કોવિડ-19ના નિયમોના ઉલ્લંઘન બદલ જિમ્મી શેરગિલ અને યૉર ઑનર વેબ શોના 35 લોકો વિરુદ્ધ કેસ દાખલ

કોવિડ-19ના નિયમોના ઉલ્લંઘન બદલ આ સીરીઝના મુખ્ય કલાકાર જિમ્મી શેરગિલ અને શો સાથે જોડાયેલા ક્રુના 35 લોકો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

  • Tv9 Webdesk22
  • Published On - 18:07 PM, 28 Apr 2021
કોવિડ-19ના નિયમોના ઉલ્લંઘન બદલ જિમ્મી શેરગિલ અને યૉર ઑનર વેબ શોના 35 લોકો વિરુદ્ધ કેસ દાખલ
Jimmy Shergil

સોની લીવ માટે બનાવવા આવી રહેલી વેબ સીરીઝ યૉર ઑનરનું શુટિંગ અત્યારે પંજાબના લુધિયાનામાં ચાલી રહ્યું છે. જ્યાં કોવિડ-19ના નિયમોના ઉલ્લંઘન બદલ આ સીરીઝના મુખ્ય કલાકાર જિમ્મી શેરગિલ અને શો સાથે જોડાયેલા ક્રુના 35 લોકો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. શોના નિર્દેશક ઈ.નિવાસ વિરુદ્ધ પણ પોલીસે કેસ દાખલ કર્યો છે.

 

મળતી જાણકારી અનુસાર કોવિડ-19ને લઈ બનાવેલા નિયમો અનુસાર સાંજે 6 વાગ્યા બાદ પંજાબમાં શુટિંગ કરવાની પરવાનગી નથી. પરંતુ લુધિયાનાના આર્ય સીનિયર સેકેન્ડરી સ્કૂલમાં શૂટિંગ કરી રહેલી યૉર ઑનરની ટીમે નક્કી કરેલા સમયથી 2 ક્લાક વધારે એટલે કે રાત્રે 8 વાગ્યા સુધી શુટિંગ કર્યુ. મંગળવારે સાંજે જે સમયે પોલીસ શુટિંગ સ્થળ પર પહોંચી તે સમયે કોર્ટનો સીન ફિલ્માવાઈ રહ્યો હતો.

 

મળતી જાણકારી પ્રમાણે કોવિડ-19 દિશાનિર્દેશના ઉલ્લંઘનને લઈને પોલીસે શોના નિર્દેશક ઈ.નિવાસ અને ક્રુના બે સભ્યની ધરપકડ કર્યા બાદ જામીન પર છોડી દીધા હતા. મહત્વપૂર્ણ છે કે લોકડાઉનના નિયમો પ્રમાણે પંજાબમાં કોરોનાને કાબૂમાં લેવા માટે સાંજે 6 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી લોકડાઉન લગાવવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે સોની લીવ પર આવનારા શો યૉર ઑનર ઈઝરાયલી વેબ શોનું રીમેક છે. જેમાં જિમ્મી શેરગિલ એક જજની ભૂમિકામાં છે. લુધિયાનામાં આ સમયે શોની બીજી સીઝનનું શુટિંગ કરવામાં આવી રહ્યું છે.

 

આ પણ વાંચો: એરપોર્ટ પર ચાલતા-ચાલતા Sonu Soodની વ્યકિતએ માગી મદદ, કહ્યું – ‘વિગતો મોકલ.. હું જોઉં છું’