Covid Vaccination: 11 એપ્રિલથી ખાનગી અને સરકારી કાર્યસ્થળ પર રસીકરણ કરવામાં આવશે, કેન્દ્રએ આપી મંજૂરી
કોરોના વાઈરસ (Corona Virus)નો પ્રકોપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. દેશમાં કોરોનાના કેસ સતત વધતા જોવા મળી રહ્યા છે. તેની વચ્ચે કેન્દ્ર સરકારે રાજ્યોને પત્ર લખ્યો છે અને કહ્યું છે કે કાર્યસ્થળ પર રસીકરણ સુનિશ્ચિત કરવામાં આવે.
કોરોના વાઈરસ (Corona Virus)નો પ્રકોપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. દેશમાં કોરોનાના કેસ સતત વધતા જોવા મળી રહ્યા છે. તેની વચ્ચે કેન્દ્ર સરકારે રાજ્યોને પત્ર લખ્યો છે અને કહ્યું છે કે કાર્યસ્થળ પર રસીકરણ સુનિશ્ચિત કરવામાં આવે. 11 એપ્રિલથી ખાનગી અને સરકારી કાર્યસ્થળ પર રસીકરણ કરવામાં આવશે. 45 વર્ષથી વધારે ઉંમરના લોકોને વેક્સિન લગાવવામાં આવશે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે એક વખતમાં 100 લોકોને જ રસી લગાવવામાં આવી શકશે.
ભારતમાં દુનિયાનું સૌથી ઝડપી કોરોના વાઈરસ સામે વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે. હાલમાં બે વેક્સિન કોવિશીલ્ડ અને કોવેક્સિન લગાવવામાં આવી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ ભારતમાં દરરોજ આશરે 30,93,861 લોકોને ડોઝ આપવામાં આવી રહ્યા છે. દેશમાં અત્યાર સુધી 8.70 કરોડથી વધારે લોકોને રસી આપવામાં આવી ચૂકી છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે અત્યાર સુધી 89,63,724 સ્વાસ્થ્યકર્મીઓને કોવિડ-19ની રસીનો પ્રથમ ડોઝ, જ્યારે 53,94,913 સ્વાસ્થ્યકર્મીઓને બીજો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. 97,36,629 ફ્રન્ટલાઈન વર્કર્સ કર્મીઓને પ્રથમ ડોઝ અને 43,12,826 કર્મીઓને બીજો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. તે સિવાય 60 વર્ષથી વધારે ઉંમરના 3,53,75,953 લોકોને પ્રથમ ડોઝ અને આ ઉંમરના 10,00,787 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. ત્યારે 45થી 60 વર્ષની વચ્ચેના 2,18,60,709 લોકોને પ્રથમ ડોઝ અને 4,31,933 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. દેશમાં રસીકરણ અભિયાનના 81માં દિવસે 33,37,601 લોકોને રસી આપવામાં આવી છે.
દેશમાં કોરોનાના કેસ
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 1.15 લાખથી વધારે નવા કેસ સામે આવ્યા છે અને આ દેશમાં વૈશ્ચિક મહામારી ફેલાવવાની શરૂઆત થયા બાદથી સંક્રમણના અત્યાર સુધીના સૌથી વધારે દૈનિક કેસ છે. દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 1,28,01,785 થઈ ગઈ છે. 3 દિવસમાં બીજી વખત એવું થયું છે, જ્યારે કોરોનાના એક દિવસમાં એક લાખથી વધારે કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 1,15,736 કેસ સામે આવ્યા અને વધુ 630 દર્દીઓના મોત થવાની સાથે સંખ્યા વધીને 1,66,177 થઈ છે.
આ પણ વાંચો: ઈન્ડિયન આઈડોલ-12ના પવનદિપને થયો કોરોના, શુ શો થશે બંધ ?