Corona Virus: રસીની અછત વચ્ચે આશાનું કિરણ! જુલાઈ સુધી ભારતને મળી શકે છે ફાઈઝરની કોરોના વેક્સિન

|

May 27, 2021 | 7:53 PM

કોરોના રસીકરણ અભિયાન વચ્ચે નીતિ આયોગ તરફથી એક મોટું નિવેદન સામે આવ્યુ છે. જણાવવામાં આવ્યું છે કે ભારતને જલ્દી ફાઈઝરની (pfizer) કોરોના રસી મળી શકે છે. આશા વ્યકત કરવામાં આવી છે કે જુલાઈ સુધી રસી ભારતમાં હશે.

Corona Virus: રસીની અછત વચ્ચે આશાનું કિરણ! જુલાઈ સુધી ભારતને મળી શકે છે ફાઈઝરની કોરોના વેક્સિન
સાંકેતિક તસ્વીર

Follow us on

Coronavirus: કોરોના રસીકરણ અભિયાન વચ્ચે નીતિ આયોગ તરફથી એક મોટું નિવેદન સામે આવ્યુ છે. જણાવવામાં આવ્યું છે કે ભારતને જલ્દી ફાઈઝરની (pfizer) કોરોના રસી મળી શકે છે. આશા વ્યકત કરવામાં આવી છે કે જુલાઈ સુધી રસી ભારતમાં હશે.

 

વેક્સિનની અછત વચ્ચે નીતિ આયોગના સભ્ય વી.કે.પૉલે કહ્યું કે ભારતને જલ્દી ફાઈઝર (pfizer) વેક્સિન મળી શકે છે. આ સાથે આવનારા મહીનામાં કોવેક્સિન અને કોવિશિલ્ડની પ્રોડક્શનની ક્ષમતા વધશે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

આંતરરાષ્ટ્રીય કોરોના વેક્સિન કંપનીઓ સાથે પણ વાતચીત 

નીતિ આયોગના સભ્ય ડૉ વીકે પૉલે કહ્યું કે ફાઈઝર તરફથી ભારત માટે વેક્સિનની ઉપલબ્ધતાના સંકેત મળ્યા છે. સરકારની વાતચીત ચાલી રહી છે જુલાઈ સુધી ભારતને મળી જાય. ડૉક્ટર પોલે કહ્યું કે મોડર્ના સહિત બીજી આંતરરાષ્ટ્રીય વેક્સિન કંપનીઓ સાથે પણ વાતચીત ચાલી રહી છે.

 

ડૉ પોલે કહ્યું કે ભારત બાયોટેકની વેક્સિન બનાવવાની ક્ષમતા હવે પ્રતિમાસ 90 લાખ ડોઝની છે અને તે પોતાની ઉત્પાદન ક્ષમતા વધારી રહ્યું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધી આની ઉત્પાદન ક્ષમતા વધીને 10 કરોડ રસી થઈ જશે. આ રીતે જ સીરમ વેક્સિનની ઉત્પાદન ક્ષમતા વધી રહી છે. જે અત્યારે 6.5 કરોડ પ્રતિ મહિનાની છે અને ખૂબ ઝડપથી તે 11 કરોડ પ્રતિ મહિનાની અથવા વધારે થઈ જશે.

 

સ્પુતનિક થકી પણ શરુ થશે રસીકરણ 

ભારતને અત્યારે ત્રણ રસી મળી ચૂકી છે. જેમાં અત્યારે કોવિશીલ્ડ (covishield) અને કોવેક્સિનનું (covaxin) રસીકરણ ચાલુ છે. રશિયાની સ્પૂતનિકને (sputnik v) હૈદરાબાદમાં આપવામાં આવી રહી છે. જલ્દી દેશભરમાં તેના થકી પણ રસીકરણ શરુ કરવાની તૈયારી છે. દિલ્લી સરકારે પણ આશા વ્યકત કરી છે કે તેમને સ્પૂતનિક તરફથી જલ્દી રસી મળી શકે છે.

 

આ પણ વાંચો: BANASKANTHA : રજા પર પોતાના વતન ગયેલા પોલીસકર્મી પર અસામાજીક તત્વોનો હુમલો, ચારની ધરપકડ

Next Article