ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા પર મળશે 1 લાખનો મફત વીમો, ખેતી માટે લોન પણ મળશે

Bhavesh Bhatti

|

Updated on: May 20, 2021 | 3:45 PM

હાલ દેશમાં અને સાથે રાજ્યમાં પણ કોરોના મહામારી ચાલી રહી છે. કોરોના શહેરોની સાથે હવે ગામડાઓમાં પણ ફેલાયો છે.

ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા પર મળશે 1 લાખનો મફત વીમો, ખેતી માટે લોન પણ મળશે
File Photo

હાલ દેશમાં અને સાથે રાજ્યમાં પણ કોરોના મહામારી ચાલી રહી છે. કોરોના શહેરોની સાથે હવે ગામડાઓમાં પણ ફેલાયો છે. કોરોનાની આ પરિસ્થિતિને જોતા મહિન્દ્રા કંપનીએ ખેડૂતો માટે એક સ્કીમ શરૂ કરી છે. જે મૂજબ ટ્રેક્ટરની ખરીદી પર 1 લાખ રૂપિયાનો આરોગ્ય વીમો મફત આપવામાં આવી રહ્યો છે.

કંપનીએ તેની જાહેરાત કોવિડ રોગચાળાને ધ્યાનમાં રાખીને કરી છે. મહિન્દ્રાએ ટ્રેક્ટર ખરીદદારોને મદદ કરવા આ અભિયાન શરૂ કર્યું છે. કંપનીએ જણાવ્યું છે કે આરોગ્ય વીમાની સાથે સાથે ખેડૂતોને આર્થિક સહાય પણ આપવામાં આવશે. ખેડૂત ખેતી ખર્ચ માટે લોન લઈ શકે છે. કંપનીનું કહેવું છે કે ટ્રેક્ટરના ગ્રાહકોને બચાવવા આ પગલું લેવામાં આવ્યું છે.

જો કોઈ ખેડૂતને કોરોના ચેપ લાગે છે, તો આ પૈસાથી સારવાર લેવાનું સરળ બનશે. કંપની દ્વારા આપવામાં આવતી આર્થિક સહાયથી ખેડૂત કોરોના રોગચાળામાં પણ તેના પરિવારનું રક્ષણ કરી શકે છે. ટ્રેક્ટરના ગ્રાહકોને કોવિડ -19 મેડિકલેમ પોલિસી હેઠળ 1 લાખનું હેલ્થ કવર આપવામાં આવશે.

કોરોનાને કારણે તબિયત વધુ ખરાબ થાય છે, તો તેને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવો પડે ત્યારે તે આરોગ્ય યોજનાનો લાભ લઈ શકે છે. જો ડોકટરોએ તેને ઘરે રહેવા અને સારવાર કરાવવાનું કહ્યું, તો પણ આ યોજનાનો લાભ લઈ શકાય છે. જો પરિવારમાં કોઈની તબિયત ખરાબ હોય તો કંપની પૂર્વ મંજૂર લોન પણ આપશે.

કંપની એ કહ્યુ કે, મુશ્કેલ સમયમાં અમે દેશના તમામ ખેડુતોની સાથે ઉભા છીએ, જેથી તેમનામાં સકારાત્મક પરિવર્તન લાવી શકાય. એમ-પ્રોટેકટ દ્વારા કોવિડની ખરાબ અસર ખેડૂતો પર ઘટાડવામાં મદદ કરશે. એક રીતે આ યોજના ખેડૂતોની સેવા પણ કરશે. એવી અપેક્ષા છે કે ખેડૂતો એમ-પ્રોટેકટ યોજનાનો લાભ મેળવશે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati