Coronavirus : કોરોના વાયરસના નવા સ્ટ્રેન્સ પર અસરકાર છે કોવેક્સિન, ભારત બાયોટેકનો દાવો

|

May 16, 2021 | 5:29 PM

Coronavirus : કોરોના મહામારીની બીજી લહેરમાં વાયરસના નવા વેરિઅંટ્સ ચિંતાનો વિષય બનેલા છે. આ વચ્ચે ભારત બાયોટેક તરફથી કહેવામાં આવ્યુ છે કે તેમની કોરોના રસી કોવેક્સિન તમામ નવા કોરોના વેરિઅંટ્સ પર અસરકારક છે. આમાં ભારત,યૂકે વગેરે જગ્યાએ મળેલા નવા વેરિઅંટ્સ સામેલ છે. 

Coronavirus : કોરોના વાયરસના નવા સ્ટ્રેન્સ પર અસરકાર છે કોવેક્સિન, ભારત બાયોટેકનો દાવો
સાંકેતિક તસ્વીર

Follow us on

Coronavirus : કોરોના મહામારીની બીજી લહેરમાં વાયરસના નવા વેરિઅંટ્સ ચિંતાનો વિષય બનેલા છે. આ વચ્ચે ભારત બાયોટેક તરફથી કહેવામાં આવ્યુ છે કે તેમની કોરોના રસી કોવેક્સિન તમામ નવા કોરોના વેરિઅંટ્સ પર અસરકારક છે. આમાં ભારત,યૂકે વગેરે જગ્યાએ મળેલા નવા વેરિઅંટ્સ સામેલ છે.

આમા B.1.617 અને B.1.વે1.7 કોરોના વેરિઅંટ પણ સામેલ છે જે ભારત અને યૂનાઇટેડ કિંગડમમાં મળ્યા હતા.વેક્સીન વિશે આ વાત રવિવારે ભારત બાયોટેકે કહી. ભારત બાયોટેક તરફથી જણાવવામાં આવ્યુ છે કે વેક્સીનનો ઉપયોગ પર   B.1.1.7 (જે પહેલા યૂકેમાં મળ્યો હતો) અને વેક્સીન સ્ટ્રેનના (D614G) ન્યુટ્રિલાઇજેશનમાં કોઇ બદલાવ દેખાયો નથી.

ભારત બાયોટેકના નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજી ઇન્ડિયા કાઉન્સિલ ઑફ મેડિક રિસર્ચ સાથે મળીને તાજેતરમાં સ્ટડી કરવામાં આવ્યુ છે. કોવેક્સીન એ ત્રણ વેક્સીનમાંથી એક છે જેને ભારતમાં ઉપયોગની મંજૂરી મળી છે. આ સિવાય સિરમ ઇન્સ્ટીટ્યૂટની કોવશીલ્ડ અને રુસની સ્પુતનિક કોરોના વેક્સીનનો ભારતમાં ઉપયોગ થઇ રહ્યો છે. દેશમાં અત્યાર સુધી 18 કરોડથી વધારે કોરોના રસી લગાવવામાં આવ્યા છે. દેશમાં 1 મેથી 18 વર્ષથી 44 વર્ષના લોકો માટે કોરોના રસીકરણી શરુઆત થઇ હતી. આ પહેલા 45 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોને કોરોના રસી આપવામાં આવી  હતી.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

Published On - 5:25 pm, Sun, 16 May 21

Next Article