કોરોના: દેશમાં અત્યાર સુધી 2,500થી વધારે લોકોના મોત, જાણો કેટલા પોઝિટીવ કેસ નોંધાયા
કોરોના વાઈરસે દેશ સહિત સમગ્ર વિશ્વમાં કેર વર્તાવ્યો છે. ત્યારે દેશમાં છેલ્લા 24 કલાકમાં પોઝિટિવ કેસ 3,725 વધીને 78,000ને પાર કરી ગયા છે. સક્રિય કેસની સંખ્યા વધીને 49,000ને પાર કરી ગઈ છે તો વધુ 136 લોકોનાં મોત સાથે કુલ મોતનો આંકડો 2,551 પર પહોંચી ગયો છે. જ્યારે 26,400 લોકો સાજા પણ થયા છે. Web […]

કોરોના વાઈરસે દેશ સહિત સમગ્ર વિશ્વમાં કેર વર્તાવ્યો છે. ત્યારે દેશમાં છેલ્લા 24 કલાકમાં પોઝિટિવ કેસ 3,725 વધીને 78,000ને પાર કરી ગયા છે. સક્રિય કેસની સંખ્યા વધીને 49,000ને પાર કરી ગઈ છે તો વધુ 136 લોકોનાં મોત સાથે કુલ મોતનો આંકડો 2,551 પર પહોંચી ગયો છે. જ્યારે 26,400 લોકો સાજા પણ થયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
દેશમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની છે. જ્યાં એક જ દિવસમાં 54 લોકોનાં મોત થયા છે. અત્યાર સુધી કુલ 975 લોકોનાં મહારાષ્ટ્રમાં મોત થઈ ચૂક્યા છે તો 1,495 કેસના વધારા સાથે પોઝિટિવ કેસનો આંકડો 25,922 પર પહોંચી ગયો છે તો દિલ્લીમાં પોઝિટિવ કેસનો આંકડો 7,998 પર પહોંચી ગયો છે અને 106 લોકોનાં મોત થયા છે.
જ્યારે મધ્યપ્રદેશમાં 187 કેસના વધારા સાથે પોઝિટિવ કેસનો આંકડો 4,173 પર પહોંચી ગયો છે અને 232 લોકોનાં મોત થયા છે. તમિલનાડુમાં 509 કેસના વધારા સાથે પોઝિટિવ કેસનો આંકડો 9,220ને પાર કરી ગયો છે. જ્યારે 64નાં મોત થઈ ચૂક્યા છે તો રાજસ્થાનમાં 4,328 કેસ અને 121નાં મોત થયા છે. ઉત્તરપ્રદેશમાં 3,758 કેસ અને 86નાં મોત થયા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: કોરોના વાઈરસને લઈને WHOએ આપી આ એક મોટી ચેતવણી