 

જાણકારી પ્રમાણે યૂપી , મહારાષ્ટ્ર , બિહાર , ગુજરાત અને ઝારખંડ જેવા રાજ્યોમાં વર્તમાનમાં વેક્સીનનું સંતુલન જળવાયેલું છે. કેન્દ્રએ અત્યાર સુધી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને લગભગ 15.7 કરોડ વેક્સીન આપી છે. જેમાં કુલ 14.6 કરોડ ડોઝનો ઉપયોગ થયો છે. સાથે જ 1 મેથી 18 વર્ષથી વધારે ઉંમરના લોકોને વેક્સીન આપવામાં આવશે. જેના માટે કેન્દ્ર સરકાર બધા રાજ્યો સુધી વેક્સીન પહોંચાડવામાં લાગી છે.

 

આ પણ વાંચો: કોવિડ-19ના નિયમોના ઉલ્લંઘન બદલ જિમ્મી શેરગિલ અને યૉર ઑનર વેબ શોના 35 લોકો વિરુદ્ધ કેસ દાખલ

Next Article