Corona Vaccination: દેશમાં કોરોના રસીકરણનો આંકડો 114 કરોડને પાર, 24 કલાકમાં 73 લાખથી વધુ લોકોનું રસીકરણ

|

Nov 18, 2021 | 6:52 PM

છેલ્લા 24 કલાકમાં કોરોના રસીના 73,44,739 ડોઝ આપવામાં આવ્યા હતા, ત્યારબાદ રસીકરણની કુલ સંખ્યા 1,14,46,32851 થઈ ગઈ છે. તે જ સમયે, રસીકરણ માટે અત્યાર સુધીમાં 1,17,53091 સત્રો હાથ ધરવામાં આવ્યા છે.

Corona Vaccination: દેશમાં કોરોના રસીકરણનો આંકડો 114 કરોડને પાર, 24 કલાકમાં 73 લાખથી વધુ લોકોનું રસીકરણ
Covid-19 Vaccine- Symbolic Image

Follow us on

દેશમાં કોરોના રસીકરણે (Corona vaccination) ગતિ પકડી છે. દેશ પહેલેથી જ રસીકરણ (Vaccination)નો 100 કરોડનો આંકડો પાર કરી ચૂક્યું છે, ત્યારબાદ આ સંખ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે (Union Ministry of Health) ગુરુવારે માહિતી આપી છે કે દેશમાં કોરોના રસીકરણ (Corona vaccination)નો આંકડો 114 કરોડને વટાવી ગયો છે.

 

માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોના રસીના 73,44,739 ડોઝ આપવામાં આવ્યા હતા, ત્યારબાદ રસીકરણની કુલ સંખ્યા 1,14,46,32851 થઈ ગઈ છે. તે જ સમયે રસીકરણ માટે અત્યાર સુધીમાં 1,17,53091 સત્રો હાથ ધરવામાં આવ્યા છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

દેશમાં કોરોનાની સ્થિતિ

દેશમાં કોરોનાના કેસની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 11,919 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે આ સમયગાળા દરમિયાન કોરોના ચેપને કારણે 470 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 11,242 દર્દીઓ સાજા પણ થયા છે. તે જ સમયે, આ સમયગાળા દરમિયાન સક્રિય સંખ્યા 1,28,762 છે. આ કુલ કેસના 1% કરતા ઓછા છે. હાલમાં તે 0.37 ટકા નોંધાયું છે, જે માર્ચ 2020 પછીનું સૌથી ઓછું છે.

 

રીથી સંક્રમણ વધશે?

છેલ્લા કેટલાક દિવસોમાં તહેવારોમાં લોકો દ્વારા ઘણી બેદરકારી રાખવામાં આવી હતી. દિવાળી અને છઠ ધામધૂમથી ઉજવ્યા બાદ હવે ક્રિસમસનો તહેવાર પણ નજીક છે. ધીરે ધીરે લોકોએ માસ્ક પહેરવાનું પણ ઓછુ કરી દીધુ છે. ત્યારે શું ફરીથી કોરોના સંક્રમણ વધશે તેવા સવાલ ઊભા થઈ રહ્યા છે.

 

રિસર્ચમાં મોટો દાવો

હાલમાં કેમ્બ્રિજ જજ બિઝનેસ સ્કૂલ અને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈકોનોમિક એન્ડ સોશિયલ રિસર્ચના રિપોર્ટમાં ભારતમાં ઝડપથી ચેપ લાગવાનું જોખમ વ્યક્ત કરવામાં આવ્યું છે. રિપોર્ટમાં આર-વેલ્યુ બનાવવામાં આવી છે, જે દર્શાવે છે કે એક ચેપથી કેટલા લોકો સંક્રમિત થઈ શકે છે અને આ અર્થમાં ચાર રાજ્યો મળી આવ્યા છે જ્યાં આર-વેલ્યુ સમગ્ર દેશની સરેરાશ કરતા વધારે છે.

 

ગયા અઠવાડિયે વિશ્વમાં કોરોના સંક્રમણના જે નવા કેસો જોવા મળ્યા તેમાંથી 60 ટકા કેસ યુરોપમાં જોવા મળ્યા. યુરોપિયન દેશોમાં છેલ્લા એક સપ્તાહમાં કોવિડથી થતાં મૃત્યુમાં 10 ટકાનો વધારો થયો છે. યુરોપની સ્થિતિ જોઈને સવાલ ઉઠી રહ્યો છે કે શું ભારતમાં પણ કોરોનાના કેસ વધી શકે છે કારણ કે યુરોપિયન દેશોમાં ભારત કરતાં વધુ રસીકરણ છે.

 

આ પણ વાંચોઃ ધાર્મિક યાત્રા પર જતા શ્રદ્ધાળુઓને હવે સાત્વિક ભોજન માટે નહીં પડે હાલાકી, IRCTCએ લીધો આ નિર્ણય

 

આ પણ વાંચોઃ ભાવનગર : ઘરેલું ગેસમાંથી કોમર્શિયલ સિલિન્ડરમાં ગેસ ભરવાનું કૌભાંડ, 6 શખ્સોની અટકાયત

 

Next Article