Corona Vaccine: કોરોનાની રસીની અછત વચ્ચે અહીં ખુલ્યુ દેશનું પ્રથમ 24X7 વેક્સિનેશન સેન્ટર

|

May 30, 2021 | 6:40 PM

Coronavaccine:  દેશના અલગ અલગ રાજ્યોમાં વેક્સિન પૂરી થઈ ગઈ છે તેવા સમાચાર વચ્ચે દિલ્લી એનસીઆરમાં એક એવુ વેક્સિનેશન સેન્ટર (Vaccination Center) ખોલવામાં આવ્યુ છે. જે 24 કલાક ચાલુ રહેશે.

Corona Vaccine: કોરોનાની રસીની અછત વચ્ચે અહીં ખુલ્યુ દેશનું પ્રથમ 24X7 વેક્સિનેશન સેન્ટર
સાંકેતિક તસ્વીર

Follow us on

Corona Vaccine: દેશના અલગ અલગ રાજ્યોમાં વેક્સિન પૂરી થઈ ગઈ છે તેવા સમાચાર વચ્ચે દિલ્લી એનસીઆરમાં એક એવુ વેક્સિનેશન સેન્ટર (Vaccination Center) ખોલવામાં આવ્યુ છે. જે 24 કલાક ચાલુ રહેશે. નોઈડા (Noida) સેક્ટર 137માં આવેલી ફેલિક્સ હૉસ્પિટલે (Felix Hospital) આની શરુઆત કરી છે. જ્યાં કોઈ પણ સમયે જઈને રસી લઈ શકાય છે.

 

10થી 15 મિનિટમાં રસી આપવાની સુવિધા 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ સેન્ટરની શરુઆત થયા બાદ અહીં લોકોની ભીડ ભેગી થવા લાગી છે. 10થી15 મિનિટમાં આપને રસી લગાવવાની સુવિધા આપવામાં આવશે. ફેલિક્સ હૉસ્પિટલના ચેરમેન ડૉક્ટર વી.કે.ગુપ્તાએ કહ્યું કે આ દેશનું પહેલું વેક્સિનેશન સેન્ટર છે, જ્યાં 24 કલાક લોકોને રસી આપવામાં આવશે.

 

આ સેન્ટરની ખાસ વાત એ છે કે આ સેન્ટર પર ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનની શરુઆત પણ કરવામાં આવી છે. એટલે તમે ગાડીમાં બેસીને પણ વેક્સિન લઈ શકો છો. જેનાથી આપ ઓછામાં ઓછા લોકોના સંપર્કમાં આવશો અને આપનો સમય પણ બચશે. આપ કોરોના સંક્રમણથી પણ બચી શકશો.

 

દેશનું પહેલું 24*7 વેક્સિનેશન સેન્ટર 

આપને જણાવી દઈએ કે સેન્ટરનું ઉદ્ધાટન કર્યા બાદ ડીએમ સુહાસ એલવાઈએ કહ્યું કે આ ભારતનું પહેલુ 24 કલાક ચાલનારું વોક-ઈન અને ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન સેન્ટર છે. નોન કોવિડ ફેલિક્સ હૉસ્પિટલમાં 24 કલાક વેક્સિનેશનની સુવિધા લોકોને ધ્યાને રાખીને આપવામાં આવી છે, જેઓ વર્કિંગ છે અને જેમને દિવસ દરમિયાન વેક્સિન લેવામાં મુશ્કેલી પડી રહી છે.

 

જુલાઈ સુધી ઓછામાં ઓછો પહેલો ડોઝ આપવાનું લક્ષ્ય 

ડીએમએ ઉમેર્યુ કે 24 કલાક વેક્સિનેશન થવાથી કેન્દ્ર પર ભીડ ઓછી ભેગી થશે અને જે લોકો ભીડના કારણે વેક્સિન લઈ નથી રહ્યા તેઓ પણ હવે રસી લઈ શકશે. ડીએમએ આગળ કહ્યું કે અમારુ લક્ષ્ય જુલાઈના અંત સુધી પ્રત્યેક પરિવારને રસીનો ઓછામાં ઓછો પહેલો ડોઝ આપવાનું છે.

 

જેના માટે અમે ઝડપી પ્રયાસ શરુ કરી દીધા છે. 18 વર્ષથી વધારે ઉંમરના 16 લાખ લોકોને રસી આપવાની છે, 5 લાખ લોકોને રસી અપાઈ ચૂકી છે. નિર્ધારિત લક્ષ્ય ઝડપથી પૂર્ણ કરવામાં આવશે.

 

આ પણ વાંચો: Ahmedabad: કોરોનાના કેસ ઘટતા ટેસ્ટિંગ ડોમમાં કરાયો ઘટાડો, પહેલા કરતા હવે સંખ્યા અડધી કરી દેવાઈ

Next Article