AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus Update: કોરાના પર રિસર્ચ છતાં આ લેબોરટરીમાં 13 મહિનામાં કોરોના સંક્રમણનો એક કેસ નહિ

Coronavirus Update  : વિશ્વના દરેક વાયરસને બનાવવા માટે અને તેના પર પ્રયોગ કરતી વિશ્ન સ્તરની  લેબોરેટરી સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલેક્યુલર બાયોલોજી(સીસીએમબી) હૈદરાબાદ . આ લેબોરેટરીમાં 60 વિજ્ઞાનીઓ,150પીએચડી રિસર્ચર,450 અન્ય સ્ટાફ એટલે કે 660 લોકો રોજ કામ કરે છે.છેલ્લા 13 મહિનામાં કોઇ સંક્રમિત થયુ નથી પછી એ લેબોરેટરીના રિસર્ચર હોય , કે વિજ્ઞાનીઓ હોય કે સહયોગી સ્ટાફ કોઇપણ વ્યક્તિ ચેપ લાગ્યો નથી

Coronavirus Update: કોરાના પર રિસર્ચ છતાં આ લેબોરટરીમાં 13 મહિનામાં કોરોના સંક્રમણનો એક કેસ નહિ
સાંકેતિક તસ્વીર
Niyati Trivedi
| Edited By: | Updated on: May 10, 2021 | 12:52 PM
Share

Coronavirus Update  : વિશ્વના દરેક વાયરસને બનાવવા માટે અને તેના પર પ્રયોગ કરતી વિશ્ન સ્તરની  લેબોરેટરી સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલેક્યુલર બાયોલોજી(સીસીએમબી) હૈદરાબાદ . આ લેબોરેટરીમાં 60 વિજ્ઞાનીઓ,150પીએચડી રિસર્ચર,450 અન્ય સ્ટાફ એટલે કે 660 લોકો રોજ કામ કરે છે. કોરોનાકાળમાં કોઇ રજા નથી કે ન તો કોઇ સંક્રમણ છે.   અહીં 24 કલાક કેન્ટીન ચાલે છે અને તેનુ બધા ભોજન ગ્રહણ કરે છે.

સીસીએમબીમાં લેબોરેટરીમાં હાલમાં કોરોના વાયરસ પર રિસર્ચ ચાલી રહ્યુ છે જેમાં વાયરસના દરેક મ્યૂટન્ટ પર રીસર્ચ કરવામાં આવે છે અને તેને લેબમાં તૈયાર કરવામાં આવે છે. અનેક વાયરલ બનાવવા તેના પર રિચર્ચ કરવુ અને વેક્સીન કંપનીઓને સહાય કરવી એ આ કર્મચારીઓનું દરરોજનું કામ છે. પરંતુ આ વચ્ચે સૌથી સારી વાત એ છે કે આ લેબરોટરીમાં છેલ્લા 13 મહિનામાં કોઇ સંક્રમિત થયુ નથી પછી એ લેબોરેટરીના રિસર્ચર હોય , કે વિજ્ઞાનીઓ હોય કે સહયોગી સ્ટાફ કોઇપણ વ્યક્તિ ચેપ લાગ્યો નથી. આપને જણાવી દઇએ કે આ તમામ કર્મચારીઓને સ્કેનરથી કોરોના મુક્ત કરાયા હોય કે કોઇ દવા આપવામાં આવતી હોય તેવુ પણ નથી. આ તમામ કર્મચારીઓ દિવાલ પર લખેલા માત્ર એક જ સ્લોગનનું પાલન કરે છે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું,માસ્ક પહેરવુ અને હાથ ધોવા.તમામ કર્મચારીઓએ આને ટેવ બનાવી છે.

વિજ્ઞાની અર્ચના ભારદ્વાજ કહે છે કે અમે સામાન્ય વ્યક્તિની જેમ પરિવારને મળીએ છીએ ઓફિસ અને લેબમાં કામ કરીએ છીએ પરંતુ સાવચેતી છોડતા નથી. માત્ર અમારુ જ નહિ પરંતુ દેરક રિસર્ચ એમ કહે છે કે ફક્ત 15 દિવસ માટે પણ જો બધા સારી રીતે માસ્ક પહેરશે જરુરી અંતર રાખશે અને સોશિયલ ડિસટન્સ જાળવશે અને હાથને સેનિટાઇઝ કરશે અને સમુહમાં નહિ જાય તો કોરોના દવા અને વેક્સીન વગર જ સમાપ્ત થઇ જશે.

g clip-path="url(#clip0_868_265)">