રાજ્યના મુખ્યપ્રધાનો સાથે PM મોદીની બેઠક બાબતે શું કહી રહ્યા છે લોકો? જુઓ વીડિયો

દેશમાં વધતા Corona વાયરસના કેસ વચ્ચે અને વેક્સીનેશનને લઈને વડાપ્રધાન મોદીએ દેશના રાજ્ય તેમજ કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્યપ્રધાનો સાથે બેઠક યોજી છે.

Rahul Vegda
| Edited By: | Updated on: Mar 18, 2021 | 4:26 PM

દેશમાં વધતા Corona વાયરસના કેસ વચ્ચે અને વેક્સીનેશનને લઈને વડાપ્રધાન મોદીએ દેશના રાજ્ય તેમજ કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્યપ્રધાનો સાથે બેઠક યોજી છે. જે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે, તેના પર વડાપ્રધાન ફોકસ કરી રહ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસના 28,903 કેસ આવ્યા છે, જે ચિંતાજનક વાત છે. આ બાબતે લોકો પોતાના મંતવ્યો જણાવતા કહે છે કે હાલમાં લોકો એવું માની રહ્યા છે કે કોરોના મહામરોઈ ખતમ થઈ ગઈ છે અને કોરોનાનો ખોફ હવે ધીમે ધીમે ઓસરતો જાય છે જેથી કોરોના ગાઈડ લાઇનનું ચુસ્તપણે પાલન થાય તે જરૂરી છે.
અન્ય એક વ્યક્તિને પૂછવામાં આવ્યું કે કોરોના સંક્રમણ શહેરથી લઈને હવે ગામડા સુધી પહોંચ્યું છે તો શું તેને અટકાવવા માટે કોઈ પગલાં ભરવા જોઈએ કે કેમ ? જેના જવાબમાં એક શહેરીજને કહ્યું હતું કે સાવચેતીના પગલાંના નામે સરકાર જે રીતે બધુ બંધ કરે છે તે ખોટું છે. કારણે કે રાત્રે દસ વાગ્યા પછી જ કોરોના આવે છે ? દિવસ દરમ્યાન શું કોરોના જતો રહે છે ? તેવા સવાલો કરતા સરકારની કાર્યનીતિ ઉપર સવાલો કર્યા હતા અને કહ્યું હતું કે લોકોએ સ્વયં સમજવું જોઈએ કે કોરોના સામેની લડત અત્યંત અઘરી છે માટે સાવચેતનીના પગલાં લોકોએ જાતે જ લેવા પડશે. એક નાગરિકે સીધા સરકાર ઉપર જ સવાલ ઉઠાવતા કહ્યું હતું કે જ્યારે ચુંટણી સમયે બે રોક ટોક બધુ ચાલતું હતું તે સમયે કોરોના કોઈને હેરાન નથી કરતો પરંતુ જેવી ચુંટણી ખતમ થઈ અને બે રોક ટોક જાહેર સભાઓ અને ચુંટણી પ્રચારના લીધે કોરોના ફેલાયો છે તો તેની સજા જાનતા શું કામ ભોગવે ? રાત્રે કર્ફ્યૂ લગાડવાથી નાના રોજગાઓને બહુ મોટો ફટકો પડશે. લારી ગલ્લા વાળાઓ કે જેઓના વ્યવસાયને કોરોનાના મારથી માંડ માંડ કળ વળી છે તે હવે પાછા ભાંગી પડશે.અને રાત્રે ખાણી-પીણી વાળા નાના ધંધાર્થીઓને સૌથી વધુ માર પાડવાની શક્યતાઓ છે. અન્ય એક વેપારીએ મનપાના અધિકારીઓ પર આક્ષેપ કથા કહ્યું હતું કે 10 વાગ્યાનો નિયમ હોવા છતાં નવ વાગ્યામાં આવીને બંધ કરાવતા હતા. અને જ્યારે તેમની ખરાઈ કરવા માટે થઈને તેમના ઓળખ પત્રની માંગણી કરી તો રકઝક કરવા માંડ્યા હતા.

આ પણ વાંચો: West Bengal Election 2021: મમતા બેનર્જીએ જાહેર કર્યો TMCનો મેનિફેસ્ટો, દરેકને અનાજ, બેકારી ભથ્થું સહિત અનેક વાયદા

Follow Us:
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
g clip-path="url(#clip0_868_265)">