Corona Vaccine: રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસે રસીના 29.68 કરોડથી વધુ ડોઝ, ત્રણ દિવસમાં વધું 39 લાખ ડોઝ અપાશે

|

Jun 23, 2021 | 1:45 PM

ભારત સરકાર દ્વારા અત્યાર સુધીમાં 29.68 કરોડથી વધુ રસીના ડોઝ (Dose) રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આપવામાં આવ્યા છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં હાલ 1.92 કરોડથી વધુ રસીના ડોઝ ઉપલબ્ધ છે.

Corona Vaccine: રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસે રસીના 29.68 કરોડથી વધુ ડોઝ, ત્રણ દિવસમાં વધું 39 લાખ ડોઝ અપાશે
ત્રણ દિવસમાં વધું 39 લાખ ડોઝ અપાશે

Follow us on

ભારત સરકાર દ્વારા અત્યાર સુધીમાં 29.68 કરોડથી વધુ રસીના ડોઝ (Dose) રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આપવામાં આવ્યા છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં હાલ 1.92 કરોડથી વધુ રસીના ડોઝ ઉપલબ્ધ છે. તેઓને આગામી 3 દિવસમાં 39,07,310 થી વધુ ડોઝ મળશે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આ માહિતી આપી છે.

દેશમાં 18 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકો માટે મફત રસીકરણ (Vaccination) અભિયાન શરૂ થયું છે. આ સાથે વર્ષના અંત સુધીમાં તમામ નાગરિકોને રસી આપવાનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગઈકાલે રાત્રે 10:30 વાગ્યા સુધીના ડેટા અનુસાર દેશમાં 53 લાખ 86 હજાર લોકોને રસી આપવામાં આવી હતી.

એક દિવસ પહેલા એટલે કે સોમવારે, જ્યારે આ અભિયાન શરૂ થયું હતું, ત્યારે 88 લાખથી વધુ લોકોને રસી આપવામાં આવી હતી. ગઈકાલે યુપીમાં મહત્તમ 7.96 લાખ લોકોને રસી આપવામાં આવી હતી. જો કે, સૌથી વધુ આશ્ચર્યજનક આંકડો મધ્યપ્રદેશનો આવ્યો છે, જ્યાં સોમવારે રેકોર્ડ 16.95 લાખ રસી આપવામાં આવી હતી.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

દેશમાં કોરોનાની બીજી લહેર પર ચોક્કસપણે બ્રેક લાગી છે, પરંતુ આ દરમિયાન એક ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. અમેરિકા પછી ભારત 3 કરોડ કોરોના કેસનો આંકડો પાર કરનાર વિશ્વનો બીજો દેશ બન્યો છે. આ આંકડા સાથે જોડાયેલી એક આશ્ચર્યજનક બાબત એ છે કે છેલ્લા પચાસ દિવસમાં એક કરોડ નવા કોરોના કેસ સામે આવ્યા છે. આ રીતે સૌથી ઓછા દિવસોમાં એક કરોડ કોરોના કેસનો આંકડો પાર કરવાનો રેકોર્ડ ભારતે બનાવ્યો છે. આ પહેલા અમેરિકામાં 54 દિવસમાં એક કરોડથી વધુ કોરોના કેસ નોંધાયા હતા.

ભારત 3 મેના રોજ બે કરોડ કેસના આંકડા પર પહોચ્યું હતું. તે સમયે દેશમાં કોરોનાની બીજી લહેર પીક પર હતી. તમને જણાવી દઈએ કે છેલ્લા પચાસ લાખ કેસ 36 દિવસમાં આવ્યા છે. આ દર્શાવે છે કે દેશમાં કોરોનાની બીજી લહેર ધીમી પડી રહી છે. અગાઉ પચાસ લાખ કેસ ફક્ત 14 દિવસમાં આવ્યા હતા.

Next Article