Corona Vaccination: દેશમાં આજે 46 લાખ કરતા વધારે લોકોને આપવામાં આવી કોરોના વેક્સીન, કુલ આંકડો 96 કરોડને પાર

|

Oct 12, 2021 | 11:47 PM

કેન્દ્ર સરકારે આપેલી માહિતી અનુસાર મંગળવારે સાંજે 7 વાગ્યા સુધી 46,23,892 લોકોએ કોરોના રસીનો ડોઝ લીધો હતો, ત્યારબાદ રસીકરણની કુલ સંખ્યા 96 કરોડને પાર કરી ગઈ છે.

Corona Vaccination: દેશમાં આજે 46 લાખ કરતા વધારે લોકોને આપવામાં આવી કોરોના વેક્સીન, કુલ આંકડો 96 કરોડને પાર
ફાઈલ ફોટો

Follow us on

દેશમાં કોરોના રસીકરણ (Corona Vaccination) અભિયાન ઝડપથી ચાલી રહ્યું છે. કેન્દ્ર સરકારે રાજ્યોને (Central Government) કહ્યું કે તેઓ આગામી કેટલાક દિવસોમાં 100 કરોડ ડોઝનો લક્ષ્યાંક પૂરો કરશે. આ દરમિયાન આજે એટલે કે મંગળવારે 46 લાખથી વધુ લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.

 

ત્યારબાદ રસીકરણની કુલ સંખ્યા 96 કરોડને વટાવી ગઈ છે. કેન્દ્ર સરકારે આપેલી માહિતી અનુસાર મંગળવારે સાંજે 7 વાગ્યા સુધી 46,23,892 લોકોએ કોરોના રસીનો ડોઝ લીધો હતો, ત્યારબાદ રસીકરણની કુલ સંખ્યા 96 કરોડને પાર કરી ગઈ છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

આ દરમિયાન સારા સમાચાર એ છે કે કેટલાક રાજ્યોમાં મહિલાઓ કોરોના રસીકરણમાં પુરુષોની સમકક્ષ છે. એક અહેવાલ અનુસાર કેટલાક રાજ્યોમાં રસીકરણની દ્રષ્ટિએ પુરુષોની સરખામણીમાં સ્ત્રી રસીકરણના આંકડામાં બહુ ફરક પડ્યો નથી. હકીકતમાં કોવિડ -19 રસીકરણમાં લિંગ તફાવત 11 રાજ્યોમાં અદૃશ્ય થઈ ગયો છે, પરંતુ મહારાષ્ટ્ર, દિલ્હી અને ગોવા જેવા ઉચ્ચ માનવ વિકાસ સૂચકાંક ધરાવતા રાજ્યોમાં રસીકરણમાં મહિલાઓની ભાગીદારી વધારવી હજુ પણ જરૂરી છે.

 

બાળકો માટે કોરોના રસીનો માર્ગ હવે મોકળો

બીજી બાજુ ભારતમાં બાળકો માટે કોરોના રસીનો માર્ગ હવે મોકળો થઈ ગયો છે. બાળકો માટે સ્વદેશી કંપની ભારત બાયોટેક દ્વારા વિકસિત રસીને ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DGCI) દ્વારા સૈદ્ધાંતિક રીતે મંજૂરી આપવામાં આવી છે. આ પછી ટુંક સમયમાં હવે આ રસી બાળકોને આપવામાં આવશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર બાળકોને રસી ક્યારથી અને કોને સૌથી પહેલા આપવામાં આવશે, તેની બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવી રહી છે.

 

મોટા લોકો માટે રસી બનાવ્યા બાદ ભારત બાયોટેકે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય પાસે બાળકો માટે રસીની ટ્રાયલ માટે પરવાનગી માંગી હતી. પટણા, દિલ્હી અને કેટલાક સ્થળોએ બાળકોની વેક્સિન ટ્રાયલ કરવામાં આવી હતી. દિલ્હી એઈમ્સના ટ્રાયલના સંયોજક ડોક્ટર સંજય રાયે અમારી સહયોગી ચેનલ TV9 ભારતવર્ષને જણાવ્યું કે ટ્રાયલ દરમિયાન તેમને જાણવા મળ્યું કે ભારત બાયોટેકની બાળકોની રસી પણ મોટા લોકોની રસીની જેમ સલામત છે.

 

 

આ પણ વાંચો :  Corona Vaccine: બાળકોને ક્યારે ફ્રી મળશે કોરોના વેક્સિન? ક્યાં સુધી થશે ઉપલબ્ધ? સૌથી પહેલા કયા બાળકોને આપવામાં આવશે?

 

Next Article