Corona Virus: સંકટના સમયમાં સ્ટાર્ટ-અપ કંપનીઓ પાસેથી મદદ લેશે સરકાર, 31મે સુધી કરી શકાશે અરજી

|

May 21, 2021 | 4:59 PM

કોવિડ-19ની (Covid-19) બીજી લહેરમાં હવે કેન્દ્ર સરકાર સ્ટાર્ટ-અપ (Start-Up) અને ટેક્નોલોજી સાથે જોડાયેલી કંપનીઓની મદદ લેવાની તૈયારી કરી રહી છે. કેન્દ્રીય વિજ્ઞાન અને પ્રાૌદ્યૌગિકી મંત્રાલયે દેશના સ્ટાર્ટ-અપ અને કંપનીઓ પાસેથી અરજી મંગાવી છે.

Corona Virus: સંકટના સમયમાં સ્ટાર્ટ-અપ કંપનીઓ પાસેથી મદદ લેશે સરકાર, 31મે સુધી કરી શકાશે અરજી
સાંકેતિક તસ્વીર

Follow us on

Corona Virus: કોવિડ-19ની (Covid-19) બીજી લહેરમાં હવે કેન્દ્ર સરકાર સ્ટાર્ટ-અપ (Start-Up) અને ટેક્નોલોજી સાથે જોડાયેલી કંપનીઓની મદદ લેવાની તૈયારી કરી રહી છે. કેન્દ્રીય વિજ્ઞાન અને પ્રાૌદ્યૌગિકી મંત્રાલયે દેશના સ્ટાર્ટ-અપ અને કંપનીઓ પાસેથી અરજી મંગાવી છે.

 

 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

જેથી કરીને ટેક્નોલોજી અને પ્રોડક્ટસ દ્વારા આ સંકટનો સામનો કરી શકાય. મંત્રાલયે આ માટે એક પ્રેસ રિલીઝ જાહેર કરી અને કહ્યું કે કોવિડના હાલના પડકારોનો સામનો કરવા માટે નવી ટેક્નોલોજીની મદદ મળશે અને આ માટે 31મે સુધી અરજી જમા કરાવી શકાશે. વિજ્ઞાન મંત્રાલયે NIDHI4COVID2.0 નામથી એક નવી પહેલની શરુઆત કરી છે. જે અંતર્ગત કંપનીઓ આવેદન આપી શકે છે.

 

 

આના દ્વારા ભારતમાં રજિસ્ટર્ડ સ્ટાર્ટ -અપ કંપનીઓને આર્થિક મદદ આપવામાં આવશે. ઓક્સિજન ઈનોવેશન, સરળતાથી લાવવા લઈ જવાનો સામાન, મેડિકલ સહાયતા સાથે જોડાયેલા ઉપકરણો, સારવાર માટે ટેક્નીકલ મદદ અને કોવિડ-19 લડાઈ સાથે જોડાયેલી બીજી વસ્તુઓ દ્વારા સમાધાન આપી શકશે.

 

 

વિજ્ઞાન મંત્રાલયે કહ્યું કે હાલની સ્થિતિમાં બજારમાં નવી ટેક્નોલોજી અને પ્રોડક્ટસ લાવવામાં સ્ટાર્ટ-અપ્સ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે છે. આનાથી કોવિડ સામેની લડાઈમાં દેશ અલગ-અલગ ફ્રંટ પર મજબૂત બનશે. કેટલાક સ્ટાર્ટ-અપ્સની ટેકનોલોજી પહેલેથી કારગર છે.

 

 

પરંતુ તેને ફાઈનાન્શીયલ અને માર્કેટ સપોર્ટની જરુર છે, જેથી તે આગળ વધી શકે. આ પહેલ વિજ્ઞાન મંત્રાલય અંતર્ગતના નેશનલ સાયન્સ એન્ડ ટેક્નોલોજી એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ બોર્ડનું (NSTEDB) વિશેષ અભિયાન છે. આ સમયે ઓક્સિજન કોન્સનટ્રેટર્સ જેવા મેડિકલ ઉપકરણ બનાવવા માટે જે પ્રોડક્ટસના પાર્ટસની જરુર છે, તેને આયાત કરવામાં આવી રહ્યા છે.

 

વિજ્ઞાન અને પ્રૌદ્યૌગિકી મંત્રાલયનો ઉદેશ્ય છે કે આવી પ્રોડક્ટસ ભારતમાં બનાવવામાં આવે. આના માટે મંત્રાલય આર્થિક મદદ આપશે. યોગ્ય સ્ટાર્ટ-અપ્સને નાણાકીય મદદ આપવામાં આવશે અને પ્રોડક્ટ્સ અને ટેકનોલોજીને આગળ વધારવામાં સહયોગ કરવામાં આવશે. dstnidhi4covid.in પર આવેદન સાથે જોડાયેલી પ્રકિયા અને યોગ્યતા જોઈ શકાશે.

 

આ પણ વાંચો: Barge P305 : તાઉતે વાવાઝોડામાં 338 લોકોના જીવ જોખમમાં મુકીને ભાગી ગયેલા બાર્જના કેપ્ટન પર FIR નોંધાઈ

Next Article