Corona vaccination : કોરોના પર ભારતનો વેક્સિનથી પ્રહાર, એક અઠવાડિયામાં 3.3 કરોડ લોકોનું રસીકરણ

|

Jun 26, 2021 | 9:26 PM

Corona vaccination : કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર લારેલા આંકડાઓ અનુસાર ભારતમાં 21 જૂનથી 26 જૂન દરમિયાન 3.3 કરોડથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. અગાઉ કોરોના રસીકરણનો એક અઠવાડિયાનો રેકોર્ડ 2.47 કરોડ ડોઝનો હતો.

Corona vaccination : કોરોના પર ભારતનો વેક્સિનથી પ્રહાર, એક અઠવાડિયામાં 3.3 કરોડ લોકોનું રસીકરણ
સાંકેતિક તસ્વીર

Follow us on

Corona vaccination : ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરથી સર્જાયેલા વિનાશ વિશે કોઈ અજાણ નથી. કોરોનાના કેસો વધાવની સાથે હજારો લોકોએ જીવ ગુમાવ્યો હતો. પરંતુ હવે ભારતે રસીકરણ દ્વારા કોરોના પર ઘાતક હુમલો કર્યો છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ભારતમાં રસીકરણના નવા તબક્કાની શરૂઆત થયા બાદ હવે રસીકરણની ગતિ તેજ થઈ છે.

એક અઠવાડિયામાં 3.3 કરોડ લોકોનું રસીકરણ
આ અઠવાડિયે ભારતમાં લગભગ સાડા ત્રણ કરોડ લોકોને કોરોના વિરોધી રસી આપવામાં આવી છે, જે એક રેકોર્ડ છે. ભારતમાં 21 જૂને એક દિવસમાં 80 લાખથી વધુ લોકોને રસી આપવામાં આવી હતી. આ સંખ્યા સ્વિટ્ઝરલેન્ડની વસ્તી સમાન છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર લારેલા આંકડાઓ અનુસાર ભારતમાં 21 જૂનથી 26 જૂન દરમિયાન 3.3 કરોડથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. અગાઉ કોરોના રસીકરણ(Corona vaccination) નો એક અઠવાડિયાનો રેકોર્ડ 2.47 કરોડ ડોઝનો હતો, જે 3 એપ્રિલથી 9 એપ્રિલ દરમિયાન નોંધાયો હતો.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

3 કરોડથી વધુ લોકોને રસી આપીને મહારાષ્ટ્ર મોખરે
25 જૂનને શુક્રવારે મહારાષ્ટ્ર 3 કરોડથી વધુ લોકોને કોવિડ-19 રસી આપનારું દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. ઉત્તરપ્રદેશ, કર્ણાટક, ગુજરાત, પશ્ચિમ બંગાળમાં પણ કોરોના રસીકરણ (Corona vaccination) ના કુલ આંકડા બે કરોડથી ત્રણ કરોડના વચ્ચે છે.

રસીકરણમાં કેવી રીતે વેગ આવ્યો?
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ભારતમાં કરોના રસીકરણ (Corona vaccination) ના નવા તબક્કાની શરૂઆત કરવામાં આવી હતી. આ અંતર્ગત ઘણા રાજ્યોએ મેગા રસીકરણ શિબિરોનું આયોજન કર્યું હતું. તેની મદદથી 21 જૂને એક દિવસમાં જ રસીકરણનો આંકડો 80 લાખને વટાવી ગયો છે. ત્યારબાદ દૈનિક રસીકરણની સંખ્યા 80 લાખથી ઘટીને આશરે 60 લાખ થઈ ગઈ, તો પણ એક અઠવાડિયામાં સૌથી વધુ લોકોના રસીકરણનો રેકોર્ડ બન્યો છે.

આ પણ વાંચો : UFO and Aliens : એલિયન્સની વાસ્તવિકતા અંગે અમેરિકાના રક્ષા મંત્રાલયે ચોંકાવનારી માહિતી આપી

આ પણ વાંચો : Modi Cabinet Expansion : જલ્દી જ થશે મોદી કેબીનેટનું વિસ્તરણ, આ 27 નેતાઓને મળી શકે છે મંત્રીપદ

Next Article