Covid 19 : ભારત કોરોનાના પ્રથમ કેસથી 3 કરોડ કેસ સુધી કેવી રીતે પહોંચ્યું? જાણો 510 દિવસમાં કેસની શું સ્થિતિ રહી

|

Jun 24, 2021 | 12:30 PM

દેશમાં મંગળવારે કોવિડ 19 ના કુલ કેસનો આંકડો 3 કરોડને પાર થયો. આ પહેલાં અમેરિકાએ આ આંકડો પાર કર્યો હતો. ભારતમાં પ્રથમ કેસ 30 જાન્યુઆરી 2020 ના રોજ નોંધવામાં આવ્યો હતો.

Covid 19 : ભારત કોરોનાના પ્રથમ કેસથી 3 કરોડ કેસ સુધી કેવી રીતે પહોંચ્યું? જાણો 510 દિવસમાં કેસની શું સ્થિતિ રહી
ભારત કોરોનાના પ્રથમ કેસથી 3 કરોડ કેસ સુધી કેવી રીતે પહોંચ્યું?

Follow us on

દેશમાં મંગળવારે કોવિડ 19 ના કુલ કેસનો આંકડો 3 કરોડને પાર થયો. આ પહેલાં અમેરિકાએ આ આંકડો પાર કર્યો હતો. ભારતમાં પ્રથમ કેસ 30 જાન્યુઆરી 2020 ના રોજ નોંધવામાં આવ્યો હતો અને હવે 510 દિવસ પછી કોરોના કેસ (Corona Case) 3 કરોડ પર પહોંચી ગયા છે. જો અમેરિકાની વાત કરીએ તો, ત્યાં 20 જાન્યુઆરી 2020 ના રોજ પહેલો કેસ સામે આવ્યો અને 430 દિવસની અંદર તે કોરોના કેસમાં 30 મિલિયનનો આંકડો પાર કરી ગયા.

છેલ્લા 50 લાખ કેસ 36 દિવસમાં આવ્યા હતા, જે દરમિયાન દરરોજ 1.39 લાખ કેસ નોંધાયા છે. એપ્રિલ અને મે મહિનામાં, આ આંકડો દરરોજ 3.57 લાખ છે. મે મહિનામાં કોરોનાની બીજી લહેર દરમિયાન, આ આંકડો 4.14 લાખ પર પહોંચ્યો. છેલ્લા સાત દિવસોમાં આ આંકડો દરરોજ સરેરાશ 49,250 પર આવી ગયો છે. 8 મેના રોજ સરેરાશ 7 દિવસ કેસની સંખ્યા 3,91,232 નોંધાઈ હતી.

2.5 કરોડ કેસ

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

2 કરોડથી 2.5 કરોડ કોરોના કેસ વચ્ચેનું અંતર માત્ર 14 દિવસમાં પૂર્ણ થયું હતું. 17 મેના રોજ ભારતે 2.5 કરોડનો આંકડો પાર કર્યો. આ દરમિયાન દેશમાં દરરોજ સરેરાશ 3.57 લાખથી વધુ કેસ અને ચાર હજારથી વધુ મૃત્યુ નોંધાયા છે. 18 મે સુધીમાં ભારતમાં 33,53,765 સક્રિય કેસ સાથે 2,78,719 મોત થયા હતા.

2 કરોડ કેસ

દેશમાં 1.5 કરોડથી 2 કરોડ કેસ થવામાં 15 દિવસ લાગ્યા. 3 મેના રોજ દેશમાં 3,57,229 નવા કેસ અને 3,449 ના મોત થયા હતા. તે જ દિવસે કોરોના કેસનો આ મોટો આંકડો હતો. આ દરમિયાન દરરોજ સરેરાશ 3.37 લાખ નવા કેસ અને 2900 ના મૃત્યુ નોંધાયા છે.

1.5 કરોડ કેસ

1 કરોડના કેસ પછી દેશમાં 18 એપ્રિલના રોજ 1.5 કરોડ કેસનો આંકડો પાર કર્યો. આ તે સમય હતો જ્યારે કોવિડના કેસો અને મૃત્યુ દરમાં સતત ઘટાડો થતો હતો. આ દરમિયાન દેશમાં દરરોજ સરેરાશ 41,300 કેસ અને 278 મૃત્યુ નોંધાયા છે. નવા કેસોની સાપ્તાહિક સરેરાશમાં 11 ફેબ્રુઆરી સુધી લગભગ સતત ઘટાડો નોંધાયો હતો.

1 કરોડ કેસ

ગયા વર્ષે 18 ડિસેમ્બરે ભારતે 1 કરોડ કેસનો આંકડો પાર કર્યો હતો. આ તે સમય હતો જ્યારે દેશ પ્રથમ લહેરના ઘટાડાના શરૂઆતના દિવસોમાં હતો. દિવસમાં 25,153 નવા કેસ અને 347 નવા મોત નોંધાયા છે. 50 લાખથી લઈને 1 કરોડ સુધી પહોંચવામાં 94 દિવસનો સમય લાગ્યો હતો.

50 લાખ કેસ

15 સપ્ટેમ્બરના રોજ ભારતે 50 લાખ કેસનો આંકડો પાર કર્યો હતો. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કોરોનાનો પ્રથમ પીક ટાઈમ હતો. તે દિવસે 90,123 નવા કેસ અને 1,290 નવા મોત નોંધાયા હતા. આ આંકડા સુધી પહોંચવામાં 230 દિવસ થયા. 25 થી 50 લાખ સુધીનો આંકડો પહોંચવામાં ફક્ત 32 દિવસનો સમય લાગ્યો હતો. આ 32 દિવસ દરમિયાન દરરોજ 78,125 કેસ અને 1,032 મૃત્યુ નોંધાયા છે.

Next Article