ભોજશાળા મસ્જિદ છે કે મંદિર, જ્ઞાનવાપીની જેમ જ ASI સર્વે માટે કોર્ટે કર્યો આદેશ

|

Mar 11, 2024 | 4:41 PM

મધ્યપ્રદેશમાં હાઈકોર્ટની ઈન્દોર બેંચે, આજે સોમવારે ધાર જિલ્લામાં આવેલી ભોજશાળાના વૈજ્ઞાનિક સર્વેક્ષણનો આદેશ આપ્યો હતો. આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાએ છ સપ્તાહમાં ભોજશાળાનો સર્વે કરવાનો છે.

ભોજશાળા મસ્જિદ છે કે મંદિર, જ્ઞાનવાપીની જેમ જ ASI સર્વે માટે કોર્ટે કર્યો આદેશ
bhojshala

Follow us on

મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર બેંચે આજે સોમવારે ધાર જિલ્લા સ્થિત ભોજશાળાના વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરાવવાની અરજી ગ્રાહ્ય રાખીને આદેશ આપ્યો હતો. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને આગામી છ સપ્તાહની અંદર ભોજશાળા મંદિર છે કે મસ્જિદ તેનો સર્વે કરવાનો છે. હાઈકોર્ટની ઈન્દોર બેંચે, ગત 19 ફેબ્રુઆરીએ હિન્દુ ટ્રસ્ટની અરજી પર સુનાવણી કરી હતી અને ચુકાદો અનામત રાખ્યો હતો.

ભોજશાળા એ ASI સંરક્ષિત સ્મારક છે. જેને હિન્દુઓ વાગદેવી તરીકે ઓળખતા માતા સરસ્વતીનું મંદિર કહે છે. જ્યારે મુસ્લિમ સમુદાય તેને કમલ મૌલા મસ્જિદ હોવાનો દાવો કરે છે. હિન્દુ ફ્રન્ટ ફોર જસ્ટિસે 2 મે 2022ના રોજ ભોજશાળામાં નમાજ અદા કરવા સામે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. એડવોકેટ વિષ્ણુ શંકર જૈને પુષ્ટિ કરી હતી કે હાઇકોર્ટે કાશીના જ્ઞાનવાપીની જેમ ધારની ભોજશાળામાં સર્વેની મંજૂરી આપી છે.

બે વર્ષ પહેલા હિંદુ ફ્રન્ટ ફોર જસ્ટિસ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં ASIને વૈજ્ઞાનિક સર્વે કરાવવાની માંગ કરવામાં આવી હતી, જેથી કરીને સ્પષ્ટ થઈ શકે કે ભોજશાળા ખરેખર મંદિર છે કે મસ્જિદ. અદાલતે અરજદારો દ્વારા પુરાવા તરીકે રજૂ કરાયેલા રંગીન ચિત્રોના આધારે સર્વેની મંજૂરી આપી હતી.

ટીમ ઈન્ડિયાના બે ખેલાડીઓ એકબીજા સાથે કરશે લગ્ન
શિયાળામાં ડ્રાય સ્કિન સહિતની આ 5 સમસ્યાઓથી મળશે છુટકારો, જાણો નુસખો
Video: ડિપ્રેશન કે થાક દૂર કરવાના આ ઉપાયથી તમને મળશે રાહત, જાણી લો
અનુષ્કા શર્માથી ઉંમરમાં નાનો છે વિરાટ કોહલી, જુઓ ફોટો
મુકેશ અંબાણીના આખા દેશમાંથી 80 રિલાયન્સના સ્ટોર્સ થશે બંધ ! જાણો કારણ
શિયાળામાં રોજ ગોળની ચા પીવાથી જાણો શું ફાયદા થાય છે?

અરજદારોએ કોર્ટને જણાવ્યું કે સ્તંભો પર સંસ્કૃતમાં શ્લોકો લખેલા છે. તેમણે કહ્યું કે આ માતા વાગદેવીનું મંદિર છે, માતા વાગદેવીની મૂર્તિ લંડનના મ્યુઝિયમમાં છે. સ્તંભ પર લખાયેલા શ્લોક પરથી કહી શકાય કે આ ભોજશાળા એ મસ્જિદ નહી પરંતુ માતા વાગદેવીનું મંદિર હતું. જો કે, મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર બેંચ દ્વારા આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાને વૈજ્ઞાનિક સર્વે કરવાનો આદેશ આપ્યો છે. આગામી છ સપ્તાહમાં આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા સર્વેનો રિપોર્ટ હાઈકોર્ટની ઈન્દોર બેંચને સુપરત કરશે.

Next Article