દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 15 હજારથી ઓછા કેસ
દેશમાં કુલ વેક્સિનેશનનો આંકડો 1,76,52,31,385 છે. કોરોનાના કુલ કેસોની સંખ્યા 4,28,81,179 છે. ત્યારે અત્યાર સુધી કુલ 4,22,19,896 લોકો રિક્વર થયા છે.
દેશમાં કોરોના વાઈરસ (Corona Virus Cases)ના સંક્રમણના દૈનિક કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. 24 કલાકમાં દેશમાં 14,148 કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 302 દર્દીઓના મોત થયા છે. કુલ સંક્રમિતોની સંખ્યયા 1,28,81,179 પર પહોંચી ગઈ છે. અત્યાર સુધી 5,12,924 દર્દી જીવ ગુમાવી ચૂક્યા છે. હાલમાં 1,48,359 દર્દીઓની સારવાર ચાલી રહી છે. જ્યારે 4,22,19,896 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે.
છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 30,009 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. ત્યારબાદ કુલ 4,22,19,896 લોકો અત્યાર સુધી કોરોનાથી સાજા થઈ ચૂક્યા છે. ત્યારે દરરોજનો પોઝિટિવીટી રેટ 1.22 ટકા છે. જો કોરોના ટેસ્ટની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના 11,55,147 ટેસ્ટ કરવામાં આવ્યા.
India reports 14,148 fresh #COVID19 cases, 30,009 recoveries, and 302 deaths in the last 24 hours.
Active case: 1,48,359 (0.35%) Daily positivity rate: 1.22% Total recoveries: 4,22,19,896 Death toll: 512924
Total vaccination: 1,76,52,31,385 (30,49,988) #IndiaFightsCorona
— Tv9 Gujarati (@tv9gujarati) February 24, 2022
દેશમાં કુલ વેક્સિનેશનનો આંકડો 176.52 કરોડને પાર
દેશમાં કુલ વેક્સિનેશનનો આંકડો 1,76,52,31,385 છે. કોરોનાના કુલ કેસોની સંખ્યા 4,28,81,179 છે. ત્યારે અત્યાર સુધી કુલ 4,22,19,896 લોકો રિક્વર થયા છે. દેશમાં સતત 18 દિવસથી દૈનિક કોવિડ 19 કેસ 1 લાખથી નીચે આવી રહી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં બુધવારે કોરોના વાઈરસના 766 નવા દર્દીઓની પુષ્ટી થઈ અને 5 સંક્રમિતોના મોત થયા છે. રાષ્ટ્રીય રાજધાનીમાં સંક્રમણ દર આંશિક રીતે ઘટીને 1.37 ટકા રહી ગયો છે. દિલ્હીમાં કોરોનાના કુલ કેસ વધીને 18,53,428 થઈ ગયા છે, ત્યારે 26,086 લોકોના મોત થઈ ચૂક્યા છે.
ગુજરાતમાં નોંધાયા આટલા કેસ
ગુજરાતમાં(Gujarat) કોરોનાના (Corona) કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જેમાં 23 ફેબ્રુઆરીના રોજ કોરોનાના નવા 305 કેસ નોંધાયા છે. જ્યારે પાંચ લોકોના મૃત્યુ થયા છે.જ્યારે રાજ્યમાં 5 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. જેમાં વડોદરા(Vadodara) શહેરમાં 2 તેમજ ભરૂચ અને સાબરકાંઠા અને ભાવનગરમાં 1-1 મોત થયું છે. બીજી તરફ એક દિવસમાં 839 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે. આ સાથે જ રાજ્યનો રિકવરી રેટ વધીને 98.83 ટકાએ પહોંચી ગયો છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 21 હજાર 581 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. અત્યાર સુધીમાં 12 લાખ 7 હજાર 284થી વધુ દર્દી સ્વસ્થ થયા છે તો એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ રાજ્યમાં 3, 386 એક્ટિવ કેસ છે, જેમાંથી 33 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 3,353 દર્દીની હાલત સ્થિર છે.