Corona Virus: સીએમ કેજરીવાલે કરી પીએમ મોદીને ગુહાર ઓક્સિજન એરલિફ્ટ કરાવો

|

Apr 23, 2021 | 5:52 PM

કોરોના મહામારીના કારણે દેશમાં હાહાકાર છે. દિલ્લી સહિત કેટલાક રાજ્યોમાં અત્યારે ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે. આ સ્થિતી જોતા પ્રધાનમંત્રી મોદીએ રાજ્યોના મુખ્યમંત્રી સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક કરી.

Corona Virus: સીએમ કેજરીવાલે કરી પીએમ મોદીને ગુહાર ઓક્સિજન એરલિફ્ટ કરાવો
CM Arvind Kejriwal

Follow us on

Corona Virus: કોરોના મહામારીના કારણે દેશમાં હાહાકાર છે. દિલ્લી સહિત કેટલાક રાજ્યોમાં અત્યારે ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે. આ સ્થિતી જોતા પ્રધાનમંત્રી મોદીએ રાજ્યોના મુખ્યમંત્રી સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક કરી. આ બેઠકમાં દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ સામેલ હતા. જ્યારે સીએમ કેજરીવાલનો વારો આવ્યો ત્યારે તેમણે પીએમને સૌથી પહેલા અનુરોધ કર્યો કે તેઓ રાજ્યોને કહે કે ઓક્સિજનના ટ્રક ન રોકે . કેજરીવાલે કહ્યુ કે સર જો તમે કહેશો તો તેઓ ઓક્સિજનની આપૂર્તિ નહી રોકે.

 

 

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

સીએમ કેજરીવાલે પ્રધાનમંત્રીને પૂછ્યું કે દિલ્લીમાં ઓક્સિજનના કારણે મરવાનો વારો આવે તો કેન્દ્ર સરકારમાં કોની સાથે ફોન કરીને વાત કરું? અમે લોકોને મરવા ન દઈ શકીએ. કડક પગલાં ન લીધાં તો દિલ્લીમાં મોટી આફત આવી શકે તેમ છે. કેજરીવાલે કહ્યું કે 480 ટનમાંથી અત્યાર સુધી  380 ટન ઓક્સિજન દિલ્લી પહોંચ્યો છે. દિલ્લીની સ્થિતી ખરાબ છે. અન્ય રાજ્યના લોકો ઓક્સિજનના ટ્રક રોકી રહ્યા છે. મારી તમને વિનંતી છે કે ઓક્સિજનના ટ્રક નિકળે તો તેને સેનાની નજર હેઠળ મોકલવામાં આવે અને પ્લાન્ટમાં પણ સેના તહેનાત કરવામાં આવે.

 

તેમણે સવાલ પણ કર્યા કે શું દિલ્લીના 2 કરોડ લોકોને ઓક્સિજન નહીં મળે? કેજરીવાલે કહ્યું કે દિલ્લીની હૉસ્પિટલમાં જલ્દી ઓક્સિજનની જરુર છે. એવામાં બંગાળ અને ઓરિસ્સાથી આવનારા ઓક્સિજનને એરલિફ્ટ કરાવી દો, જેથી કરીને મોટી માત્રામાં જલ્દી ઓક્સિજન સ્ટોક મળી શકે. કેજરીવાલે કહ્યું કે દેશવ્યાપી એક્શન પ્લાન બનાવવાની જરુર છે, જેથી કરીને કોરોના સામે લડી શકાય. જ્યાંથી સુધી આવું નહીં થાય ત્યાં સુધી આપણી લડાઈ અધૂરી રહેશે.

 

પીએમઓ કેજરીવાલથી નારાજ 

આપને જણાવી દઈએ કે આ મુદ્દે પ્રધાનમંત્રી કાર્યાલયના સૂત્રો પાસેથી મળતી જાણકારી મળી છે સરકાર કેજરીવાલના નિવેદનથી ખુશ નથી અને તેમણે કહ્યું કે કેજરીવાલે આ મંચનો રાજનીતિ માટે પ્રયોગ કર્યો. પીએમઓના સૂત્રોનું કહેવું છે કે કેજરીવાલે ઓક્સિજનને એરલિફ્ટ કરવાનું સૂચન આપ્યું પણ તેમને નથી ખબર કે આ કામ પહેલાથી જ ચાલી રહ્યું છે. તેમણે ઓક્સિજન એક્સપ્રેસની વાત કહી, પરંતુ સૂત્ર કહે છે તેમણે રેલવે સાથે આ બાબતે કોઈ વાત કરી નથી.

 

પીએમઓના સૂત્રોનું કહેવું છે કે કેજરીવાલે રસીની કિંમતોને લઈને પણ જૂઠ્ઠાણું ફેલાવ્યું છે. તેઓ જાણે છે કે કેન્દ્ર પોતાની પાસે રસીનો એક પણ ડોઝ નહીં રાખે પરંતુ રાજ્યોને જ આપી દેશે. પીએમોઓએ નારાજગી પણ જાહેર કરી કે અન્ય રાજ્યોએ જણાવ્યું કે તેઓ શું પગલા લઈ રહ્યા છે જેથી સ્થિતીમાં સુધાર થાય, પરંતુ કેજરીવાલ પાસે એવું કહેવા માટે કંઈ જ નહોતું . કેજરીવાલે બહુ નીચલો માપદંડ સેટ કર્યો. પહેલીવાર પીએમ અને મુખ્યમંત્રીઓની બેઠકનું ટીવી પર પ્રસારણ થયું અને એમની સંપૂર્ણ સ્પીચમાં કોઈ સમાધાનની વાત નહોતી, પરંતુ માત્ર રાજનીતિ કરવાની અને પોતાની જવાબદારી બીજા પર નાખવાની વાત હતી.

 

 

આ પણ વાંચો: CM કેજરીવાલની આ હરકતથી PM Modi થયા નારાજ, બાદમાં કેજરીવાલે બે હાથ જોડીને માંગી માફી

Next Article