Corona virus: સોનિયા ગાંધીનો પીએમ મોદીને પત્ર કહ્યું કોરોનામાં માતા-પિતા ગુમાવી ચૂકેલા બાળકોને મળવું જોઈએ મફત શિક્ષણ

|

May 20, 2021 | 4:30 PM

કોરોનાના કારણે કોઈના માથા પરથી પિતાની છત ચાલી ગઈ તો કોઈએ માતા ગુમાવી. એવામાં સોનિયા ગાંધીએ અનાથ બાળકોને દરેક સંભવ મદદ પહોંચાડવા માટે પીએમને પત્ર લખ્યો છે.

Corona virus: સોનિયા ગાંધીનો પીએમ મોદીને પત્ર કહ્યું કોરોનામાં માતા-પિતા ગુમાવી ચૂકેલા બાળકોને મળવું જોઈએ મફત શિક્ષણ
સોનિયા ગાંધી (ફાઇલ ફોટો)

Follow us on

Coronavirus: કોરોના મહામારીના કારણે કેટલાય પરિવાર તૂટી ગયા છે.  આ બીમારીએ કેટલાક પરિવારના એકમાત્ર કમાનારા વ્યક્તિને છીનવી લીધો છે. કોરોનાના કારણે કોઈના માથા પરથી પિતાની છત ચાલી ગઈ તો કોઈએ માતા ગુમાવી. એવામાં સોનિયા ગાંધીએ અનાથ બાળકોને દરેક સંભવ મદદ પહોંચાડવા માટે પીએમને પત્ર લખ્યો છે.

 

 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

કોંગ્રસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પત્ર લખીને બાળકોને નવોદય વિદ્યાલયમાં મફતમાં શિક્ષણ આપવામાં વિચાર કરવાનો અનુરોધ કર્યો છે. જેમણે કોવિડ સંક્રમણના ઈલાજ દરમિયાન પોતાના માત-પિતા અથવા પરિવારના એક કમાવાવાળા સભ્યને ખોઈ દીધા છે.

 

તેમણે પત્રમાં કહ્યું જેમકે આપણે જાણીએ છીએ કે કોરોનાની આ લહેરમાં કેટલાય લોકોના પરિવાર બરબાદ થઈ ચૂક્યા છે. મહામારીના કારણે બરબાદી અને પ્રભાવિત પરિવારો દ્વારા સહન કરવામાં આવી રહેલી કરણાંત વચ્ચે  આ સંક્રમણથી પોતાના બંને માતા-પિતા ગુમાવનાર નાના બાળકોના સમાચાર સૌથી વધારે દિલને સ્પર્શે તેવા  છે. તેમના શિક્ષણ કે ભવિષ્યની ચિંતા કરનારુ કોઈ નથી.

 

 

સોનિયા ગાંધી પત્રમાં કહે છે આપ જાણો છો કે મારા પતિ રાજીવ ગાંધીના સૌથી મહત્વપૂર્ણ વારસામાંથી એક નવોદય વિદ્યાલય નેટવર્ક છે. મારા પતિનું સપનું હતુ કે ગામડામાં રહેનારા બાળકોને ઓછા ખર્ચમાં સારુ શિક્ષણ આપી શકીએ અને અત્યારે સમગ્ર દેશમાં નવોદયની 661 સ્કૂલ છે.

 

 

આ પત્ર હું આપને અનુરોધ કરવા માટે લખી રહી છેુ કે જેથી આપ આ મહામારીમાં પોતાનું બધુ જ ગુમાવી ચૂકેલા બાળકોને નવોદય વિદ્યાલયમાં મફત શિક્ષણ પ્રદાન કરવા પર વિચાર કરો. તે બાળકોને શિક્ષણનો મોકો મળવો જોઈએ, જેમણે કોવિડ-19 મહામારીના કારણે માતા-પિતા અથવા કમાવાવાળા સભ્યો ગુમાવ્યા છે. સોનિયા ગાંધી આગળ કહે છે કે મને લાગે છે કે એક રાષ્ટ્રના રુપમાં આપણે એક અકલ્પનીય કરુણાંત બાદ એક મજબૂત ભવિષ્યની આશા દેવા માટે તેમના ઋણી છીએ.

 

આ પણ વાંચો: ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા પર મળશે 1 લાખનો મફત વીમો, ખેતી માટે લોન પણ મળશે

Next Article