Covid-19: INSACOGએ ભારતમાં Omicronના બે નવા BY.4 અને BA.5 વેરિઅન્ટની પુષ્ટિ કરી, તેલંગાણામાં 80 વર્ષીય વૃદ્ધ સંક્રમિત

|

May 22, 2022 | 10:49 PM

BA.4 વેરિઅન્ટનો પહેલો કેસ શુક્રવારે સામે આવ્યો હતો. હૈદરાબાદ એરપોર્ટ પર દક્ષિણ આફ્રિકાથી પરત ફરેલા મુસાફરને ચેપ લાગ્યો હતો. INSACOG એ જણાવ્યું હતું કે સાવચેતીના ભાગ રૂપે, BA.4 અને BA.5 થી સંક્રમિત દર્દીઓની શોધ કરવામાં આવી રહી છે.

Covid-19: INSACOGએ ભારતમાં Omicronના બે નવા BY.4 અને BA.5 વેરિઅન્ટની પુષ્ટિ કરી, તેલંગાણામાં 80 વર્ષીય વૃદ્ધ સંક્રમિત
corona

Follow us on

ભારતીય SARS-CoV-2 જીનોમિક્સ એસોસિએશન (INSACOG)એ રવિવારે ભારતમાં કોરોના (COVID-19)ના BA.4 અને BA.5 વેરિઅન્ટની શોધની પુષ્ટિ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ છે. તમને જણાવી દઈએ કે તેનો પહેલો કેસ તમિલનાડુમાં સામે આવ્યો હતો, જ્યારે બીજો કેસ તેલંગાણામાં સામે આવ્યો હતો. INSACOGએ જણાવ્યું કે તમિલનાડુમાં એક 19 વર્ષીય મહિલા BA.4 વેરિઅન્ટથી સંક્રમિત જોવા મળી હતી. તેનામાં વાયરસના હળવા લક્ષણો જોવા મળ્યા હતા અને જ્યારે તેણીને સંપૂર્ણ રસી આપવામાં આવી હતી. તેલંગાણામાં એક 80 વર્ષીય વ્યક્તિ ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ BA.5થી ચેપગ્રસ્ત જોવા મળ્યો હતો. તેને હળવા લક્ષણો પણ હતા. તેને સંપૂર્ણ રસી પણ આપવામાં આવી હતી. તેણે વિદેશ પ્રવાસ કર્યો ન હતો.

INSACOGએ જણાવ્યું હતું કે સાવચેતીના ભાગરૂપે BA.4 અને BA.5થી સંક્રમિત દર્દીઓની શોધ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે BA.4 વેરિઅન્ટનો પહેલો કેસ શુક્રવારે સામે આવ્યો હતો. હૈદરાબાદ એરપોર્ટ પર દક્ષિણ આફ્રિકાથી પરત ફરેલા મુસાફરને ચેપ લાગ્યો હતો. INSACOGએ જણાવ્યું હતું કે બંને વેરિઅન્ટની જાણ સૌપ્રથમ દક્ષિણ આફ્રિકાથી કરવામાં આવી હતી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના રિપોર્ટ અનુસાર BA.4 વેરિયન્ટ અત્યાર સુધીમાં 16 દેશોમાં જોવા મળ્યા છે.

દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા ઘટીને 14,955 થઈ ગઈ છે

આપને જણાવી દઈએ કે સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર રવિવારે ભારતમાં કોરોનાના 2,226 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 65 લોકોના મોત થયા હતા. દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા 4,31,36,371 થઈ ગઈ છે. જ્યારે રોગચાળાથી મૃત્યુઆંક વધીને 5,24,413 થઈ ગયો છે. તે જ સમયે, ભારતમાં સક્રિય દર્દીઓની સંખ્યા ઘટીને 14,955 થઈ ગઈ છે. સક્રિય દર્દીઓની સંખ્યા ચેપના કુલ કેસોના 0.03 ટકા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં મૃત્યુ પામેલા વધુ 65 દર્દીઓમાંથી, કેરળમાં 63 અને દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં એક-એક દર્દીનું મૃત્યુ થયું છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

કોરોનામાંથી રિકવરીનો રાષ્ટ્રીય દર 98.75 ટકા

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર કોરોનામાંથી સાજા થવાનો રાષ્ટ્રીય દર 98.75 ટકા નોંધાયો છે. ચેપનો દૈનિક દર 0.50 ટકા નોંધાયો હતો અને સાપ્તાહિક ચેપ દર પણ 0.50 ટકા હતો. તે જ સમયે આ રોગમાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,25,97,003 થઈ ગઈ છે, જ્યારે મૃત્યુ દર 1.22 ટકા નોંધાયો છે. જણાવી દઈએ કે દેશમાં કોરોના રસીકરણનો આંકડો 192.28 કરોડને વટાવી ગયો છે.

Published On - 10:46 pm, Sun, 22 May 22

Next Article