Coronavirus : ઓક્સિજનની (Oxyegn) અછત વચ્ચે સરકાર અને અનેક સેવાભાવી સંસ્થાઓ ઓક્સિજનની જરુરિયાત પુરી પાડવા માટે પ્રયાસ કરી રહી છે ત્યારે 11 ક્રાયોજેનિક ઓક્સિજન થાઇલેન્ડથી ભારત પહોંચી છે. દરેક ઓક્સિજન ટેન્કમાં 1.40 કરોડ લિટર ઓક્સિજન છે. આવું દેશમાં પહેલીવાર થયું છે કે આટલી મોટી માત્રામાં ઓક્સિજન આયાત થયો હોય. મેઘા એન્જીનિયરિંગ કોર્પોરેશને (MEIL) ઓકસિજન ટેન્ક થાયલેન્ડથી ભારત આયાત કરી છે. પોતાની સોશિયલ સર્વિસ રિસ્પોન્સિબિલિટી અંતર્ગત
બેંગકોકથી આયાત કરાઇ રહી છે ક્રાયેજેનિક ઓક્સિજન ટેન્ક
મેઘા એન્જીનયરિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડે (MEIL) 11 ક્રાયોજેનિક ઓક્સિજન ટેન્કસ બેંગકોકથી ભારત આયાત કરી છે.આના થકી ભારતમાં હૉસ્પિટલને લિક્વિડ ઓક્સિજનનો સપ્લાઇ વધારવામાં મદદ મળશે. આ તેલગાંણાને MEIL દ્વારા નિ:શુલ્ક પૂરા પાડવામાં આવી રહ્યા છે.
કંપનીએ જણાવ્યું કે પહેલા જથ્થામાં ત્રણ ટેન્ક આજે બેગમપેટ એયર ફોર્સ સ્ટેશન પર ઉતરી છે અને બાકીની આઠ ટેન્ક આગામી દિવસોમાં પહોંચશે. દરેક ઓક્સિજન ટેન્ક 1.40 કરોડ લિટર મેડિકલ ઓક્સિજનનો સપ્લાઇ કરી શકશે . અને 11 ટેન્ક કુલ 15.40 કરોડ લિટર ઓક્સિજનનો સપ્લાઇ કરશે
આ સાથે જ MEILના ઉચ્ચ અધિકારીઓ તેમજ તેલગાંણાના નાણામંત્રી ટી.હરીશરાઉ અને સિનિયર અધિકારીઓની ટીમ કે જે તેલગાંણાના ચીફ સેક્રેટરી સોમેશ કુમારના નેજા હેઠળ બની છે તે આખા ઓપરેશન પર ધ્યાન રાખી રહ્યા છે.
રક્ષા અને વિદેશ મંત્રાલયે આપી સરળ ટ્રાંસપોર્ટેશનને મંજૂરી
રક્ષા અને વિદેશ મંત્રાલય દ્વારા બેંગકોકથી પરિવહન સરળ રહે તે માટે મંજૂરી આપવામાં આવી હતી. આપને જણાવી દઇએ કે ચંડીગઢથી ડિફેન્સની સ્પેશલ ફ્લાઇટે બેંગકોકથી ટેન્ક લીધી અને હૈદાબાદ ઉતારી. MEILના વાઇસ પ્રેસિડેન્ટ પી.રાજેશ રેડ્ડીએ જણાવ્યું કે રાજયની સરકારને 11 ક્રાયોજનિક ટેન્ક થકી હોસ્પિટલમાં ઓક્સિજનની તાતી જરુરિયાત છે પૂરી કરવામાં મદદ મળશે.
કંપનીએ ઓક્સિજન સપ્લાઇ વધારવા રોક્યા અન્ય કામ
આપને જણાવી દઇએ કે કંપનીના મેનેજેન્ટે બધા જ કામ અત્યારે રોકી રાખ્યા છે અને બંને તેલુગુ રાજ્ય માટે ઓક્સિજન સપ્લાઇ વધારવા પર ધ્યાન આપી રહ્યા છે. બોલારુમથી 9થી21 મે દરમિયાન કંપનીએ 29,694 મેટ્રીક ટન મેડિકલ લિકવિડ ઓક્સિજન ડિલીવર કર્યો છે. જે 3કરોડ લિટર ઓક્સિજન બરાબર છે. લગભગ 400 સિલિન્ડર આ સુવિધા થકી પૂરા પાડવામાં આવી રહ્યા છે.
આપને જણાવી દઇએ કે કંપની પોતાના બોલારુમ યૂનિટમાં ઓક્સિજનનું ઉત્પાદન કરી રહી છે. દિવસ રાત ઓક્સિજનના ઉત્પાદનનું કામ ચાલે છે અને તેલગાંણા,આંધ્રપ્રદેશ તેમજ ઓડિશાની હૉસ્પિટલને ઓક્સિજન સપ્લાઇ કરવામાં આવી રહ્યો છે.